BSNLનો ધમાકેદાર પ્લાન, 97 રૂપિયાના રિચાર્જ પર દરરોજ મેળવો 2GB ડેટાની સાથે ફ્રી કોલિંગ

બીએસએનએલે (BSNL) પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનની કિંમત 97 રૂપિયા અને 365 રૂપિયા છે. બીએસએનએલનો 97 રૂપિયા વાળો પ્લાન STV છે, જેની વેલિડિટી વધારે દિવસની નથી. આ પ્લાનની વેલિડિટી 18 દિવસની રાખવામાં આવી છે. આ પ્લાનમાં ઘણા પ્રકારના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. 97 રૂપિયાના આ પ્લાનમાં સબસ્ક્રાઇબર્સને બધા નેટવર્ક પર વોઈસ કોલિંગ માટે રોજ 250 મિનિટ મળશે. એના સિવાય યુઝર્સને રોજ 2 GB ડેટા પણ આપવામાં આવશે.

365 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી :

બીએસએનએલનો બીજા પ્લાન જેની કિંમત 365 રૂપિયા છે તેની વાત કરીએ તો આ પ્લાન એમને પસંદ આવશે જે વધારે ડેટા અને લાંબી વેલિડિટી ઈચ્છે છે. કંપનીએ આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રાખી છે. આ પ્લાનમાં મળી રહેલા બેનિફિટ્સની વાત કરીએ તો એમાં રોજ 250 મિનિટ કોલિંગ મિનિટ આપવામાં આવશે, જે બધા નેટવર્ક માટે હશે. એના સિવાય આ પ્રીપેડ પ્લાનમાં રોજ 2 જીબી મોબાઈલ ડેટા આપવામાં આવશે, જે ફક્ત 60 દિવસ માટે હશે.

ટેલિકોમટોક અનુસાર હાલમાં આ બંને પ્લાન તમિલનાડુ, કેરલ, ચેન્નઈ અને બીજા સર્કલના સબ્સક્રાઈબર્સ માટે લોન્ચ કર્યા છે. ધ્યાન રહે પ્લાનની વેલિડિટી 365 દિવસ માટે જરૂર છે, પણ યુઝર્સને એમાં પહેલા 60 દિવસ માટે જ ડેટા મળશે. અને કોલિંગની 250 મિનિટ રોજ 365 દિવસ માટે મળશે.

997 રૂપિયાનો પ્લાન પણ છે :

બીએસએનએલે આ પહેલા પ્રીપેડ ગ્રાહકો માટે 997 રૂપિયાનો નવો પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 180 દિવસની છે. આ પ્લાનમાં ગ્રાહકોને 2 મહિના માટે ફ્રી માં રિંગબેક ટોનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. બીએસએનએલના આ પેકમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે રોજ 3 GB ડેટા આપવામાં આવી રહ્યા છે. સાથે જ એમાં રોજ 100 એસએમએસની સુવિધા પણ રહેલી છે. હાલમાં કંપનીએ આ પ્લાનને કેરલ સર્કલમાં જ લાગુ કર્યો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.