હેલીકોપ્ટર દ્વારા વિદાય થઇ ને સાસરીયે ગઈ મજુર ની દીકરી, પિતા એ કહ્યું, છોકરી આવી રીતે વિદાય થશે એવું વિચાર્યું પણ ન હતું

મિત્રો આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તમે ઘણા પાર્ટી પ્લોટમાં વિવિધ પ્રકારની થીમ પર તૈયાર કરાયેલા સેટમાં લગ્ન થતા જોયા હશે. તેમજ તમે એવા પણ વરરાજા જોયા હશે જે પોતાનો વરઘોડો અતરંગી રીતે લઈને મંડપ સુધી પહોચે છે. પણ તમે કયારેય વરરાજાને હેલીકોપ્ટરમાં આવતા જોયો છે? એ પણ નકલી નહિ અસલી હેલીકોપ્ટર. કદાચ નહિ જોયો હોય. પણ હાલમાં એક એવા લગ્ન ચર્ચામાં છે જેમાં વરરાજો જેમાં વરરાજો હેલીકોપ્ટરમાં આવ્યો અને એમાં જ પોતાની પત્નીને લઈને ગયો. આવો તમને એના વિષે થોડું વિસ્તારથી જણાવીએ.

હસનગઢના રહેવાસી સતબીર યાદવ (છોકરી અને છોકરા બન્નેના પિતાનું નામ સતબીર છે) એ જણાવ્યું કે તે મજુરી કરે છે. તેના ત્રણ બાળકો છે. એમાં દીકરો સતીશ મોટો છે. પણ દીકરીના લગ્નને લઈને તેમને હંમેશા ચિંતા રહેતી હતી. એમનું કહેવું છે કે ભગવાનની કૃપા અને દીકરીનું નસીબ જ છે, કે તે આજે હેલીકોપ્ટરમાં વિદાય થઇ રહી છે. મેં ક્યારેય પણ વિચાર્યુ ન હતું કે મારી દીકરીની હેલીકોપ્ટરમાં વિદાય થશે.

હેલીકોપ્ટરમાં લઇ ગયા વહુને :

સંજયના પિતા સતબીરનું કહેવું છે, કે મારા દીકરાના લગ્ન દહેજ વગર કરવાની પાછળનો ઉદેશ્ય લોકોને બેટી બચાવોનો સંદેશ આપવાનો હતો. જેથી લોકો દિકરીને બોજ ન સમજે, અને દીકરીઓને પણ દીકરા જેટલું મહત્વ આપે. આ લગ્ન બાબતે ગામલોકોનું કહેવું છે, કે ગામમાં પહેલી વખત આવા લગ્ન જોવા મળ્યા છે, જેમાં ન તો છોકરા વાળા તરફથી કોઈ દહેજ લેવામાં આવ્યું, અને લગ્ન પછી દીકરીની વિદાય વરરાજા સાથે હેલીકોપ્ટરમાં થઇ.

સંજયના પિતા સતબીરે જણાવ્યું, કે આ લગ્ન માટે અમે છોકરીના પિતા સામે માત્ર એક જ શરત મૂકી હતી, કે દહેજ નહિ લઈએ અને શુકન પણ માત્ર એક રૂપિયો જ લઈશું. તેમજ છોકરીના કુટુંબીજનોની સંમતી પછી જ અમે આ લગ્ન માટે તૈયાર થયા હતા. તેમનો એક જ દીકરો છે. અને તેની ઈચ્છા હતી કે તે હેલીકોપ્ટરમાં લગ્ન કરવા જશે અને વહુને હેલીકોપ્ટરમાં ઘરે લઈને આવશે. એમની પુત્રવધુ સંતોષ બીએ પાસ છે. જો કે વરરાજો સંજય બીએ ફાઈનલમાં છે. હાલમાં હજુ વરરાજાથી વધુ વહુ ભણેલી છે. હેલીકોપ્ટર ૧૦ ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે હસનગઢ ગામમાં ઉતર્યુ હતું.

છોકરીના પિતાએ કહ્યું કે મારી દીકરી હેલીકોપ્ટરમાં સાસરે જશે એવું મેં કયારેય વિચાર્યુ પણ ન હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.