રાજસ્થાનના બ્રીજરાજ ભવન પેલેસને કેમ કહેવાય છે ભૂતિયા હવેલી, જાણવા માંગો છો તેની ભૂતિયા સ્ટોરી?

આ હવેલીમાં લોકોએ જોયું છે મેજરનું ભૂત, સંભળાય છે વિચિત્ર અવાજ, જાણો તેના બિહામણા ઇતિહાસ વિશે.

રાજસ્થાનમાં આમ તો ઘણી ભૂતિયા જગ્યાઓ છે, જ્યાં જવામાં સારા સારાનો પરસેવો છૂટી જાય છે. તેમાં ભાનગઢનો કિલ્લો, કુલધરા ગામ અને એક છે કોટાનું બ્રીજરાજ ભવન પેલેસ, જેને ભૂતિયા હવેલીના નામથી પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજોના સમયની આ હવેલીને હવે હોટલના રૂપમાં પરિવર્તિત કરવામાં આવી છે. આજે આ હોટલનું નામ રાજસ્થાનની ઘણી મોટી હોટલોમાં જોડાયેલું છે.

બ્રીજ ભવનનું નિર્માણ ઈ.સ. 1857 ની આસપાસ ચંબલ નદી પાસે થયું હતું, તે દરમિયાન દેશમાં ક્રાંતિની લહેર ચાલી રહી હતી, જેને લઈને હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઘણો વાદ વિવાદ થતો રહેતો હતો. હિંદુ અને મુસ્લિમના ઝગડાનો ફાયદો અંગ્રેજ ઉઠાવી રહ્યા હતા. આ બંનેમાં ઝગડો વધે તેના માટે અંગ્રેજો હિંદુના મંદિરની બહાર ગૌમાંસ અને મસ્જીદ સામે સુઅરનું માંસ નખાવી દેતા હતા.

એમ કરવાને કારણે જ હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઝગડા વધતા જતા હતા. પણ થોડા દિવસો પછી સમય બદલાયો અને 1857 માં એ અફવા ઉડાડવામાં આવી કે ભારતીય સૈનિકોની બન ડુકો બનાવવામાં ગાયનું માંસ અને સુઅરના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. બસ તે સાંભળ્યા પછી સેનાના જવાન ભડકી ઉઠ્યા અને તેમણે એક સાથે બ્રિટીશ શાસન વિરુદ્ધ મોરચો ખોલી દીધો.

કહેવામાં આવે છે કે, જયારે ભારતીય સૈનિકોએ વિરોધ કર્યો હતો ત્યારે મેજર ચાર્લ્સ બર્ટન અને તેના બે જોડિયા બાળકો આ હવેલીમાં રહેતા હતા. ત્યાર પછી ભારતીય સૈનિક હવેલીને ચારે તરફથી ઘેરીને અંદર ઘુસી ગયા અને મેજર ચાર્લ્સ બર્ટન અને તેના દીકરાઓને ચા-કુ-થી મા-રી-ના-ખ્યા. એવું માનવામાં આવે છે કે ત્યારથી તે ત્રણેયનો આત્મા અહિયાં ભટકી રહ્યો છે.

કોટાની પૂર્વ મહારાણીએ પણ આ હવેલી સાથે જોડાયેલી ઘણી વિચિત્ર એવી ઘટનાઓ વિષે જણાવ્યું હતું. તેમણે ઘણી વખત પોતાના ડ્રોઈંગ રૂમમાં મેજર ચાર્લ્સ બર્ટનના ભૂતને જોયું હતું. તેમના આત્માએ ક્યારે પણ કોઈને નુકશાન નથી પહોંચાડ્યું. તે ઉપરાંત હોટલમાં આવનારા ગ્રાહકનું કહેવું છે કે, જયારે તે હોટલમાં રોકાતા હતા તો તેમણે ત્યાં ઘણા વિચિત્ર એવા અવાજો સાંભળ્યા હતા.

બ્રીજ ભવન હવે કોટા ગેસ્ટ હાઉસ બની ગયું છે. અહિયાંના સ્ટાફ મુજબ, હોટલની ગેલેરીમાં હંમેશા કોઈના ફરવાનો અવાજ આવે છે. તે ઉપરાંત જયારે પણ કોઈ રાત્રે ધાબા ઉપર ફરવા જાય છે તો તેને મેજરનું ભૂત જોરદાર થપ્પડ મારી દે છે. જોકે એ વાતમાં કેટલું સત્ય છે તેના વિષે કાંઈ કહેવું મુશ્કેલ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.