સંતાન પ્રાપ્તીને ઝંખતા દંપતીમાટે આશીર્વાદ રુપ ઔષધીઃ શીવલીંગી

જેમને જરુરીયાત છે તેમણે આ ચોમસાની ઋતુ દરમ્યાન આ અદ્ભુત ઔષધી શીવલીંગીને એકઠી કરી લેવી જોઇએ. કારણ કે ફળ પાકતાં જ પક્ષીઓ તેના બી ખાય જાય છે. લેભાગુ તત્વો બી ના ખોખાને સાચા બી તરીકે ખપાવે છે, અને તેને કારણે જોઇએ તેવુ રીઝલ્ટ મળતુ નથી. ગામડામાં લગભાગ દરેક વાડામાં આ શીવલીંગીનો વેલો જોવા મળે છે. એના માટે કોઈં જાણકાર વ્યક્તીની મદદ લેવી. ભુલથી આંખ ફુટામણીના આવી જાય.

શિવલીંગી એક ઔષધીય વનસ્પતિ છે, અને તેના પાંદડા, ફળો, બીજ, મૂળ, બધા જ ઔષધીય હેતુ માટે વપરાય છે. તે કારેલા કુટુંબનો વેલો છે, અને બ્લ્ડ સુગરને નિયંત્રિત કરવા આ છોડના પાંદડા આપવામાં આવે છે. પાંદડા પણ એન્ટિસેપ્ટિક અને ઔષધ ગુણધર્મો પ્રદર્શિત કરે છે. પાવડર બીજ અને મૂળિયા, મહિલાઓમાં ગર્ભધારણ કરવામાં મદદ માટે આપવામાં આવે છે. ગર્ભધારણ કરવા ઇચ્છતી બહેનો માટે આ છોડના ફળ વરદાનરુપ છે.

ગર્ભધારણ માટે શિવલિંગીના બીજ, દૂધ સાથે લેવામાં આવે છે. માસીકધર્મના ૫ દીવસ પછી 6-9 બીજ 5 દિવસ માટે મહિલાને આપવામાં આવે છે. શિવલિંગીના બી નો એક ગ્રામ પાઉડર, પુત્રીજીવક એક ગ્રામ પાવડર લઇને જમતા પહેલા એક ચમચી ગાયના ઘી સાથે મેળવી વાછરડાથી પ્રાહવો વાળતી ગાયના દુધ સાથે લેવો.

બીજના પાવડરનો ઉપયોગ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં પણ ઉપયોગી છે. શીવલીંગીના બીજ લો અને ગોળ સાથે નાની ગોળીઓ બનાવો. પંદર દિવસ માટે 2 ગોળીઓ એક દિવસમાં સવાર સાંજ લો. તે કડવો પ્લાન્ટ છે અને ટોનિક ગુણધર્મો ધરાવે છે. આ છોડને ઝાડા, મરડો, આંચકો વગેરે માટે ઉપાય તરીકે મૂલ્યવાન ગણવામાં આવે છે. પાંદડાઓનો પેસ્ટ ઘા અને ફોલ્લાઓ માટે પણ ઉપયોગી છે.

આ છોડ ભારતના વન પ્રદેશો, ખેતર કે વાડામાં મોટા પ્રમાણમાં ઉગે છે. શિવલિંગીના બી નો સ્પષ્ટપણે શિવલિંગનો આકાર લાગતો હોવાથી તેને શિવલિંગી કહે છે. અનેક રોગોના નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવનારી આ જડીબૂટીને આદિવાસીઓ મુખ્ય રૂપમાં સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગમાં લે છે. શિવલિંગીનું વાનસ્પતિક નામ બ્રયોનોપ્સિસ લેસિનિયોસા છે.

પાતાલકોટના ગૌંડ અને ભારીયા જનજાતિના લોક આ છોડની પૂજા કરે છે. આ આદિવાસીઓનું માનવું છે કે જે દંપતિને પુત્ર પ્રાપ્તિ થતી નથી તેના માટે આ છોડ એક વરદાન છે. પાતાલકોટના આદિવાસી હર્બલ જાણકારો અનુસાર મહિલાને માસિક ધર્મ પૂરાં થયાના પાંચ દિવસ પછી સાત દિવસો સુધી શિવલિંગીના 5 બી ખાવાથી મહિલાઓને ગર્ભધારણની શક્યતા વધી જાય છે. ડાંગ આદિવાસી દ્વારા તેના બી નું ચૂર્ણ તાવને નિયંત્રણમાં લાવવા અને સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવે છે.

અનેક ભાગોમાં તેના બીના ચૂર્ણને ત્વચા રોગને સારું કરવા માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. ડાંગ- ગુજરાતના આદિવાસી શિવલિંગીના બીનો ઉપયોગ કરી એક વિશેષ ફોર્મુલા તૈયાર કરી છે, જેથી જન્મ લેનારા બાળક ચુસ્ત, દુરસ્ત અને તેજવાન થાય છે. શિવલિંગી, પુત્રંજીવા, નાગકેસર અને પારસ પીપળાના બીની સમાન માત્રા લઈને ચૂર્ણ બનાવી લેવામાં આવે છે, અને આ ચૂર્ણને અડધી ચમચી ગાયના દૂધમાં મેળવી સાત દિવસો સુધી તે મહિલાઓને આપવામાં આવે છે, જેના ગર્ભધારણ કરવામાં આવે છે. પાનને બેસનની સાથે મેળવીને શાકના રૂપમાં પણ ખાઈ શકાય છે. હર્બલ જાણકારો અનુસાર આ શાકનું સેવન ગર્ભવતી સ્ત્રીઓને કરવું જોઈએ, જેનાથી થનારા સંતાન તંદુરસ્ત પૈદા થાય છે.

આ આદિવાસીનું એ પણ માનવું છે કે શિવલિંગી ન માત્ર સાધારણ રોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પણ આ સંતાન પ્રાપ્તિ માટે પણ કારગર નીવડે છે. જો કે આ પ્રકારની દવાઓનો આધુનિક વિજ્ઞાન નકારી શકે છે, પણ આ આદિવાસી હર્બલ જાણકારોનો દાવો તરત નકારવો સારો નથી.

આ આદિવાસીઓ દ્વારા શિવલિંગના બીને તુલસી અને ગોળની સાથે પીસીને સંતાન વિહીન મહિલાને ખવડાવામાં આવે છે, મહિલાને ઝડપથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આદિવાસી સ્ત્રીઓ તેના પાનની ચટણી બનાવે છે, તેના અનુસાર આ ટોનિકની જેમ કામ કરે છે. જે મહિલાઓને સંતાનોત્પત્તિ માટે તેના બીનું સેવન કરવામાં આવે છે, તેને વિશેષરૂપથી આ ચટણીનું સેવન કરાવામાં આવે છે.

ખાસ નોંધ : કોઇપણ ઔષધી જાણકાર આયુર્વેદીક વૈધની દેખરેખ અને સલાહ મુજબ જ વાપરવી

જયેશ રાદડિયા (Jayesh Radadiya), સંજીવ ઓર્ગેનિક્સ (SAJEEV ORGANICS)