બુધનું વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 5 રાશિઓને થશે લાભાલાભ.

આ 5 રાશિઓ માટે અતિ શુભ અને ફાયદાકારક રહેશે બુધનું રાશિ પરિવર્તન, જાણો તમારી રાશિ પર અસર. બુધ એક તટસ્થ ગ્રહ છે અને તે જે પણ ગ્રહ સાથે રહે છે તેને લાભ પહોંચાડે છે. કુંડળીમાં નબળી સ્થિતિ હોવાથી બુધ ઘણી બધી સમસ્યાઓ લાવે છે. બુધ બળવાન હોય તો વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફ નથી રહેતી. 28 નવેમ્બરના રોજ બુધનું ગોચર થશે. બુધ આ દિવસે સવારે 06:53 વાગ્યે વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે અને 17 ડીસેમ્બર સુધી આ રાશીમાં રહેશે. ત્યારબાદ બુધ ધનુ રાશિમાં જતો રહેશે. આવો જાણીએ કે બુધનું આ ભ્રમણ કઈ રાશીઓ માટે લાભ લઇને આવી રહ્યું છે.

મેષ – બુધનું આ ભમણ મેષ રાશી વાળા માટે ઘણી મુશ્કેલી લઈને આવી રહ્યું છે. આ ભ્રમણ દરમિયાન તમારે તમારી વાણી ઉપર ઘણું ધ્યાન રાખવું પડશે, નહિ તો તમે કોઈ મોટી મુશ્કેલીમાં પડી શકો છો. તમારા શબ્દો તમારા કુટુંબનું વાતાવરણ પણ બગાડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારું પ્રદર્શન સારું નહિ રહે. પ્રયત્નોમાં સફળતા ન મળવાને કારણે તમે હતાશ થઇ શકો છો, અને તણાવમાં પણ આવી શકો છો. આ સમયે તમારે સંયમથી કામ લેવાની જરૂર છે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. ધીરજ રાખો અને સમયની રાહ જુવો. આ ભ્રમણ દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રવાસ ન કરો, નહિ તો તમને નુકશાન થઇ શકે છે.

વૃષભ – બુધનું આ ભ્રમણ વૃષભ રાશી માટે ઘણા સારા પરિણામ લઈને આવી રહ્યું છે. કુટુંબ સાથે તમારા સંબંધ પહેલાથી વધુ મજબુત બનશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે. ધંધા કે પાર્ટનરશીપ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો અનુકુળ રહેવાનો છે. આ ભ્રમણ તેમના માટે ઘણા લાભ લઈને આવે છે. કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન મળશે અને તમારી આંતરિક ક્ષમતાઓમાં વધારો થશે. આ ભ્રમણ તમારા સંબંધો અને પ્રેમ જીવન માટે ઘણું સારું રહેશે.

મિથુન – આ ભ્રમણ દરમિયાન તમારે તમારા આરોગ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. આ સમયે તમારે ઘણી સાવચેતી પૂર્વક ગાડી ચલાવવી પડશે, નહિ તો કોઈ અકસ્માત થઇ શકે છે. ત્વચા અને પેટ સંબંધિત તકલીફો પણ તમને હેરાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે પહેલાથી વધુ મહેનત કરવી પડશે. આમ તો તે દરમિયાન તમારા ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે અને દરેક વખતે તમારી સાથે ઉભા રહેશે. આ ભ્રમણ દરમિયાન તમારે તમારા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. આ સમયે કોઈ પણ પ્રકારની લોન લેવાથી દુર રહો. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો.

કર્ક – બુધનું આ ભ્રમણ તમારા માટે મિશ્ર પરિણામ લઈને આવશે. વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાવાળાની ઈચ્છા પૂરી થઇ શકે છે. રચનાત્મક અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. લાંબા સમયથી નોકરી બદલવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને તેમાં પણ સફળતા મળવાની પૂરી સંભાવના છે. સટ્ટાબાજીથી દુર રહો નહિ તો તમને મોટું નુકશાન થઇ શકે છે. તમારી ખરાબવાણી તમારા સંબંધોમાં કડવાશ ઉભી કરી શકે છે. એટલા માટે કાંઈ પણ બોલતા પહેલા તમારા શબ્દો ઉપર ધ્યાન આપો. જીવનસાથી સાથે તમારા સંબંધો મજબુત બનશે.

સિંહ – આ ભ્રમણના સમયગાળા દરમિયાન સિંહ રાશીના લોકોને શુભ પરિણામ મળી શકે છે. તે દરમિયાન તમે કાંઈક નવું શીખશો અને કાંઈક નવો અનુભવ પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારી તમારા કામની પ્રસંશા કરશે અને દરેક સ્થિતિમાં તમારો સાથ આપશે. કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો અને તમને નવી નવી જવાબદારીઓ પણ મળશે. આ ભ્રમણ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યક્તિગત રીતે પણ આ સમય તમારા માટે ઘણો સારો રહેશે. તમે તમારા કુટુંબ સાથે ઘણી યાદગાર પળ વીતાવશો. માતાના આરોગ્યમાં પહેલા કરતા સુધારો આવશે. કોઈ જુના સંબંધી સાથે લાંબા સમય પછી મુલાકાત થઇ શકે છે.

કન્યા – આ ભ્રમણ દરમિયાન તમે ઘણા સાહસિક નિર્ણય લેશો અને તમારા ધ્યેય તરફ સંપૂર્ણ મજબુતી સાથે આગળ વધશો. આ ભ્રમણ તમારા વ્યક્તિગત અને ધંધાકીય બંને ક્ષેત્રોમાં સફળતાનું કારણ બનશે. માર્કેટિંગ, સેલ્સ અને પબ્લિક ડીલિંગના ક્ષેત્ર સાથે જોવાયેલા લોકોને પણ બુધનું આ ભ્રમણ લાભ અપાવશે. આ ભ્રમણ દરમિયાન તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો, નહિ તો તમારી અને તમારા સાથીઓ વચ્ચે થોડી કડવાશ ઉભી થઇ શકે છે. કોઈ નાના પ્રવાસ ઉપર જવાના યોગ ઉભા થઇ રહ્યા છે. આ પ્રવાસથી તમને લાભ મળશે. જે લોકો નોકરીમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા હતા તેમને પણ બુધના આ ભ્રમણ દરમિયાન કોઈ સારી તક મળવાની સંભાવના છે.

તુલા – તુલા રાશિના લોકો માટે બુધનું આ ભ્રમણ ઘણું શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. આ ભ્રમણ દરમિયાન તમને તમારા ભાગ્યનો ઘણો સાથ મળશે. આ ભ્રમણ દરમિયાન મજબુત ધન યોગની સ્થિતિ ઉભી થઇ રહી છે. વિદેશથી ધન લાભ થઇ શકે છે. આમ તો આ ભ્રમણ દરમિયાન તમારે થોડો ખર્ચ પણ કરવો પડશે. આ ભ્રમણ દરમિયાન તમે ખર્ચ અને બચત વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખો. તે દરમિયાન તમે તમારા કુટુંબના સભ્યો સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરશો, જેથી કુટુંબ સાથે તમારા સંબંધો મજબુત બનશે. કોઈ લાંબા અંતરના પ્રવાસનું આયોજન પણ બની શકે છે. ઉતાવળમાં રોકાણનો નિર્ણય ન લો.

વૃશ્ચિક – વૃશ્ચિક રાશીવાળાને આ ભ્રમણનું મિશ્ર પરિણામ મળશે. સામાજિક રીતે સંબંધ બાંધવા માટે બુધનું આ ભ્રમણ તમારા માટે ઘણું સારું સાબિત થશે. તેનાથી તમને લાંબા સમયે ફાયદો પણ થઇ શકે છે. ઈમાનદારીથી કરવામાં આવેલા પ્રયત્નો તમને કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. આમ તો તે દરમિયાન તમે થોડા ચિંતા અને તણાવમાં રહી શકો છો. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાથી દુર રહો. ટીકાનો સ્વીકાર કરતા શીખો. ક્યાંકથી અચાનક લાભ મળવાની પ્રબળ સંભાવના છે. તે દરમિયાન તમારા આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. યોગ કરવા અને ધ્યાન ધરવાથી તમારું મન શાંત રહેશે.

ધનુ – આ ભ્રમણ દરમિયાન તમારા લગ્ન નક્કી થઇ શકે છે. પરણિત લોકોના જીવનસાથી સાથે સંબંધ વધુ મજબુત બનશે. જે લોકો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છે કે વિદેશમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેમને આ ભ્રમણ દરમિયાન શુભ ફળ મળવાના પ્રબળ અણસાર છે. આ ભ્રમણ દરમિયાન વેપાર સાથે જોડાયેલા લોકોને પણ ઘણો લાભ મળવાની સંભાવના છે. વિદેશ સાથે વેપારના થોડા સારા પ્રસ્તાવ મળી શકે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેશો નહિ તો તમારે આર્થિક નુકશાન વેઠવું પડશે. તમારા ખર્ચા ઉપર ધ્યાન આપો અને બજેટ બનાવીને ચાલો. આ દરમિયાન તમને ઊંઘ સાથે જોડાયેલી કોઈ સમસ્યા ઉભી થઇ શકે છે.

મકર – બુધનું આ ભ્રમણ મકર રાશીના લોકો માટે શુભ પરિણામ લઈને આવશે. તમારે તમારા મોટા ભાઈ-બહેનો અને મિત્રોનો પણ પુરતો સહકાર મળશે. કામ કરવાની થોડી નવી તકો મળશે અને કાર્યક્ષેત્રમાં પણ લાભ મળશે. આ ભ્રમણ દરમિયાન તમારા દુશ્મનોથી સાવચેત રહો, કેમ કે આ સમયે તે તમને કોઈ પણ પ્રકારે નુકશાન પહોંચાડી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કોઈ કાયદાની બાબતમાં તમને જીત મળવાના અણસાર છે. જીવનસાથીની સલાહ કામ લાગશે. તે દરમિયાન ધીરજથી કામ લો કેમ કે તમારી સમજણ અને બુદ્ધી આ ભ્રમણ દરમિયાન તમને સારા પરિણામ પુરા પાડવામાં મદદ કરશે.

કુંભ – આ રાશિના લોકોને ભ્રમણના અનુકુળ પરિણામ મળી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં પોતાના લોકો વચ્ચે તમારી અલગ છાપ ઉભી કરવામાં સફળ થશો. તે ઉપરાંત આ ભ્રમણની અસરથી તમે જૂની પદ્ધતિ છોડીને નવી પદ્ધતિ અપનાવશો જેનાથી કાર્યસ્થળ પર તમારી અલગ છાપ ઉભી થશે. કાર્યક્ષેત્રમાં તમારા કામથી તમારું માન વધશે. આ ભ્રમણ દમિયાન તમારી બઢતી પણ થઇ શકે છે. વ્યક્તિગત રીતે આ ભ્રમણની અસરથી તમે તમારા અને તમારા જીવનસાથીના સંબંધોમાં મધુરતા મેળવશો. સ્પર્ધાત્મક કે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ દરમિયાન તેમના પ્રયત્નોનું શુભ પરિણામ મળવાની સંભાવના છે.

મીન – બુધનું આ ભ્રમણ મીન રાશીના શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે ઘણું સારું પરિણામ લઈને આવશે. જે વિદ્યાર્થી વિદેશ કે પોતાની મનગમતી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે, તેમના સપના આ સમયે પુરા થઇ શકે છે. વ્યક્તિગત રીતે આ સમય તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે એક સારો સમય સાબિત થઇ શકે છે. જો તમારા બંને વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો આ સમયે વાત કરીને તેનો ઉકેલ પણ નીકળી શકે છે. આ ભ્રમણ દરમિયાન તમારી આવકની તકો વધશે. તે દરમિયાન તમે જમીન-સંપત્તિમાં રોકાણ કરી શકો છો. આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.