બુધ અને રાહુ કેતુનું રાશિ પરિવર્તન, આ રાશિ માટે રહશે ભાગ્યશાળી

આ રાશિ માટે ભાગ્યશાળી સાબિત થશે, બુધ અને રાહુ કેતુનું રાશિ પરિવર્તન. રાહુના રાશિ પરિવર્તનને કારણે ઘણી રાશિઓ માટે માનસિક તણાવની સ્થિતિ ઉત્પન્ન થશે, તેમજ ઘણી રાશિઓ માટે બુધ ગ્રહના તુલા રાશિમાં ગોચરથી વિશેષ ફળોની પ્રાપ્તિ થશે. 22 સપ્ટેમ્બરે બુધ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. આ રાશિ પરિવર્તન તુલા રાશિ સાથે જ બીજી ઘણી રાશિઓ માટે પણ ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે, બુધ 18 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે, ત્યારબાદ તુલામાંથી વૃશ્ચિક રાશિમાં પરિવર્તન કરશે. રાહુ અને કેતુએ 23 સપ્ટેમ્બરે રાશિ પરિવર્તન કરી લીધું છે.

સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે, 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધીમાં 6 ગ્રહ રાશિ બદલી ચુક્યા છે. ગ્રહોનો આવો સંયોગ દરેક રાશિ માટે કોઈને કોઈ પરિવર્તન લઈને આવ્યો છે. સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ-કેતુ રાશિ બદલી ચુક્યા છે, તેમજ મંગળે પોતાની ચાલ વક્રી કરી લીધી છે. ગુરુ માર્ગી થશે અને શનિ પણ હવે સીધી ચાલ ચાલશે. આવો જાણીએ બુધના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી ગ્રહોના સમીકરણોમાં કેવા પરિવર્તન થયા છે.

બુધના તુલા રાશિમાં પ્રવેશ કરવાથી અમુક રાશિઓ માટે લાભદાયક સમય આવી રહ્યો છે.

મેષ રાશિના લોકો માટે સારો સમય છે, તમારા જીવનમાં કંઈક નવું આવી શકે છે. તમારું પારિવારિક જીવન પણ સારું પસાર થશે.

તેમજ વૃષભ રાશિના લોકોને બિઝનેસ અને વ્યાપારમાં સારો લાભ મળશે.

વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક લેવડ-દેવડમાં ફાયદો થશે. તમારે આ સમયે પોતાના કામ પર વિશેષ રૂપથી ધ્યાન કેંદ્રીત કરવું પડશે.

મીન રાશિના લોકો માટે પણ સારો સમય છે. તમારા દ્વારા કરવામાં આવેલા સારા કામોનું સારું પરિણામ મળશે.

તુલા રાશિ માટે સારો સમય છે, પણ બિઝનેસમાં થોડું ધ્યાનથી કામ કરો.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.