આ કારણે બહેનના લગ્નમાં ભાઈનું દિલ રડે છે સૌથી વધારે, મનમાં ચાલે છે આ 7 વિચાર

ભાઈ અને બહેનના સંબંધ અનોખા હોય છે. તેમના વચ્ચે ઝગડા પણ થાય છે અને પ્રેમ પણ રહે છે. તેવામાં ઘર ઉપર બંને ભલે નાની નાની વાતો ઉપર લડાઈ ઝગડા કરી લે, પરંતુ મુશ્કેલીના સમયે એકબીજાની સાથે રહે છે. ભાઈ અને બહેન બંને બાળપણથી એક બીજા સાથે ઉછરીને મોટા થાય છે. આમ તો જ્યારે બહેનના લગ્ન થાય છે તો તેને ઘર છોડી જવું પડે છે. જયારે ઘરની દીકરી વિદાય થાય છે તો માતા પિતાનું દિલ જરૂર રડે છે. પરંતુ તેનાથી પણ વધુ દુઃખી તેનો ભાઈ રહે છે.

બહેનના ગયા પછી તે એકલો પડી જાય છે. તેને પોતાની વાતો શેયર કરવા, મસ્તી મજાક કરવા માટે બહેનનો સાથ નથી હોતો. એટલા માટે તમારો ભાઈ બહારથી કાંઈ પણ દેખાડે પરંતુ અંદરથી તે તમારી ઘણી ચિંતા કરે છે. તેવામાં આજે અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે બહેનના લગ્ન દરમિયાન એક ભાઈના મનમાં ચાલે છે.

૧. બહેન જયારે સાસરીયે જશે તો ત્યાં કેવી રીતે એડજસ્ટ કરશે? ત્યાં તે સુઃખી રહી શકશે કે નહિ? સાસરીયા વાળા તેને કોઈ દુઃખ તો નહિ આપે.

૨. મારા થનારા બનેવી મારી બહેનની સારી રીતે કાળજી લેશે કે નહિ? બહેનના ઘણા નખરા છે, ઘણી માંગણીઓ છે, શું તે બધી પણ બનેવી પૂરી કરી શકશે? ક્યાંક તે તેને કોઈ દુઃખ કે તકલીફ તો નહિ આપે ને.

૩. બહેન ઘર છોડીને જતી રહેશે તો હું સુના ઘરમાં શું કરીશ? કેવી રીતે એડજસ્ટ કરીશ? કોની સાથે મસ્તી અને ઝગડા કરીશ? તેના વગર ઘર ખરેખર કરડવા દોડશે.

૪. બહેનના લગ્નની તારીખ નક્કી થતા જ ભાઈને તૈયારીનું ટેન્શન પણ આવી જાય છે. તેના એવા પ્રયાસ રહે છે કે, મારી બહેનના લગ્નમાં કોઈ કમી ન રહે, તેવામાં તેના મનમાં ત્યારથી લગ્નમાં શું શું થશે તે વાતને લઈને વિચાર ચાલવા લાગે છે.

૫. જો બહેનના લગ્ન તેના પિયરથી દુર નક્કી થાય છે, તો ભાઈ એ પણ વિચારે છે કે તેની સાથે મહિના કે વર્ષોમાં કેટલી વખત મળી શકશે? શું તેના ઘર વાળા તેને વારંવાર આવવા દેશે? તેને હું જેટલી વખત વધુ મળી શકું એટલું સારું છે.

૬. એક વિચાર એ પણ ઉભરી આવે છે કે, બનેવીના જીવનમાં આવ્યા પછી ક્યાંક બહેન મને ભુલી ન જાય. તે પોતાના સાસરિયામાં એટલી મસ્ત ન બની જાય કે મારું ધ્યાન રાખવું કે મારી સાથે વાત કરવાનું ઓછું કરી દે.

૭. આમ તો બહેનના લગ્ન પછી ભાઈને એક વાતનો આનંદ પણ હોય છે, તે વિચારે છે કે હવે તો હું જલ્દી મામા પણ બની જઈશ, પછી પોતાના ભાણા કે ભાણી સાથે ઘણી મસ્તી, મજાક કરીશ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.