બ્રાઝિલના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામ, નીલકંઠ વર્ણીનો અભિષેક કરી આશીર્વાદ લીધા

મિત્રો, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Brazilan President Jair Bolsonaro) એ નવી દિલ્હીમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી અને પોતાના ભારતના પ્રવાસ પર પ્રથમ સ્ટોપ તરીકે પસંદ કર્યું.

24 જાન્યુઆરી 2020 ના રોજ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ નવી દિલ્હીમાં આવેલ સ્વામિનારાયણ અક્ષરધામ (Swaminarayan Akshardham) ની મુલાકાત લઇને ભારતની પહેલી પ્રથમ રાજ્ય યાત્રાની શરૂઆત કરી હતી.

તે ભારતના 71 માં પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે. બોલ્સોનારો અહીં 50 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે.

બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી જ્ઞાનમુનિ સ્વામી દ્વારા રાષ્ટ્રપતિ બોલ્સોનારોને પરંપરાગત રીતે વધાવવામાં આવ્યા હતા.

તેમની મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં તેમનું સન્માન કર્યું હતું, અને તેમણે અભિષેક પણ કર્યો હતો. તેઓએ શૈક્ષણિક સંસ્કૃતિ વિહારનો પણ પ્રવાસ કર્યો, જે એક સાંસ્કૃતિક સફર છે, જે ભારતના 10,000 વર્ષનો વારસો અને સમાજમાં ફાળો દર્શાવે છે.

અક્ષરધામની તેમની મુલાકાત અંગે રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ નોંધ્યું, “આ ખરેખર નિ:સ્વાર્થ સેવાનું સમર્પણ છે. અક્ષરધામ પરંપરાઓ, સંસ્કૃતિ, વિદ્વતા અને ભવ્યતાની દ્રષ્ટિએ પ્રભાવશાળી છે.”

જેવું અમે જણાવ્યું એમ 26 જાન્યુઆરીના રોજ તે મુખ્ય અતિથિ બનવાના છે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહેનાર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનું ભારત આવવા પર સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની યાત્રાથી ભારત અને બ્રાઝીલ વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનું હાર્દિક સ્વાગત છે. અમને તેમની મહેમાનગતિ કરવાની ખુશી છે, અને અમે આપણા ગણતંત્ર દિવસના સમારોહમાં તેમના ભાગ લેવા પર ઘણા ઉત્સુક છીએ.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલ્સોનારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 24-27 જાન્યુઆરી દરમિયાન ભારતના રાજકીય પ્રવાસ પર સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને તેમનું સ્વાગત કર્યું. તે 26 જાન્યુઆરીએ ભારતના 71 માં ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અથિતિના રૂપમાં હાજરી આપશે.

વિદેશ મંત્રાયલ તરફથી મળેલી જાણકારી અનુસાર તેમની સાથે સાત મંત્રી, બ્રાઝીલના સંસદમાં બ્રાઝીલ-ભારત મૈત્રી સમૂહના અધ્યક્ષ, વરિષ્ઠ અધિકારી અને એક મોટુ વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે.