આ દિવાળી પર ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, નહિ થાય આખું વર્ષ પૈસાની અછત.

દિવાળી પર માં લક્ષ્મીની વિશેષ કૃપા માટે ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, ભરેલી રહેશે ઘરની તિજોરી.

હિંદુઓનો મુખ્ય તહેવાર દિવાળી આ વર્ષે 14 નવેમ્બર, શનિવારના દિવસે આવી રહ્યો છે. દિવાળીના દિવસે ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ પૂજાનો રીવાજ છે. દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતે પ્રયત્નો કરે છે. પછી તે ધનતેરસના દિવસે સોના ચાંદી કે સાવરણી ખરીદવાની હોય, કે પછી લક્ષ્મીજીની પૂજા માટે કોઈ પણ પ્રકારના અનુષ્ઠાન કરવાના હોય. લોકો દરેક રીતે દેવીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. જો તમે પણ માં લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો આવો આ લેખના માધ્યમથી અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે થોડી નાની નાની વસ્તુની ખરીદી કરી માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.

લક્ષ્મી-કુબેરનો ફોટો : જો ઘરમાં પૈસાની તકલીફ પડી રહી છે, તો આ દિવાળીએ ઘરના મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મી અને કુબેરનો એક ફોટો ખરીદીને લગાવી દો. એમ કરવાથી તમારી ઉપર માં લક્ષ્મી અને કુબેર ભગવાન જે ધનના દેવતા છે તે પ્રસન્ન થશે અને તમારા ઘરમાં પૈસાની તંગી ક્યારે પણ નહિ આવવા દે.

સુરાઈ : આ દિવાળી પર માટીની એક સુરાઈ કે ઘડો ખરીદી તેમાં પાણી ભરીને તમે તમારા ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. એમ કરવાથી ક્યારે પણ ઘરમાં પૈસાની તંગી નહિ રહે. પરંતુ એ વાતનું જરૂર ધ્યાન રાખો કે, તે ઘડો કે સુરાઈ ક્યારે પણ ખાલી ન રહે. જ્યારે પણ તેમાં પાણી ખલાસ થઇ જાય તો ફરીથી તેને ભરી દો.

કાચબો : કાચબો ફેંગ શુઈ મુજબ ઘણો જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે વાસ્તુ વિજ્ઞાનમાં પણ કાચબાને એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કાચબાને વાસ્તુ અને ફેંગ શુઈ બંનેમાં સુખ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે ઘરમાં ધાતુનો બનેલો કાચબો રાખો છો, તો તમને ઘણી તકલીફોમાંથી છુટકારો મળી શકે છે. તો આ દિવાળી પર તમારી ખરીદીમાં ધાતુનો બનેલો કાચબો પણ જરૂર સામેલ કરો.

મોરપીંછ : ઘણા ઘરોમાં તમે મોરના પીંછા રાખેલા જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે, જો ઘરમાં યોગ્ય સ્થાન ઉપર યોગ્ય રીતે મોરપીંછ રાખવામાં આવે તો તે તમારી સુખ-સમૃદ્ધિ વધારવાની સાથે સાથે ઘણા લાભ પહોંચાડે છે. માનવામાં આવે છે કે, ઘર કે દુકાનની દક્ષીણ-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવાથી કુટુંબમાં રહેલી પૈસાની તંગી દુર થઇ જાય છે.

પીરામીડ : આ દિવાળી પર તમે પિત્તળ કે તાંબામાંથી બનેલું પીરામીડ ખરીદી શકો છો. પિત્તળ કે તાંબામાંથી બનેલ પીરામીડ જો તમે ઘરના એ ભાગમાં રાખો છો, જ્યાં કુટુંબના સભ્યો સૌથી વધુ સમય પસાર કરે છે, તો આમ કરવાથી ઘરના લોકોની આવકમાં વધારો થાય છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો, અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.