બ્રહ્માની પૂજા સાથે જોડાયેલું છે આ સૌથી મોટું જુઠ્ઠાણું, દીકરી સાથે ક્યારેય નહોતા કર્યા લગ્ન

કહેવાય છે કે હિંદુ ધર્મમાં બ્રહ્માની પૂજા નથી કરાતી. આખા ભારતમાં માત્ર એક જ મંદિર છે બ્રહ્માનું અને એ છે પુષ્કરમાં. લોકો તેમનું શરમજનક કારણ જણાવે છે. તેમણે પોતાની દીકરી સાથે રોમાંસ કર્યો હતો તેથી. આખી બાબત શું છે અને શું છે તેની પાછળનું સત્ય. તેની વાર્તા પાછળ ભાગવતનાઆ શ્લોકનું લોજીક અપાય છે.

वाचं दुहितरं तन्वीं स्वयंभूर्हतीं मन:।

अकामां चकमे क्षत्त्: सकाम् इति न: श्रुतम् ॥(श्रीमदभागवत् 3/12/28)

તેનો અર્થ કે બ્રહ્મા પોતાની જવાન છોકરી પર મોહિત થઇ ગયા. માન્યું કે દીકરી યુવાન થઇ ગઈ હતી. પણ તેના પર કામ વા સનાની અસર થઇ નહી. છતાય બ્રહ્મા તેના પર મોહિત થઇ ગયા. એવું સાંભળવામાં આવ્યું છે.

તેના સિવાય એક બીજી જગ્યાએ એવું લખેલુ છે. જેનો ઉપયોગ લોકો બ્રહ્માને અપૂજ્ય બતાવવાના દાવામાં કરે છે.

प्रजापतिवै स्वां दुहितरमभ्यधावत्

दिवमित्यन्य आहुरुषसमितन्ये

तां रिश्यो भूत्वा रोहितं भूतामभ्यैत्

तं देवा अपश्यन्

“अकृतं वै प्रजापतिः करोति” इति

ते तमैच्छन् य एनमारिष्यति

तेषां या घोरतमास्तन्व् आस्ता एकधा समभरन्

ताः संभृता एष् देवोभवत्

तं देवा अबृवन्

अयं वै प्रजापतिः अकृतं अकः

इमं विध्य इति स् तथेत्यब्रवीत्

तं अभ्यायत्य् अविध्यत्

स विद्ध् ऊर्ध्व् उदप्रपतत् ( एतरेय् ब्राहम्ण् 3/333)

તેનો અર્થ એ છે કે પ્રજાપતિ દોડયા પોતાની પુત્રી તરફ. એ લાલ છોકરી પાછળ. દેવતાઓએ એ જોયું અને કહ્યું કે આ પ્રજાપતિ તો ગં દા કામ કરી રહ્યા છે. ત્યારે તેમણે બધા મોટા મોટા શરીર જોડીને એક ભારે ગ્રુપ બનાવી દીધું શરીરોનું. તે ગ્રુપને કહ્યું કે આ પ્રજાપતિ ગં દુ કામ કરી રહ્યા છે માટેમા રીનાખો એને. તે ગ્રુપે તથાસ્તુ કહીને પ્રજાપતિને એક તીર માર્યુ. પ્રજાપતિ ઘાયલ થઈને ત્યાં પડી ગયા.

આ શ્લોકનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે બ્રહ્માને બદનામ કરવા માટે. પણ તેના ઊંડાણમાં ગયા વગર. તેમાં કહ્યું છે કે પ્રજાપતિ દોડયા લાલ રંગની છોકરી તરફ. પણ બ્રહ્માની છોકરી સરસ્વતી તો ધવલ એટલે સફેદ છે. પછી કોણ છે આ લાલ છોકરી. ઉષા લાલ હોઈ શકે છે. ઉષા એટલે ઉગતા સુરજ સમયે આકાશમાં જે લાલી હોય છે. પણ તે બ્રહ્માની છોકરી જ નથી. હવે મોટું રહસ્ય એ છે કે આ સાહેબ પ્રજાપતિ કોણ છે? અને કોણ છે તેની છોકરી.

અર્થવ વેદમાં આ શ્લોક છે.

सभा च मा समितिश्चावतां प्रजापतेर्दुहितौ संविदाने।

येना संगच्छा उप मा स शिक्षात् चारु वदानि पितर: संगतेषु।

તેનો અર્થ હિન્દીમાં એવો છે કે સભા અને સમિતિ આ બન્ને પ્રજાપતિની દુહિતા એટલે છોકરી છે. સભા એટલે કે ગ્રામસભા અને સમિતિ એટલે કે પ્રતિનિધિ સભા. આ સભાઓના સભાસદ રાજા માટે બાપની જેમ છે. અને રાજાએ તેની પૂજા કરવી જોઈએ, તેનાથી સલાહ લેવી જોઈએ. રાજા એટલે કે પ્રજાપતિની જવાબદારી છે. તે પોતાની છોકરી સમાન સભા અને સમિતિનું પૂર્ણ ધ્યાન રાખે. પણ ધ્યાન રાખવા છતાય તે તેના પર હક નથી જતાવી શકતો. પ્રજાને પાળવાના હકનાં કારણે રાજાને પ્રજાપતિ અથવા પ્રજાપિતા કહેવાયા છે. પ્રતિનિધિ સભાના સભાસદ રાજા ચૂંટવાનું કામ કરે છે.

આ એક બીજો વેદનો શ્લોક જોઈ લઈએ સાથે સાથે.

पिता यस्त्वां दुहितरमधिष्केन् क्ष्मया रेतः संजग्मानो निषिंचन् ।

स्वाध्योऽजनयन् ब्रह्म देवा वास्तोष्पतिं व्रतपां निरतक्षन् ॥ (ऋगवेद -10/61/7)

તેનો અર્થ એ છે કે રાજા એટલે પ્રજાપતિએ પોતાની પુત્રી એટલે પ્રજા પર હુ મલો કર્યો. પ્રજાએ છેડી દીધી ક્રાંતિ. રાજાની હાર થઇ ગઈ. પછી મોટા ઘરડાએ તે રાજાને ખર્ચા પાણી આપીને બેસાડી દીધો અને બીજો રાજા પસંદ કર્યો. સીધો એવો અર્થ એ છે કે રાજાએ પ્રજા સાથે જબરદસ્તી કરી. તેની તેમને સજા મળી.

હવે અસલ વાત એ છે કે પ્રજાપતિ બે છે. એક બ્રહ્મા અને એક રાજા. લોકોએ બન્નેની વાર્તાને ગડડ મડડ કરીને સંભળાવવાની શરુ કરી દીધી. આ અફવાહ દર પેઢી વધતી ગઈ. લોકો વગર કોઈ રીસર્ચ કર્યે ગુમરાહ થાય છે.