વરમાળા પહેરાવ્યા પહેલા સ્ટેજ પર દુલ્હને લીધો મોટો નિર્ણય, અને પછી ઘીરેથી પોલીસને લગાવી દીધો ફોન

આજના સમયમાં છોકરીઓ છોકરાઓથી કોઈ બાબતમાં પાછળ નથી. ખાસ કરીને વાત જ્યારે કંઈ ખોટું થવાની હોય તો આજની મોર્ડન છોકરી મૌન નથી રહેતી, અને પોતની સમજદારીથી ખોટાને સાબિત કરીને માને છે. કાંઈક એવી જ ઘટના હાલમાં જ જોવા મળી. જ્યાં એક છોકરીએ દારુ સામે વિરોધ વ્યક્ત કરીને એક નવો દાખલો બેસાડ્યો છે. છોકરીના લગ્નમાં થોડો જ સમય બાકી હતો અને વરમાળા માટે છોકરા વાળા સ્ટેજ ઉપર આવી ગયા હતા. પરંતુ દારુ પી ને આવેલા જાનૈયા સાથે વરરાજાને જોઈને છોકરીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના કહી દીધી.

સમાચારોના જણવ્યા મુજબ આ ઘટના ગુરુવારની છે જયારે સિપાહી ઉદય સિંહની જાન સુલાનગંજના અકબરપુરમાં આવી હતી. જાનૈયા અને વરરાજાને દારૂમાં ધુત જોઈને વરવધુએ પોલીસને જાણ કરી, ત્યાર પછી બન્ને બાપ દીકરાની પોલીસે ધરપકડ કરી લીધી. વરરાજો પોતે એક પોલીસનો જવાન છે.

વરવધુએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું, કે વરરાજા ઉદય સિંહ અને તેના થોડા દોસ્ત દારુના નશામાં ધુત હતા. એટલે જયારે જાન તેના ઘરના દરવાજા ઉપર પહોચી તો તે ડીજેના સંગીત ઉપર નાચવા લાગ્યા, અને સમજ્યા વિચાર્યા વગર માંડવીયા સાથે મારપીટ કરવા લાગ્યા. એ મારપીટને લીધે છોકરાના મામા, નાના અને પિતા રાજકિશોર ખરાબ રીતે ઘાયલ થઇ ગયા. જયારે છોકરી પક્ષ વાળાને પણ ઘણી ઈજા થઇ. જેમ તેમ કરી મામલો શાંત થયો તો વરરાજાના પક્ષના લોકો સ્ટેજ ઉપર વરમાળા માટે એકત્રિત કરવામાં આવ્યા. તે દરમિયાન વરરાજાના મોઢામાંથી દારુની દુર્ગધ આવી રહી હતી જયારે તેના દોસ્ત પણ આમ તેમ પડી રહ્યા હતા.

વરવધુના જણાવ્યા મુજબ તે ત્યાં ઉભી રહીને ઘણા સમય સુધી છોકરા પક્ષની મનમાનીઓ જોતી રહી, અને છેવટે પોલીસને છાનામાના ફોન કરી દીધો અને આખી ઘટનાની જાણકારી આપી દીધી. ત્યાર પછી નશામાં ધુત જાનૈયા ત્યાંથી ભાગી ગયા. જો કે વરરાજાના પિતા અને વરરાજાની પોલીસે ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધા. વરવધુ અનુષાના જણાવ્યા મુજબ, છોકરો નશાનો ખાસ કરીને દારુનો બંધાણી હતો, એટલે તે ક્યારે પણ કોઈની સાથે મારપીટ કરી શકતો હતો. તો જો તે તેની સાથે લગ્ન કરે તો તેનું ભવિષ્ય સુધરવાને બદલે ઉલટું વધુ જોખમમાં પડી શકતું હતું.

લગ્નના દિવસે જ પોતાના થનાર પતિને નશામાં પડતા સંભાળતા જોઈને વરવધુ અનુષાનું દિલ ભરાઈ ગયું, અને તેણે આ લગ્નને તોડવા જ યોગ્ય સમજ્યું. અનુષ્કાના જણાવ્યા મુજબ એક દારૂડિયા સાથે આખું જીવન બગાડવાથી સારું હતું કે તે લગ્ન તોડીને કુંવારી જીવે. એટલા માટે તેણે સમયસર જ લગ્ન માટે ના કહી દીધી, અને પોલીસને ઘટના વિષે જાણ કરી દીધી. અનુષાના જણાવ્યા મુજબ પોલીસવાળા જ નશાના બંધાણી છે, તો તે દેશની જનતાની જવાબદારી તે કેવી રીતે ઉઠાવી શકવાના હતા. અને બીજી તરફ રાત આખી જેલની હવા ખાધા પછી વરરાજા ઉદય સિંહ અને પિતા રાજકિશોરને પોતાની ભૂલનો અનુભવ થયો અને પોલીસે તેને છુટા કરવાની વિનંતી કરી.