શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણોને કરાવો છો ભોજન તો આ ભૂલો કરવાથી બચો, પિતૃ થાય છે નારાજ.

શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજન કરાવતી વખતે આ 6 નિયમોને ન કરો ધ્યાન બહાર, નહિ તો નારાજ થઇ જશે પિતૃ.

પિતૃ પક્ષમાં ઘણા કર્મો માંથી એક કર્મ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું છે. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા ભોજન સીધું પિતૃ સુધી પહોચે છે. બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર શ્રાદ્ધની વિધિ પૂર્ણ થતી નથી. પણ ભોજન કરાવતી વખતે કોઈ પણ ખામી રહી જાય છે તો પિતૃ નારાજ થઈને પાછા ફરી જાય છે, જેના પરિણામ સ્વરૂપ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

પિતૃ પક્ષ એટલે કે 16 દિવસ સુધી ચાલતા શ્રાદ્ધમાં પિતૃને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે. 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી ચાલનારા પિતૃ પક્ષમાં શ્રાદ્ધની તિથી ઉપર બ્રાહ્મણને નિમંત્રણ આપવામાં આવે છે. માન્યતા છે કે બ્રાહ્મણોના મુખ દ્વારા જ દેવતા હવ્ય અને પિતૃ કવ્ય ગ્રહણ કરે છે.

આ દરમિયાન તમે પિતૃના નામથી દાન કરી શકો છો, પણ જો શક્ય ન હોય તો શ્રાદ્ધની તિથીના દિવસે જ વિધિવત શ્રાદ્ધ કર્મ કરી શકો છો. જો તેમના શ્રાદ્ધ કર્મમાં કોઈ પણ અછત રહી જાય છે, તો તે નારાજ થઈને પાછા ફરી જાય છે, જેના પરિણામ સ્વરૂપ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તો આવો જાણીએ પિતૃ પક્ષમાં બ્રાહ્મણોને ભોજન કરાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ.

એટલા માટે જરૂરી છે બ્રાહ્મણ ભોજન : જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રાએ જણાવ્યું કે, પિતૃ પક્ષમાં ઘણા કર્મો માંથી એક કર્મ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું છે. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલું ભોજન સીધું પિતૃ સુધી પહોંચે છે. એમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુટુંબનું એક રક્ષા કવચની જેમ રક્ષણ કરે છે. બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર શ્રાદ્ધની વિધિ પૂર્ણ થતી નથી.

(1) ક્ષેત્રીય હોવા જોઈએ બ્રાહ્મણ : શ્રાદ્ધ ભોજન માટે જે પણ બ્રાહ્મણને બોલાવો તે ક્ષેત્રીય હોવા જોઈએ. એટલે કે તમારી આસપાસના જ હોવા જોઈએ. તેમને આમંત્રણ આપીને આવો. પ્રયત્ન કરો કે ભોજનમાં એવું ભોજન બનાવો જે પિતૃને પસંદ હોય. જો શક્ય હોય તો તે તિથીના દીવસે પિતૃના નામથી દાન કરવું જોઈએ, એમ કરવાથી પિતૃનો આત્મા તૃપ્ત થાય છે.

(2) બપોરના સમયે કરો શ્રાદ્ધ : શ્રાદ્ધ કરતી વખતે સમયનું ધ્યાન રાખવું જોઈએ. તેના માટે હંમેશા બપોરનો સમય પસંદ કરો, કેમ કે સવાર અને સાંજનો સમય દેવ કાર્યો માટે છે અને બપોરનો સમય પિતૃનો માનવામાં આવે છે. બ્રાહ્મણોની એવી સેવા કરો, જેવી તમે તમારા પિતૃની કરવા માંગો છો. ભોજન માટે બ્રાહ્મણને દક્ષિણ દિશા તરફ મોઢું કરીને લાકડાની પાટ કે કુશના આસન ઉપર બેસાડો, કેમ કે દક્ષીણ દિશા યમની દિશા માનવામાં આવે છે અને તે દિશા માંથી પિતૃ આવે અને જાય છે.

(3) આ વાસણનો ન કરો ઉપયોગ : બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે પિત્તળ, તાંબા, ચાંદી, કાંસા વગેરેના વાસણ વાપરવા જોઈએ. અને રસોડામાં પણ બ્રાહ્મણોનું ભોજન પણ એવા વાસણોમાં જ બનાવવું જોઈએ. ભૂલથી પણ લોખંડના વાસણ ન વાપરો. એમ કરવું શુભ નથી માનવામાં આવતું. શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણને ગાયના દૂધ માંથી બનેલી વસ્તુ જેવી કે ખીર, મીઠાઈ વગેરે ખવરાવો. બ્રાહ્મણ ભોજનમાં ધ્યાન રાખો કે, કોઈ પણ વાસી વાનગી પીરસવી ન જોઈએ.

(4) મૌન રહીને કરાવો ભોજન, બોલો નહિ : બ્રાહ્મણને ભોજન કરાવતી વખતે મૌન ધારણ કરવું જોઈએ, જેથી ભોજન કરતી વખતે પિતૃને કોઈ તકલીફ ન પડે. અને બ્રાહ્મણોએ પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો કાંઈ જોઈએ તો ઈશારામાં જણાવી શકે છે. માન્યતા છે કે બોલવાથી પિતૃને ભોજન નથી પહોંચતું. ક્યારે પણ બ્રાહ્મણોને એ ન પૂછો કે ભોજન કેવું છે, એમ કરવાથી ભોજન કરવામાં રોક ટોક થતી રહે છે.

(5) આ વાત જરૂર પૂછી લો : બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા એ જરૂર પૂછી લો કે, તે ક્યાંક બીજે જઈને તો ભોજન નથી કરવાના ને. એક જ દિવસમાં એકથી વધુ ઘરમાં ભોજન કરવું યોગ્ય નથી માનવામાં આવતું.

(6) દક્ષીણ દિશામાં પ્રગટાવો દીવો : શ્રાદ્ધના દિવસે દક્ષીણ દિશામાં પિતૃના નામનો એક દીવો પ્રગટાવવો જોઈએ. એમ કરવા પર પિતૃ શ્રાદ્ધથી તૃપ્ત થઈને શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુ થવા, વંશ-વૃદ્ધી, ધન, વિદ્યા, રાજ્યસુખ અને મોક્ષના આશીર્વાદ આપે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.