બ્રેડ તમે કોઈ પણ રીતે ખાવ તે કોઈ ને કોઈ રીતે તમારા હ્રદય અને મગજ માટે નુકશાનકારક છે.

આજકાલ જોવા મળે છે કે લોકો સમય બચાવવા માટે સવારે નાસ્તામાં બ્રેડ કે ડબલ રોટીનો ઉપયોગ કરતા રહે છે પરંતુ, બ્રેડ ખાવાથી ઘણા નુકશાન થાય છે. બ્રેડ કે ડબલ રોટી નો તો ઘણા વર્ષોથી દુનિયાભરમાં ખાવામાં આવે છે, જ્યાં જુવો ત્યાં ઘરમાં નાસ્તા તરીકે કે પછી પીઝાના રૂપમાં કે પછી બર્ગરમાં પણ બ્રેડ જ ખાવામાં આવે છે અને લોકો તો ખુબ જ ગર્વ સાથે ખાય છે. જો સવારે નાસ્તો બનાવવાનો સમય નથી તો ફ્રિજમાંથી બ્રેડ કાઢીને બટર કે જામ લગાડ્યો અને ખાઈ ગયા. બ્રેડ કોઈ પણ પ્રકારે ખાવામાં આવે તે કોઈ ને કોઈ રીતે તમારા હ્રદય અને મગજને નુકશાન કરે છે.

આપડે ત્યાં હજુ આ કલ્ચર આવ્યું નથી પણ ધીમે ધીમે આવતું જાય છે તેને રોકવું જોઈએ. વિદેશ માં માબાપ ને એમના બાળકો માટે સમય હોતો નથી એટલે બાળકો ને મોલ માંથી તૈયાર આવા પડીકા લાવી ખવડાવે છે અને એ લોકો ને રોટલી, રોટલા, પરોઠા, થેપલા, ખાખરા, જેવા હેલ્ધી ભોજન બનાવતા આવડતું પણ નથી હોતું. બ્રેડ કોઈપણ રૂપ રંગ કે સાઈઝમાં હોય, તે તમારા આરોગ્ય માટે નુકશાનકારક છે.

ન તો તમા કોઈ પ્રોટીન કે વિટામીન હોય છે ન તો ફાઈબર. સફેદ બ્રેડ, ભૂરી બ્રેડથી વધારે નુકસાનકારક હોય છે. સફેદ બ્રેડમાં ખુબ જ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, સોડીયમ અને ગ્લુંટેન ભળેલ હોય છે. જે ઘણી બીમારીઓ ઉત્પન કરે છે, જો તમને વધુ ભૂખ લાગે કે પછી બ્રેડ ખાવાની ખુબ ઈચ્છા થાય તો પ્રયત્ન કરો તમે ભૂરી બ્રેડ જ ખાશો, નહી તો તમારે કોઈ પણ પ્રકારની બ્રેડ ન ખાવી જોઈએ. આવો જાણીએ બ્રેડ ખાવા થી થતા નુકશાન વિષે.

મોટાપો વધારે : ભલે બ્રેડમાંથી થોડી કેલેરી મળતી હોય, પણ તેનાથી સવારે શરીરમાં ખુબ જ વધુ પ્રમાણમાં કેલેરી વધી જાય છે. તેને કેક કે બર્ગર ના સ્વરૂપમાં લેવાથી તેમાં રહેલા એક્સ્ટ્રા સોલ્ટ અને શુગર વજન વધારવામાં મદદ કરે છે.

ભૂખ ઓછી થતી નથી : ઘણા લોકોને જયારે ભૂખ લાગે છે ત્યારે ભૂરી બ્રેડની જગ્યાએ સફેદ બ્રેડ ખાવાનું પસંદ કરે છે કેમ કે તે વધુ મીઠી હોય છે. પરંતુ તે બ્રેડ પેટ ભરવા માટે બિલકુલ કામમાં આવે તેવી નથી. તેમાં કાર્બ કન્ટેટ વધુ હોય છે અને તેનાથી પેટ પણ નથી ભરાતું.

ગ્લુટેન વિષે : બ્રેડમાં ખુબ જ વધુ ગ્લુટેન એટલે કે લીસલીસા પદાર્થ હોય છે જે Siliek રોગ ને આમંત્રણ આપે છે. બ્રેડ ખાવાથી ઘણા લોકોના પેટ ખરાબ થઇ જાય છે તે ગ્લુટેનને લીધે થાય છે. દરેક ને આવી તકલીફ થતી નથી પરંતુ આની એક આ સાઈડ ઇફેક્ટ પણ છે.

કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ : બ્રેડમાં ઘણી વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. શરીર માટે થોડું કાર્બોહાઈડ્રેટ ફાયદાકારક હોય છે. પરંતુ તેનું વધુ પ્રમાણ નુકશાનકારક બને છે. વધુ રીફાઈંડ કાર્બોહાઈડ્રેટ ખાવાથી લોહીનું દબાણ વધી જાય છે જેથી મધુમેહ, હાર્ટ એટેક અને બ્રેન ડેમેજ દુર થઇ શકે છે.

પીંપળ ની તકલીફ : સફેદ બ્રેડમાં સેનચુરેટેડ અને ટ્રાન્સફેટ હોય છે. જે શરીરમાં સીબમનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરે છે, જેથી ફોડલા ની શક્યતા રહે છે.

દાંતમાં સડો કરે : તેમાં ઉચા લેવલના પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે જે દાંતમાં સડો ઉત્પન કરે છે.