BSF જવાને 11 લાખનું દહેજ લેવાની ના પાડી, બોલ્યા ‘મારા માટે દુલ્હન પૈસાથી વધારે કિંમતી છે’

ભારતમાં આમ તો લગ્ન ખુશીઓનો દિવસ હોય છે. પરંતુ કેટલાક છોકરી વાળા દહેજ આપવાનું હોવાને લીધે આ ખાસ દિવસે પણ ટેંશનમાં હોય છે. ઇન્ડિયન પેનલ કોડ (ભારતીય દંડ સહિતા) અનુસાર દહેજ લેવો એક દંડનીય અપરાધ છે, અને એના માટે તમને 7 વર્ષ સુધીની સજા મળી શકે છે. પણ આ કાયદો હોવા છતાં આજે પણ ભારતમાં ઘણા લોકો લગ્ન માટે છોકરી વાળાઓ પાસેથી દહેજ માંગે છે.

દહેજ એક એવી કુપ્રથા છે કે જેના કારણે આજ સુધી ઘણા ઘર બરબાદ થઇ ચુક્યા છે. એક પિતા માટે પહેલા જ દીકરીના લગ્નમાં ઘણા પૈસા ખર્ચ થઇ જાય છે, ઉપરથી દહેજની રકમ આપવી ખુબ મુશ્કેલ થઇ જાય છે. ત્યાં કેટલાક છોકરા વાળા છોકરીથી વધારે દહેજ પર વધુ જોર આપે છે. ઘણા લગ્નમાં તો લગ્ન પહેલા દહેજ વિના કાર્યક્રમ આગળ વધતા જ નથી.

આ બધા વચ્ચે જયપુરના રહેવાવાળા એક BSF જવાને પોતાના લગ્નમાં 11 લાખનું દહેજ લેવાથી ના પાડતા, તેમણે એક નવી મિસાલ કાયમ કરી છે. જીતેન્દ્ર સિંહ નામના આ વરરાજાએ પોતાના સાસરિયા દ્વારા આપવામાં આવેલ 11 લાખના દહેજને લેવાની ના પાડી દીધી. સાથે જ તેના બદલામાં તેમણે એક નારિયળ અને શગુનના 11 રૂપિયા લઇ લીધા.

જીતેન્દ્ર આ વાતથી ખુશ હતો કે, તેમની થનારી પત્ની LLB અને LLM ગ્રજ્યુએટ છે. આની સાથે જ તે PhD ની તૈયારી પણ કરી રહી છે. જે દિવસે વરરાજાને પોતાની દુલ્હનની આ એજ્યુકેશન કવોલિફિકેશન વિષે ખબર પડી હતી ત્યારથી તેણે નિર્ણય લઇ લીધો હતો કે, તે લગ્ન માટે કોઈ દહેજ લેશે નહિ. જીતેન્દ્રએ વિચાર્યું હતું કે, તે આ વાતનો ખુલાસો પોતાના લગ્નના દિવસે જ કરશે.

દુલ્હનના 59 વર્ષના પિતાએ વિચાર્યું હતું કે, છોકરા વાળા અમારા લગ્નની વ્યવસ્થાથી ખુશ નથી એટલા માટે તેમને દહેજ આપીને ખુબ કરી દેવા માંગતા હતા. પિતાના આખોમાંથી તે સમયે ખુશીના આંસુ આવી ગયા હતા, જયારે 11 લાખ દહેજ લેવાથી વરરાજાએ ઇન્કાર કરી દીધો. જીતેન્દ્રએ જણાવ્યું કે, ચંચલ (દુલ્હન) રાજસ્થાન ન્યાયિક સેવાની તૈયારી કરી રહી છે. જો તે મેજિસ્ટ્રેટ બની જાય છે તો અમારા પરિવાર માટે પૈસાથી વધારે મૂલ્યવાન વસ્તુ હશે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર બીએસએફ જવાનના વિચારના ખુબ વખાણ થઇ રહ્યા છે. સાથે જ દહેજ પ્રથા હકીકતમાં ખુબ ખરાબ છે. ખાસકરીને આનાથી લાલચી લોકો લગ્ન થઇ ગયા પછી દુલ્હન ઉપર પિયરમાંથી વધારે દહેજ લાવવા દબાણ આપે છે. એવામાં છોકરી વાળાઓ ઈચ્છે છે કે, તેમની દીકરી દહેજના આવા લાલચી લોભીઓથી દૂર રહે છે.

તમે તમારી દીકરીના સંબંધ નક્કી કરી રહ્યા છો કે તેને પૈસાના લાલચુ લોકોને આપી રહ્યા છો? ત્યાં બીજી તરફ છોકરાઓએ પણ જાગૃત થવાની જરૂર છે. તમને પૈસા જોઈએ છે તો પોતાની મહેનતથી કમાવો. આવી રીતે દહેજ માંગીને સમાજને કુપ્રથાને વધારો આપો નહિ. અમને આશા છે કે તમને અમારા દ્વારા આપવામાં આવેલ જાણકારી પસંદ આવી હશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.