બજેટ 2020 : ખાતામાં ગમે તેટલા પૈસા હોય, બેંક બંધ થઈ તો ગેરેંટી 5 લાખ રૂપિયા મળવાની જ

Budget 2020 : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 2020-21 નું બજેટ રજુ કરતા બેંક ગેરેંટીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે બેંક ગેરેંટીની સીમા એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એટલે કે જો કોઈ બેંક કોઈ કારણથી બંધ થઈ જાય છે, તો ભલે ગ્રાહકના ખાતામાં 5 લાખ કે તેનાથી વધારે રૂપિયા ભરેલા હોય, પણ તેને 5 લાખ રૂપિયા જ મળશે. અત્યાર સુધી બેંક ગેરેંટી ફક્ત 1 લાખ રૂપિયા જ હતી.

હકીકતમાં જો કોઈ બેંક વ્યાપારમાં ખોટ અથવા બીજા કોઈ કારણથી બંધ થાય છે, તો તેના ગ્રાહકોને વીમા સુરક્ષા આપવામાં આવે છે. અત્યાર સુધી વીમા સુરક્ષા અંતર્ગત બેંક ગેરેંટીની સીમા ફક્ત 1 લાખ રૂપિયા જ હતી. આ વખતે બજેટમાં આ સીમાને વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટમાં સરકારી બેંકોનું સ્વાસ્થ્ય સુધારવાની પણ જાહેરાત કરી.

તેમણે સરકારી બેંકો માટે 3 લાખ 50 હજાર કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે. તો બીજી તરફ, તેમણે આઈડીબીઆઈ બેંકમાં સરકારની ભાગીદારી વેચવાની પણ જાહેરાત કરી છે. આ મુદ્દા પર વિપક્ષે હંગામો પણ કર્યો અને સરકારના આ નિર્ણયની આલોચના કરી. નાના મંત્રીએ કહ્યું કે, સરકારનું બધું જોર બેંકિંગ સિસ્ટમને સારું બનાવવા પર છે.

નાણાં મંત્રીએ પોતાના બજેટના ભાષણમાં કોર્પોરેટ બૉન્ડમાં વિદેશી રોકાણની સીમા 9 ટકા વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.