એક ભેંસે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા તેની ભરપૂર પ્રશંસા, જાણો ભેંસની બુદ્ધિના કિસ્સા વિષે.

માણસથી વધુ બુધ્ધીશાળી હોય છે ભેંસ, જો નથી વિશ્વાસ તો જોઈ લો આ વિડીયો.

કેટલાક લોકોને લાગે છે કે જાનવરોમાં માણસથી ઓછી અક્કલ હોય છે, પણ ક્યારેક ક્યારેક કેટલીક એવી ઘટના જોવા મળી જાય છે જે જોઈને કોઈ પણ વ્યક્તિ ચક્તિ થઇ જાય છે અને વિચારવા માટે મજબુર થઇ જાય છે કે ખરેખર જાનવરોમાં આવી સમજણ આવી કેવી રીતે. આવો અમે તમને ઉદાહરણ તરીકે એક એવો વિડીયો દેખાડીએ છીએ, જેને જોયા પછી તમે સમજી જશો કે ખરેખર જાનવરોને માણસથી કેમ ઓછા આંકવા ન જોઈએ. સોશિયલ મીડિયા ઉપર ભેંસ અને કાચબાનો એક વિડીયો ઘણો શેર થઇ રહ્યો છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

કાચબાની મદદ માટે ભેંસે કર્યું કાંઈક આવું કામ : વિડીયો જોવા મળે છે કે, ભેંસ ખુલ્લા મેદાનમાં ફરી રહી હોય છે અને ત્યારે તેને જમીન ઉપર એક કાચબો દેખાય છે જે ઉંધો પડી ગયો હોય છે. કાચબો મુશ્કેલીમાં હોય છે અને તે પોતાની જાતે સીધો થઇ શકતો ન હતો. તેને સીધા થવા માટે કોઈ બીજી વ્યક્તિની મદદની જરૂર હતી.

સીધા થવા માટે તરફડતા કાચબાને જોઈ ભેંસ ઉભી રહી ગઈ અને પછી તેને સુધો કરવા લાગી. ખાસ વાત એ રહી કે, તેના માટે તેણે પોતાના પગનો ઉપયોગ ન કર્યો, પણ પોતાના સિંગડાનો ઉપયોગ કર્યો. ઘણા સમય સુધી મહેનત કર્યા પછી ભેંસે કાચબાને સીધો કરી દીધો. તે સમય દરમિયાન બંધ ગેટની બહાર ઉભા રહેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં આ ઘટનાને રેકોર્સ કરી લીધી.

વિડીયો જોયા પછી લોકો ભેંસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે : ઈંટરનેટ ઉપર શેર થયેલા આ વિડીયોને જોયા પછી લોકો ભેંસની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. વિડીયો બનાવવા વાળા વ્યક્તિએ કહ્યું – ઓહ માય ગોડ, ગુડ જોબ. તે વિડીયો જોયા પછી તમે પણ કાંઈક એવું જ કહેશો. આ વિડીયોને ટ્વીટર ઉપર આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે. લગભગ 65 હજાર લોકોએ આ વિડીયો જોયો છે. દસ સેકંડના વિડીયો ઉપર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.