ફેરા પછી સિંદુર લગાવતી વખતે કન્યાએ પકડી લીધો વરરાજાનો હાથ, કહ્યું ફેરા તો ફરી લીધા પણ…

આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. કોઈપણ લગ્નમાં નાની મોટી ભૂલ ચૂક તો થતી રહે છે. પરંતુ હદ તો ત્યારે થઇ જાય છે જયારે લોકો નાની એવી વાતનો મોટો મુદ્દો બનાવી દે છે. તમે અત્યાર સુધી લગ્ન તુટવાની ઘણી ચિત્ર વિચિત્ર ઘટના વિષે સાંભળ્યું હશે. ક્યારેક મહેમાનોનું ખાવાનું ઓછું પડી જવા ઉપર લોકો લગ્ન તોડી દે છે, તો ક્યારેક માંગ્યા મુજબ દહેજ ન મળવા ઉપર. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે એક એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ જે વાંચ્યા પછી તમે વિચારમાં પડી જશો કે કેવું લગ્ન જેવા પવિત્ર બંધનને ઘણા લોકો મજાક બનાવી રાખે છે.

આજકાલ લોકો લગ્ન તોડવામાં જરા પણ અચકાતા નથી. રાંચીમાં એક કન્યાએ ફેરા લીધા પછી છેલ્લી ઘડીએ સિંદુર પુરવાની વિધિ પૂરી કરવાની ના કહી દીધી. જયારે તેની પાછળનું કારણ જાણવા મળશે તો તમે તમારું માથું પકડી લેશો. ખરેખર શું છે આખી બાબત આવો તમને જણાવીએ છીએ.

સિંદુર પુરવાની વિધિ માટે ના કહ્યું :

જણાવી દઈએ કે આદિત્યપુરના રહેવાસી અમિતના લગ્ન ગાલુડીહ ગામની રહેવાસી એક છોકરી સાથે નક્કી થયા હતા. ૬૦-૭૦ જાનૈયા લઈને અમિત લગ્ન કરવા ગાલુડીહ પહોંચ્યા હતા. લગ્નના બધા રીવાજ પુરા થયા પછી જયારે સિંદુર પુરવાનો સમય આવ્યો તો કન્યાએ અચાનક વરરાજાનો હાથ પકડી લીધો અને સિંદુર પૂરવાની મનાઈ કરી દીધી. તે જોઈને ત્યાં હાજર રહેલા લોકો દંગ રહી ગયા અને વિચારમાં પડી ગયા કે છેવટે કન્યા એવું કેમ કરી રહી છે. પરંતુ પાછળથી જયારે કન્યાએ પોતાની ફેમીલીને એ વાત જણાવી તો બન્ને પરીવારો વચ્ચે ચર્ચા શરુ થઇ ગઈ.

વરરાજાને ન હતી આંગળી :

જણાવી દઈએ કે ફેરા પછી સિંદુર પુરવા દરમિયાન કન્યાએ જોયું કે છોકરાની એક આંગળી નથી. તે જોતા જ કન્યાએ સિંદુર પુરવાની વિધિ માટે મનાઈ કરી દીધી. કન્યાએ આ વાત પોતાના ઘર વાળાને જણાવી. એ સાંભળીને છોકરા વાળાને જણાવ્યું તેની સાથે ચર્ચા શરુ થઇ ગઈ. બન્ને પક્ષમાં લગભગ ૩ કલાક સુધી ચર્ચા ચાલી. છેવટે જયારે રસ્તો ન નીકળ્યો ત્યારે છોકરા વાળા લગ્ન કર્યા વગર જ જવા લાગ્યા. સ્તિતિ બગડવાથી ગામના લોકોએ વરરાજાની ગાડીની આગળ બાઈકો મુકી દીધી.

અકસ્માતમાં કપાઈ ગઈ હતી આંગળી :

વરરાજાના જણાવ્યા મુજબ તેની એક આંગળી મશીનમાં કપાઈ ગઈ હતી. થોડા વર્ષો પહેલા તેની સાથે એક અકસ્માત થયો હતો જેમાં તેની એક આંગળી મશીનમાં આવીને કપાઈ ગઈ હતી. તેને કોઈ પણ પ્રકારની કોઈ બીમારી નથી. તે સાંભળ્યા પછી લોકોએ કન્યાપક્ષ વાળાને સમજાવ્યા પછી વાત થોડી થાળે પડી. ઘણું સમજાવ્યા પછી છોકરી વાળા લગ્ન કરવા માટે રાજી થયા ત્યાર પછી પોલીસની દેખરેખમાં લગ્ન પુરા થયા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.