જમાનો ઘણો બદલાઈ ગયો છે અને હવે દરેક વ્યક્તિને દરેક વસ્તુ વિષેની જાણકારી ઈન્ટરનેટ દ્વારા મળી જાય છે. પણ ત્યાં જ કેટલીક પરંપરા અને રીતી રીવાજ આજે પણ આપણને જોવા મળી જાય છે, જેની પાછળનું કારણ આપણને ખબર નથી પડી શકતી. વાત એ પણ છે કે આ રીવાજો તો લોકો વર્ષોથી અનુસરતા આવી રહ્યા છે. પણ તેની પાછળ છુપાયેલા કારણો વિષે કદાચ જ તેમને ખબર હશે. આજે અમે તમને એક એવા જ વિષય વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તમે હંમેશા પંડિત અને બ્રાહ્મણોને માથા પર ચોટી રાખતા જોયા હશે.
પરંતુ તમે આ વિચાર્યુ છે, કે હકીકતમાં આ લોકો એવું કેમ કરે છે? આજે અમે તમને એ જ વિષયમાં જણાવીશું કે કેમ બ્રાહ્મણ અને પંડિત માથા પર ચોટી રાખે છે. આપણી સંસ્કૃતિમાં હિંદુઓએ અથવા કહીએ કે આધ્યાત્મિક રસ્તા પર ચાલવા વાળાએ પોતાના માથા પર હંમેશા ચોટી અથવા શીખા રાખે છે. આ એક એવી વસ્તુ છે જેના વિષે લોકો ખુબ ઓછુ જાણે છે. અને અત્યાર સુધી ચિકિત્સાના ક્ષેત્રમાં આ પ્રમાણિત નથી થયું કે માથાનો એક બીજો ભાગ છે, જેને યોગ પદ્ધતિમાં ઓળખવામાં આવ્યું છે, તે છે બિંદુ. બિંદુનો અર્થ છે, સૌથી નાનું ચિહ્ન, જે આગળ વધુ વિભાજીત ન થઇ શકે. દુનિયા ભરની ઘણી સભ્યતાઓએ માથામાં બિંદુ આવેલું છે તે સ્વીકાર્યુ છે.
સૌથી પહેલા તો તમને આ જણાવીએ, કે હિંદુ ધર્મમાં બ્રાહ્મણ જયારે નાના બાળકોને દીક્ષા આપે છે અથવા સંસ્કારી કરે છે, તો તે માથાના બાકી વાળ ઉતારી દે છે અને એક ચોટી રહેવા દે છે. ત્યાર પછી તે બાળક દરેક વખતે સાધના કરતા પહેલા તે પોતાની ચોટી પકડીને તેને ફેરવે, વાળે અને ખેંચે છે. તે ચોટીને બાંધતા પહેલા તે બિંદુ પર જરૂરી જોર નાખે છે. તે વાત કદાચ તમને ખબર નહિ હોય કારણ કે આજકાલ તે પરંપરા નાશ પામી ચુકી છે. પણ બ્રાહ્મણ માટે એવું કરવું જરૂરી હતું.
જી હા, બ્રાહ્મણ માટે દરરોજ તેને પોતાની ચોટી પકડીને ખેચવાનું રહેતું હતું. તે દરરોજ પોતાની સાધના પહેલા ચોટી ખેંચીને જોરથી બાંધતા હતા. એવું કરતી વખતે શરુઆતમાં તેમને થોડો દુ:ખાવો જરૂર થાય છે. પણ થોડા સમય પછી, જેમ જેમ તેની સાધના સારી થાય છે, તેનાથી તેમની અંદર પરમાનંદની ખુબ ઊંડી ભાવના ઉત્પન્ન થાય છે. કારણ કે માથાનું બિંદુ એક એવી નાની જગ્યા છે, જેની આસ પાસ એક ખાસ સ્ત્રાવ હોય છે. હવે આ વાત સામે આવે છે કે બ્રાહ્મણ ચોટી કેમ બાંધે છે? તો તમને જણાવી દઈએ કે સુશ્રુત સંહિતામાં વર્ણિત છે, કે માથાની અંદર જ્યાં વાળોનું કેન્દ્ર હોય છે ત્યાં સંપૂર્ણ નાડીઓ અને સંધિઓનું મિલન થાય છે. અને તેને અધિપતિ મર્મ કહેવામાં આવે છે.
તે સ્થાન પર જો વ્યક્તિને વાગે છે તો તેનું મૃત્યુ પણ થાય છે. તે કારણે મનુષ્યની બધી જ્ઞાનેન્દ્રિઓનો સંબંધ તેનાથી જ થાય છે. અને કર્મ ઈન્દ્રીઓનો સંબંધ મસ્તુ લીંગથી થાય છે. અને સાથે જ એમની જ્ઞાનેન્દ્રિઓ શક્તિશાળી થાય છે. બાળકોના જન્મના પહેલા, ત્રીજા, પાંચમાં કે સાતમાં વર્ષના અંતમાં મુંડન કરે છે. તથા માત્ર જે સ્થાને ચોટી રાખે છે તે સ્થાનને સહસ્ત્રાર કહેવાય છે. તે સ્થાનના થોડા નીચેના ભાગમાં આત્માનો નિવાસ હોય છે. ચોટી રાખ્યા પછી તે કારણે ગાંઠ પણ લગાવવામાં આવે છે.