બ્રેડ આરોગ્ય માટે ખુબ નુકશાનકારક છે, જે લોકો એ વિચારે છે કે બ્રેડ ખાઈ શકાય છે, તે ખુબ ખોટું વિચારે છે, મેંદામાંથી બનેલ આ બ્રેડ તમારા આરોગ્યમાં ગોટાળા કરવા માટે પુરતી છે. તે અસંખ્ય ગંભીર રોગો નું કારણ બની શકે છે. અને બીમાર વ્યક્તિ માટે તો આમ પણ ઝેર છે, તેવામાં બીમાર વ્યક્તિને બ્રેડને બદલે દાળિયા, ખીચડી, બાફેલા મગ, વગેરે ખવરાવવી જોઈએ, ભૂલથી પણ બ્રેડ કે મેંદા ની બનેલી ડબલ રોટી ન આપવી.
સવારની દોડદોડ થી બ્રેડ અને ડબલ રોટી ને આપણે બધાએ ધરનો ખાસ ભાગ બનાવી લીધેલ છે. નાસ્તો તૈયાર કરવાની દોડધામ અને ખાવાની ઉતાવળમાં બ્રેડ અને ડબલ રોટી થી ઉત્તમ બીજો કોઈ વિકલ્પ આપણે ને જોવા મળતો નથી. ભલે તે ઝડપથી તૈયાર થઈ જનાર સેન્ડવીચ હોય, બ્રેડ હોય કે પછી બ્રેડ મખ્ખન તે આપણા બધાના જીવનનો ભાગ બની ગયેલ છે. પણ શું તમે જાણો છો કે બ્રેડ અને ડબલ રોટી ખાવું કેટલું વધુ નુકશાનકારક હોઈ શકે છે.
પેટપીક અલ્સર નો ભય.
વધુ પ્રમાણમાં બ્રેડ ખાતા પહેલા તો કબજિયાતના રોગની શરૂઆત થશે, પછી ધીમે ધીમે આમાશયમાં છિદ્ર (પેપટીક અલ્સર) જેવી સ્થિતિ ઉભી થશે.
હ્રદય માટે ખતરનાક
બ્રેડમાં હાઈ લેવલના સોડીયમ હોય છે જો કે બ્લડપ્રેશર અને હાર્ટ ની બીમારીને વધારે છે. જે લોકોને બ્રેડ ખાવાની ટેવ હોય છે તે આ વાતથી અજાણ હોય છે કે તેમના શરીરમાં કેટલું વધુ મીઠું એકઠું થઇ ગયું હશે અને તે ઘણી બીમારીઓની ઝપટમાં આવી રહ્યા છે.
લીવરને ડેમેજ.
બ્રેડ મેંદામાંથી બનેલ હોવાથી શરીરને તે પચાવવામાં ઘણી મહેનત કરવી પડે છે. અને તેમાં રહેલ કાર્બોહાઈડ્રેટ લીવરને ડેમેજ કરવામાં કોઈ કસર નથી છોડતું.
પોષક તત્વોનો અભાવ
બીજી વસ્તુની સરખામણીમાં બ્રેડમાં ખુબ ઓછા પોષક તત્વ હોય છે. ખાસ કરીને સફેદ બ્રેડમાં નહી તો કોઈ બ્રેડ ખાવાથી ફાઈબર મળે છે નહી તો કોઈ ફાયદો. એક રીતે કોઈ પોષક તત્વ આપણા શરીર માં જતું નથી. જો તમે બ્રેડની ટેવને છોડી નથી શકતા તો સફેદ બ્રેડની જગ્યાએ હોલ ગ્રીન બ્રેડ ખાવાનું શરુ કરી દો. તે સરખામણીમાં ઉત્તમ છે.
પેટ માટે ખતરનાક
બ્રેડના ઘણું વધુ ગ્લુટેન એટલે કે લીસલીસો પદાર્થ હોય છે જે પણ રોગને આમંત્રિત કરે છે. બ્રેડ ખાધા પછી ઘણા લોકોના પેટ ખરાબ થઇ જાય છે. જેપણ ગ્લુટેન ઇંટોલરેન્સ નું કારણ હોય છે.
વજન વધારે છે
જો તમે બ્રેડ ના ઘણા શોખીન છો તો તમારું વજન વધવું લગભગ નક્કી છે. તેમાં રહેલ મીઠું, ખાંડ અને પ્રીજરવેટીવ્સ વજન વધારવાનું કારણ છે.
આ કોઈ પોષક આહાર નથી
જો તમે ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે બ્રેડ ખાધા પછી પણ ભૂખ શાંત થતી નથી. તે ફીલર ની જેમ કામ કરે છે પણ તેને એક ટક ના આહાર તરીકે લેવું યોગ્ય નથી. આમ તો નાસ્તો સૌથી હેલ્દી હોવો જોઈએ. તેવા માં તમારા માટે બ્રેડનો વિકલ્પ શોધવો ઘણું જરૂરી છે.
હોલ- ગ્રેન બ્રેડ – લોટ વાળી બ્રેડ.
સફેદ બ્રેડ ને બદલે આજકાલ બજારમાં લોટમાંથી બનેલ બ્રેડ મળે છે, જો ડોક્ટર કોઈ કારણોસર તમને બ્રેડ ખાવાનું કહે તો તેનો અર્થ છે લોટમાંથી બનેલ બ્રેડ ખાવી જોઈએ. લોટની બ્રેડમાં પણ કોઈ પોષક તત્વ નથી હોતા, પણ તે બનાવવાની પ્રોસેસથી લોટના બધા ગુણ ખલાશ થઇ જાય છે. લોટ વાળી બ્રેડ પણ માટે મજબુરીમાં ખાઈ શકાય છે.
જો ડોક્ટર મોઢું ફાડીને કહી દે છે કે બ્રેડ ખાવ, આવા મુર્ખ ડોક્ટરથી સાવચેત રહો, કેમ કે તેમાં કોઈ પોષક તત્વ તો હોતા નથી, અને મેંદામાંથી બનેલ હોવાથી અનેક રોગોનુ કારણ બની શકે છે.