જો તમે ઝટપટ અને ટેસ્ટી રેસિપી ટ્રાય કરવા માંગો છો, તો આ રીતે મિનિટોમાં બનાવો ટેસ્ટી બ્રાઉની

વેલેન્ટાઈન ડે સહીત કોઈ પણ ખાસ અવસર માટે બનાવો યમી બ્રાઉની એ પણ થોડી મિનિટોમાં, જાણો રેસિપી. આજે અમે તમારા માટે બ્રાઉની બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. બ્રાઉનીનો સ્વાદ બાળકોથી લઈને મોટા સુધી દરેકને ગમે છે. અને ખાસ અવસર પર તેને મહેમાનોને પણ સર્વ કરવામાં આવે છે. તો આવો જાણીએ સ્વાદથી ભરપૂર બ્રાઉનીની રેસિપી.

જરૂરી સામગ્રી :

મેંદો : 1 કપ (25 ગ્રામ)

દળેલી ખાંડ – 1.5 કપ (225 ગ્રામ)

કોકો પાવડર – 1/2 કપ (40 ગ્રામ)

ઓલિવ ઓઇલ – 1/2 કપ (100 ગ્રામ)

દૂધ – 3/4 કપ

વેનીલા એસેન્સ – 1/2 નાની ચમચી

બેકિંગ સોડા – 1 નાની ચમચી

તેલ – ગ્રીસ કરવા માટે

મીઠું – 2 કપ (બેકિંગ માટે)

બનાવવાની રીત :

બ્રાઉની બનાવવા માટે કુકરને ગેસ પર ગરમ થવા માટે મુકો. કુકરમાં મીઠું નાખીને કુકરના તળિયે મીઠાનું આવરણ પાથરી દો અને તેના પર એક જાળી વાળું સ્ટેન્ડ મૂકી દો. હવે કુકુર ઢાંકીને તેને 6-7 મિનિટ સુધી સારી રીતે ગરમ થવા દો.

બ્રાઉની બનાવવા માટે એક વાસણમાં ચાળણી મૂકી તેમાં મેંદો નાખો. પછી તેમાં દળેલી ખાંડ, કોકો પાવડર અને બેકિંગ પાવડર નાખીને તે મિશ્રણને મિક્સ કરતા ચાળણીની મદદથી ચાળી લો. આ પ્રકારે મિશ્રણને ચાળવાથી દરેક વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય છે અને મિશ્રણમાં કોઈ પણ પ્રકારની ગાંઠ (દાણા જેવું) નથી રહેતી.

હવે આ મિશ્રણમાં ઓલિવ ઓઇલ, વેનીલા એસેન્સ નાખીને મિશ્રણને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડું દૂધ નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તો હવે તમારું મિશ્રણ બનીને તૈયાર છે. આપણે કુલ 3/4 કપ દૂધ લીધું હતું, પણ આટલું મિશ્રણ બનાવવા માટે થોડું દૂધ વાપર્યું છે, તો 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ બચ્યું હશે.

હવે બ્રાઉની બનાવવા માટે કન્ટેનર લો અને તેને તેલ લગાવીને ચીકણું કરી લો. હવે તેના પર બટર પેપર મૂકી દો અને બટર પેપરની ઉપર પણ તેલ લગાવી દો. હવે આ તૈયાર મિશ્રણને તેમાં કાઢીને મિશ્રણને સમાંતર કરી દો. મિશ્રણની ઉપર થોડા અખરોટના નાના નાના ટુકડા નાખી દો.

કુકર સારી રીતે ગરમ થઈને તૈયાર છે. હવે કન્ટેનરને કુકરમાં જાળી વાળા સ્ટેન્ડ પર મૂકી દો. કુકરને ઢાંકીને ધીમી-મધ્યમ આંચ પર 25 મિનિટ માટે બેક થવા દો.

25 મિનિટ પછી બ્રાઉનીને ચેક કરો. બ્રાઉની સારી રીતે બની નથી તો કુકરને બંધ કરો અને બ્રાઉનીને 15 મિનિટ વધારે બેક થવા દો. ત્યારબાદ તેને ફરી ચેક કરો. ચેક કરવા માટે તેમાં છરી નાખીને જુઓ. મિશ્રણ ચીકણું રહ્યું હોય તો બ્રાઉનીને ફરીથી 10 મિનિટ માટે ધીમી આંચ પર બેક થવા દો.

10 મિનિટ પછી કુકરનું ઢાંકણ ખોલો અને ચેક કરો, બ્રાઉનીને ચેક કરવા માટે તેની અંદર છરી નાખીને જુઓ. જો મિશ્રણ તેના પર ચોંટતું નથી તો બ્રાઉની બેક થઈને તૈયાર છે. તે સારી રીતે ફૂલી ગઈ હશે. કન્ટેનરને કૂકરમાંથી કાઢો. તમારી બ્રાઉની 50 મિનિટમાં બેક થઈને તૈયાર થઇ ગઈ છે.

હવે બ્રાઉનીને ઠંડી થવા દો. તે ઠંડી થયા પછી છરીને કેકની ચારેય તરફ ફેરવીને તેને કન્ટેનરની કિનારીથી અલગ કરી દો. પછી કન્ટેનરની ઉપર પ્લેટ મુકો અને કન્ટેનર ઊંધું કરીને તેને પ્લેટમાં કાઢી લો.

બ્રાઉનીને ફ્રીઝમાં મૂકીને 15 દિવસ સુધી ખાવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. તો હવે તમને ઈચ્છા થાય ત્યારે બ્રાઉની બનાવો અને ખાવ. તમને તેનો સ્વાદ ઘણો પસંદ આવશે.

ટિપ્સ :

બ્રાઉની બનાવવા માટે તમે કોઈ પણ વેજીટેબલ ઓઇલ લઇ શકો છો.

બ્રાઉનીને બેક કરતા સમયે ધ્યાન રાખો કે તેને 25 મિનિટ પછી ચેક જરૂર કરો. કારણ કે બ્રાઉની બેક થવામાં થોડો સમય અને ગેસની આંચ વધારે અને ઓછી હોવામાં અંતર આવી શકે છે. બ્રાઉનીને ટાઈમ વધારીને આંચને ધ્યાનમાં રાખીને બેક કરો.

મિશ્રણ વધારે પાતળું અથવા વધારે ઘટ્ટ નહિ હોવું જોઈએ.

બ્રાઉનીને ધીમી અને મધ્યમ આંચ પર જ બેક કરો.

આ માહિતી નિશા મધુલીકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.