2019 શરુ થતા ઘરે લઇ આવો આ 5 વસ્તુ, આ વર્ષમાં જોરદાર થશે પૈસાનો વરસાદ

મિત્રો આજથી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આજથી તારીખોની સાથે સાથે લોકોનું નસીબ પણ બદલાઈ જશે. નવું વર્ષ કોઈના માટે ખુશીઓ લઈને આવશે તો કોઈના માટે દુ:ખ લઇને આવશે. પરંતુ નવા વર્ષમાં જો તમે થોડી વિશેષ વસ્તુ તમારા ઘરમાં લઈને આવો છો, તો તમારા ઘર પરિવારમાં ન માત્ર ખુશીઓ આવશે પરંતુ તેની મદદથી તમે એક ઉત્તમ જીવન તરફ વળશો. કઈ છે તે વસ્તુ આવો જાણીએ.

પોપટની મૂર્તિ :

એક માન્યતા મુજબ જો તમે ઘરની ઉત્તર દિશામાં પોપટની મૂર્તિ મુકો છો, તો તે તમારા ઘર પરિવાર માટે ઘણું સારું રહેશે. એવું કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને તે બાળકોને પણ ઘણી મદદ કરે છે. એવું કહેવામાં આવે છે કે પોપટની મૂર્તિ ઘરમાં રાખવાથી બાળકોનું મન અભ્યાસમાં લાગે છે, અને ઘરમાં ક્યારે પૈસાની કમી નહિ રહે. એક વખત તમે પણ જરૂર અજમાવીને જુવો. ફેરફાર જરૂર જોવા મળશે.

મોરનું પીછું :

તમે ઘણા લોકોના ઘરમાં મોરનું પીંછું રાખેલું જોયું હશે. તમને જણાવી દઈએ કે લોકો આ મોરનું પીંછું માત્ર સુશોભન માટે નથી રાખતા. ખાસ કરીને ઘરમાં મોરનું પીંછું રાખવાનું એક મહત્વનું કારણ હોય છે. મોરનું પીંછું ઘરમાં રાખવું ઘણું શુભ માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે જ્યાં મોરનું પીંછું હોય છે ત્યાં ભગવાન વાસ કરે છે. જે લોકોના ઘરોમાં મોરનું પીંછું હોય છે તે લોકોના ઘરમાં ભગવાનના આશીર્વાદ રહે છે અને તેમના ઘરમાં ખુશાલી જળવાયેલી રહે છે.

ચાંદીનો હાથી :

હિંદુ ધર્મમાં ચાંદીના હાથીનું ઘણું મહત્વ છે. ચાંદીના હાથીને પણ તમારા ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે કામમાં પ્રગતી ઈચ્છો છો, તો ચાંદીના હાથીને તમારા કામ કરવાના ટેબલ ઉપર મુકો. એમ કરવાથી તમારા કામમાં પ્રગતી થાય જ છે, સાથે જ ધનનું પણ આગમન થાય છે. એટલું જ નહિ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.

દક્ષિણાવર્તી શંખ :

દક્ષિણાવર્તી શંખને દેવી લક્ષ્મીના પતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. સાથે જ તેને ધન સંપત્તિ, એશ્વર્ય અને સમૃદ્ધીનું પણ પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તે શંખ ઘરમાં રાખવાથી તમારી તમામ તકલીફો દૂર થવા લાગે છે. તેને ઘરની તિજોરી કે પછી પૈસા મુકવા વાળા સ્થાન ઉપર રાખવું જોઈએ. એટલું જ નહિ તેને ઘરમાં રાખવાથી ઘરવાળાનું આરોગ્ય પણ સારું બની રહે છે.

સાથીયો :

જો તમે ઉપરની યાદી માંથી કાંઈ નથી કરી રહ્યા, તો ઓછામાં ઓછુ નવા વર્ષમાં બજાર માંથી એક તૈયાર બનાવેલો સાથીયો લઇને આવો. જો બજાર માંથી તમને સાથીયો ન મળે તો તેને તમે ઘરે પણ બનાવી શકો છો. પરંતુ ઘરે બનાવેલો સાથીયો કાયમી નહિ રહે. એટલા માટે તેને બજાર માંથી લાવવો સારો રહે છે. સાથીયો તે લોકો માટે પણ ઘણો ફાયદાકારક સાબિત થાય છે જેના લગ્નમાં અડચણ આવે છે. એટલું જ નહિ તેનાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને ઘરમાં આનંદનું આગમન થાય છે. તેને રાખવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર જળવાયેલી રહે છે.