નવા વર્ષ પહેલા ઘરે જરૂર લાવો આ 9 શુભ વસ્તુઓ, ચમકી ઉઠશે નસીબ.

આ 9 વસ્તુઓને માનવામાં આવે છે શુભ, નવું વર્ષ શરૂ થાય તે પહેલા તેને ઘરમાં લાવવાથી થાય છે લાભ.

નવા વર્ષના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેકને વર્ષ 2022 થી ઘણી આશા છે. નવા વર્ષમાં લોકો પૈસા અને પ્રગતિ માટે અનેક વાસ્તુ ઉપાયો કરે છે. આવી સ્થિતિમાં, વાસ્તુશાસ્ત્ર અનુસાર નવું વર્ષ શરૂ થતા પહેલા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ લાવવી જોઈએ જે સુખ અને સમૃદ્ધિ લાવે છે. આવો જાણીએ કે નવા વર્ષમાં ઘરમાં કઈ કઈ વસ્તુઓ લાવવાથી પૈસાની અછત નહીં થાય.

1) ચાંદીનો હાથી : નવું વર્ષ શરૂ થાય તે પહેલા તેને ઘરમાં લઇ આવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેની ચમત્કારી અસર થાય છે. રાહુ અને કેતુની ખરાબ અસર સમાપ્ત થાય છે, સાથે જ વ્યક્તિના ધંધા અને નોકરીમાં પ્રગતિ ચાલુ રહે છે. હાથી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ બની રહે છે.

2) ધાતુનો કાચબો : સૌથી પહેલા તમારા ઘરમાં ધાતુનો કાચબો લાવો. કેટલાક લોકો માટી તથા અને કેટલાક લોકો લાકડાનો નાનો કાચબો લાવીને તેને ઘરમાં ગમે ત્યાં મૂકી દે છે જે યોગ્ય નથી. લાવો તો સારી ધાતુનો સારો કાચબો લાવો. ચાંદી, પિત્તળ અથવા કાંસાથી બનેલો કાચબો શુભ રહેશે. તેને ઉત્તર દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

3) લાફિંગ બુદ્ધા : નવા વર્ષના શુભ અવસર પર તમે લાફિંગ બુદ્ધાને ઘરે પણ લાવી શકો છો. તેને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. તેને ઘરમાં રાખવાથી ધનની અછત નથી થતી.

4) સ્વસ્તિકનું ચિત્ર : સ્વસ્તિકનું ચિત્ર ઘરમાં રાખવાથી દરેક મનોકામના પુરી થાય છે. પુરાણોમાં સ્વસ્તિકને દેવી લક્ષ્મી અને ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક સંસ્કૃત ‘સુ’ અને ‘અસ્તિ’ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે ‘શુભ’. સ્વસ્તિકથી પરિવાર, ધન, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.

5) મોરના પીંછા : મોરના પીંછાને પણ ખૂબ જ શુભ અને ચમત્કારી માનવામાં આવે છે. મોરના પીંછાને ભાગ્યશાળી માનવામાં આવે છે. તે ભાગ્યના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે. પણ ધ્યાનમાં રાખો કે મોરના પીંછાનો ગુચ્છો નહીં ફક્ત 1 થી 3 નંગ મોરના પીંછા જ ઘરમાં રાખવા જોઈએ.

6) ગોમતી ચક્ર : સામાન્ય પથ્થર જેવું દેખાતું ગોમતી ચક્ર ચમત્કારિક હોય છે. તે ગોમતી નદીમાં મળતા હોવાને કારણે તેને ગોમતી ચક્ર કહેવામાં આવે છે. ગોમતી ચક્ર ઘરમાં હોવાથી વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની શત્રુ બાધા નથી રહેતી. તેને લાવો અને સિંદૂરના બોક્સમાં રાખો. 11 ગોમતી ચક્ર લઈને તેને પીળા વસ્ત્રોમાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત બની રહે છે.

7) મોતી શંખ : આમ તો શંખ મોટાભાગના લોકોના ઘરમાં હશે, પરંતુ દક્ષિણવર્તી શંખ અને મોતી શંખનું અલગ જ મહત્વ છે. મોતી શંખ સહેજ ચમકદાર હોય છે. જો આ શંખની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે અને તિજોરીમાં રાખવામાં આવે, તો ઘર, કાર્યસ્થળ, વેપાર સ્થળ અને દુકાનમાં ધન જમા થવા લાગે છે. આવક વધવા લાગે છે.

8) પોપટનું ચિત્ર અથવા મૂર્તિ : વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં પોપટનું ચિત્ર લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે. આ સાથે તેમની યાદશક્તિ પણ વધે છે. પોપટ પ્રેમ, વફાદારી, લાંબુ આયુષ્ય અને સારા નસીબનું પ્રતીક છે. પોપટ એ સૌભાગ્યનું પ્રતીક છે. જો તમે ઘરમાં માંદગી, નિરાશા, ગરીબી અને સુખનો અભાવ અનુભવી રહ્યા છો તો ઘરમાં પોપટ સ્થાપિત કરો. આનાથી ઘણો ફાયદો થશે.

9) તુલસી અથવા મની પ્લાન્ટ : નવા વર્ષ નિમિત્તે ઘરમાં કોઈપણ પ્રકારનો ઇન્ડોર પ્લાન્ટ લગાવવો શુભ રહેશે. જો તમે ઈચ્છો તો તુલસી અથવા મની પ્લાન્ટ પણ લાવી શકો છો. આ છોડને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.