3 નવેમ્બરે બુધ દેવ થશે તુલા રાશિમાં માર્ગી, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ.

બુધ થઈ રહ્યા છે 3 નવેમ્બરના રોજ તુલા રાશિમાં માર્ગી, દરેક રાશિ પર થશે તેની અસર. 3 નવેમ્બરના રોજ ગ્રહોના રાજકુમાર અને તમામ રાશીઓના લોકોને બુદ્ધી પ્રધાન કરવાવાળા બુધ શુક્રની રાશી તુલામાં માર્ગી થવા જઈ રહ્યા છે. બુધની સીધી ચાલને ઘણી જ શુભ માનવામાં આવે છે. તેની અસરથી અમુક લોકો કારકિર્દી અને દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે, તો અમુક લોકોના સંબંધો સુધરી જાય છે. ત્યાર પછી 28 નવેમ્બરના રોજ બુધ વૃશ્ચિકમાં ભ્રમણ કરશે. આવો જાણીએ બુધનું તુલા રાશિમાં ભ્રમણની તમામ રાશીઓ ઉપર કેવી રહેશે અસર.

મેષ રાશી : નોકરીમાં પરિવર્તન માટે પણ સમય ઉત્તમ છે. લગ્ન સંબંધિત વાતો પણ સફળ રહેશે. સરકારી કામ પુરા થઇ શકે છે. વિદેશ સંબંધી કામમાં સફળતા મળશે.

વૃષભ રાશી : દેવાની લેવડ દેવડથી સાવચેત રહો. આરોગ્ય પ્રત્યે પણ સતર્ક રહો. છુપા દુશ્મનો પણ વધશે. પ્રેમ સંબંધી બાબતોમાં અણબનાવ ઉભા થઇ શકે છે. સંતાન સંબંધી ચિંતા દુઃખી કરી શકે છે. પીડાદાયક પ્રવાસના યોગ છે.

મિથુન રાશી : ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય રહેશે. સંતાનની ફરજોની પૂર્તિ થશે. સંતાન પ્રાપ્તિના યોગ છે. ઘણા સમયથી બાકી રહેલા કામ પુરા થશે. ધર્મ કર્મની બાબતમાં આગળ વધીને ભાગ લેશો. મોટા ભાઈઓનો આર્થિક સહકાર મળશે.

કર્ક રાશી : મકાન-વાહન ખરીદવાના સપના પુરા થઇ શકે છે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહેશો. મિત્રો અથવા સંબંધીઓનો સહકાર મળશે. તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ થશે. સમાજમાં પ્રતિષ્ઠિત લોકો અને ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધ જળવાશે.

સિંહ રાશી : તમારા સાહસ અને પરાક્રમની વૃદ્ધી થશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. શાસન સત્તાનો પણ પુરતો સાથ મળશે. વિપરીત પરિસ્થિતિઓમાં તમે યોગ્ય કાર્ય કરશો. નવા લોકો સાથે મળવાનું વધશે.

કન્યા રાશી : આર્થિક ફાયદો થશે. આપેલું ધન પાછું મળી શકે છે. કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરશો. મકાન અથવા વાહન ખરીદી શકો છો. આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું પડશે. ઝગડા – વિવાદથી દુર રહો.

તુલા રાશી : વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે. પ્રેમ સંબંધી બાબતોમાં મધુરતા આવશે. પ્રેમલગ્ન કરવાનો નિર્ણય સારો રહેશે. સંતાનની ફરજની પૂર્તિ થશે. ધર્મ અને આદ્યાત્મ ક્ષેત્રમાં રૂચી વધશે.

વૃશ્ચિક રાશી : તમારા ભૌતીક સુખોમાં વૃદ્ધી થશે. પ્રવાસ પર્યટન પણ વધુ રહેશે. વિદેશી નાગરિકતા માટે અરજી કરવી પણ સફળ રહેશે. ઝગડા વિવાદથી દુર રહો. કોર્ટ કચેરીની બાબતને બહારથી જ ઉકેલી લો તો સારું રહેશે. તમારા છુપા દુશ્મનો વધી શકે છે.

ધનુ રાશી : રોજીંદા વેપારીઓ માટે સમય વધુ અનુકુળ રહેશે. લગ્ન સંબંધિત વાત સફળ રહેશે. સાસરીયા પક્ષ સાથે પણ સંબંધ મજબુત બનશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતાના યોગ. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે અને પ્રેમ લગ્નના પણ યોગ છે.

મકર રાશી : સરકારી કામમાં સફળતા મળશે. ઉપરી અધિકારીઓનો સહકાર મળશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધી થશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતાતુર રહેશો. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોનો ઉકેલ આવશે. વાહન ખરીદવાના પણ યોગ છે.

કુંભ રાશી : સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાવાળા વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ રહેશે. સંતાન સંબંધી ચિંતા પણ દુર થશે. ધર્મ કર્મની બાબતમાં આગળ વધીને ભાગ લેશો. આદ્યાત્મિક પ્રગતી તરફ આગળ રહેશો. તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.

મીન રાશી : તમારા યશ અને પ્રભાવમાં વૃદ્ધી થશે. કાર્યક્ષેત્રમાં ષડ્યંત્રનો ભોગ બનવાથી ચેતો. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. આપેલું ધન પાછું મળી શકે છે. તમારા આરોગ્યને લઈને સાવચેત રહો.

આ માહિતી અમરઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.