બુધવારના દિવસે કરશો આ 4 નાનકડા ઉપાય, તો ઘરમાં જળવાઈ રહેશે સુખ-શાંતિ

માણસના જીવનમાં તકલીફો ઘણી હોય છે. આ તકલીફોને પહોંચી વળવા માટે માણસ ઈશ્વરના શરણોમાં જવાનું પસંદ કરે છે. ભગવાનને દુઃખના દિવસોમાં યાદ કરવાથી મુશ્કેલી થોડી ઓછી થઇ જાય છે. એટલું જ નહિ, ભગવાનને યાદ કરવા કે તેમના શરણોમાં જવાથી મનને શાંતિ મળે છે. સાથે જ માણસને મુશ્કેલીઓ સામે લડવાની એક અલગ જ શક્તિ મળે છે. જેના કારણે જ લોકો ભગવાનના શરણમાં જવાનું પસંદ કરે છે.

હિંદુ ધર્મમાં દરેક દિવસને ભગવાનના નામથી ઓળખવામાં આવે છે. જેમાં પૂજા અર્ચનામાં ઘણી સફળતા મળે છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

શાસ્ત્રો મુજબ, દરરોજ કોઈને કોઈ ભગવાનને સમર્પિત રહે જ છે, જેના કારણે જ માણસ તે દિવસે પૂજા અર્ચના કરીને પોતાના ઇષ્ટ દેવને પ્રસન્ન કરે છે. બસ એવી રીતે બુધવારનો દિવસે ભગવાન ગણેશજીનો માનવામાં આવે છે. આ દિવસે ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. સાથે જ બુધવારના દિવસે ગણેશ ભગવાનની પૂજા કરવા સાથે જ જો તમે થોડા ઉપાય કરશો, તો બપ્પાની કૃપાથી તમારા ઘરમાંથી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે.

ગાયને લીલું ઘાંસ ખવરાવો :

બુધવારના દિવસે સવારે સવારે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કર્યા પછી ગાયને લીલું ઘાંસ ખવરાવવાથી તમામ દુઃખ દુર થાય છે. એમ કરવાથી ઘરમાં થતા વાદ વિવાદ કે મનભેદ દુર થઇ જાય છે. સાથે જ ભગવાન ગણેશની કૃપા આખા કુટુંબ ઉપર વરસવા લાગે છે. એટલું જ નહિ, કુટુંબમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

વિધિ પૂર્વક ભગવાન ગણેશની પૂજા કરો :

બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અર્ચના સ્નાન કરીને કરવી જોઈએ. આ દિવસે ભગવાન ગણેશની દુર્વાની ૧૧ કે પછી ૨૧ ગાંઠો અર્પણ કરો. સાથે જ મોદક જરૂર ચડાવો. ભગવાન ગણેશને દુર્વા ઘણી જ વધુ પ્રિય છે. તેવામાં તેમને દુર્વા ચડાવવાથી તમારી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે અને કુટુંબમાં આનંદ જ આનંદ રહેશે.

રસોડામાં બે હાંડી રાખો :

જો તમારા ઘરમાં અચાનકથી મુશ્કેલી આવે છે, તો તેનાથી બચવા માટે બુધવારના દિવસે બે હાંડી લાવવી જોઈએ. બંને હાંડીઓમાંથી એક હાંડીમાં સવા કિલો આખી લીલી મગની દાળ અને બીજી હાંડીમાં સવા કિલો મીઠું ભરીને રસોડામાં કોઈ સુરક્ષિત સ્થાન ઉપર રાખી દો. એમ કરવાથી તમારા ઘરમાં અચાનકથી આવનારી મુશ્કેલીઓ ઓછી થઇ જશે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.

ગણેશજીને સિંદુર અર્પણ કરો :

જો તમારા ઘરમાં હંમેશા કોઈને કોઈ તકલીફ રહે છે, જેનાથી તમારી દિનચર્યા પ્રભાવિત થઇ ગઈ છે, તો તમારે ભગવાન ગણેશને કેસરિયા સિંદુર અર્પણ કરવું જોઈએ. દર બુધવારના દિવસે ભગવાનને કેસરિયા સિંદુર અર્પણ કરવું જોઈએ. એમ કરવાથી ભગવાન ગણેશની કૃપા તમારી અને તમારા આખા કુટુંબ ઉપર જળવાયેલી રહે છે. સાથે જ તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ દુર થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.