બુધવારે શ્રીગણેશની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, બસ કરો આ ઉપાય, નહિ થાય ધનની અછત.

બુધવારે કરો આ ખાસ ઉપાય, ગણેશજીની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, તેમની કૃપાથી નહિ થાય ધનની અછત

વિઘ્નહર્તા ગણેશજીનો દિવસ બુધવાર માનવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ ભગવાન ગણેશજીની સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા લક્ષ્મીજી તે જ સ્થાન ઉપર રહે છે, જ્યાં બુદ્ધિ હોય છે.

આ કારણોસર જો તમારે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ભગવાન ગણેશજીના આશીર્વાદ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. માન્યતા અનુસાર જે લોકો ઉપર લક્ષ્મી દેવીના આશીર્વાદ હોય છે, તેમના જીવનમાં ક્યારે પણ પૈસા સંબંધિત કોઈ મુશ્કેલીઓ ઉભી થતી નથી. વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધીથી ભરેલો રહે છે.

આજે અમે તમને બુધવારના કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તે કરશો તો તેનાથી ભગવાન ગણેશજીની સાથે સાથે દેવી લક્ષ્મીજી પણ પ્રસન્ન થશે અને તમને આર્થિક લાભની સાથે સાથે બુદ્ધી પણ પ્રાપ્ત થશે. જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે.

ચાલો જાણીએ બુધવારના સરળ ઉપાય વિશે

1. જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો, બુધવારના દિવસે દેવી લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરો, પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો તેના પછીના 21 દિવસ સુધી સતત તે કરવાના રહેશે. દેવી લક્ષ્મીજીની પૂજા દરમિયાન તેમને કમળના ફૂલ જરૂર ચડાવો. આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીના આશીર્વાદથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે.

2. જો તમારે ધનમાં વૃદ્ધી કરવી છે, તો તેના માટે બુધવારના દિવસે કોઈપણ કિન્નરના આશીર્વાદ લો. તમે બુધવારના દિવસે કોઈપણ કિન્નરને પૈસા આપો અને તે પૈસામાંથી 1 રૂપિયાનો સિક્કો આશીર્વાદ રૂપે પાછો લઇ લો. હવે આ સિક્કો તમારા પૂજાસ્થળ ઉપર રાખો અને તેની પૂજા કરો. ધૂપ અને દીવા બતાવ્યા પછી આ પૈસાને લીલા કપડામાં લપેટીને પૈસા રાખવાની જગ્યાએ રાખી દો.

3. જો તમે બુધવારના દિવસે કેટલાક તાંત્રિક ઉપાય કરો છો, તો તેનાથી તમને લાભ જરૂર મળશે. તમે બુધવારના દિવસે સાત આખા કોડીયા લો, ત્યાર બાદ તમારે એક મુઠ્ઠી આખા મગ લેવાના રહેશે. તમે કોડિયા અને મગને એક લીલા કપડામાં બાંધી દો, ત્યાર પછી તમારે આ કપડાને કોઈ મંદિરના પગથીયા ઉપર મૂકી આવવાનું છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ ઉપાય તમે ગુપ્ત રીતે કરો, તેના વિશે કોઈને જાણ ન થવી જોઈએ.

4. પૈસા મેળવવા માટે તમે બુધવારના દિવસે વિઘ્નહર્તા શ્રી ગણેશજીને 21 કે 42 જાવિત્રી અર્પણ કરો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે.

5. ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે બુધવારના દિવસે અથર્વશીર્ષના પાઠ કરો.

6. બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને મોદક અને લાડુનો ભોગ ચડાવવાનું ભૂલશો નહીં, કારણ કે આ વસ્તુઓ ભગવાન ગણેશજીને ખૂબ જ પ્રિય છે. આ સિવાય જો તમે દુર્વા ચડાવો છો તો તેનાથી તમને વિશેષ કૃપા મળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.