‘બુલબુલ’ ના ઊંધા પગ વાળી ચુડેલ કરતા વધારે બિહામણા છે પુરુષ પાત્ર, વાંચો સંપૂર્ણ રીવ્યુ.

‘બુલબુલ’ ફિલ્મનું રીવ્યુ, ઊંધા પગવાળી ચુડેલ કરતા પુરુષ પાત્ર વધારે ડરામણા છે, નબળા હૃદય વાળા ફિલ્મ જોતા નહિ

બુલબુલ મૂવી સમીક્ષા : બુલબુલની કહાનીની પૃષ્ઠભૂમિમાં 19 મી સદીના અંતના બંગાળી સમાજ અને તે યુગની તે તમામ દુષ્ટતાઓ છે, જેને દૂર કરવા માટે ઘણા સમાજ સુધારકોએ આંદોલન ચલાવ્યું.

નવી દિલ્હી (મનોજ વસિષ્ઠ). રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓથી બંગાળી સિનેમા પણ ખૂબ અસરકારક રહી છે. તેમની ઘણી લોકપ્રિય કહાનીઓને જાણીતા ફિલ્મ નિર્માતાઓ દ્વારા પડદા ઉપર દર્શાવવામાં આવી છે. રવિન્દ્રનાથ ટાગોરે પોતાના જીવનની ઘટનાઓ ઉપર કેટલીક ફિલ્મ બંગાળી ઉદ્યોગમાં બનાવવામાં આવી છે.

આવી જ એક ફિલ્મ છે કાદમ્બરી. તે ટાગોરની ભાભી કાદમ્બરી દેવીની બાયોપિક ફિલ્મ છે, જેમાં ટાગોર સાથે તેના સંબંધોને ખુબ જ સુંદર રીતે ડાયરેક્ટર સુમન ઘોષે સિનેમા દ્વારા દર્શકો સામે રજૂ કરી હતી.

અનુષ્કા શર્માની નેટફ્લિક્સ ઉપર રિલીઝ થયેલી ફિલ્મ ‘બુલબુલ’ ની કહાનીના બંને મુખ્ય પાત્રોની પ્રેરણા ‘કાદમ્બરી’ ઉપરથી આવી હોય તેવું લાગે છે, જેને આગળ વધારતા એક અલૌકિક રોમાંચક રૂપ આપવામાં આવ્યું છે, અને તેની સાથે ‘કાદમ્બરી’ સાથે તેની સમાનતા પણ સમાપ્ત થઇ જાય છે.

આ બંને ફિલ્મોને જોડતી કડી પરમબ્રત ચેટર્જી છે, જેમણે ‘કાદમ્બરી’માં ટાગોરની ભૂમિકા ભજવી હતી, જ્યારે કોંકણા સેન શર્મા કાદમ્બરી બની હતી. ‘બુલબુલ’માં પરમબ્રત એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. બુલબુલ એક મજબૂત સંદેશ પૂરો પાડનારી ફિલ્મ છે, જેમાં રોમાંચ અથવા હોરરનો ડોઝ જરાપણ નથી, જેમ કે ટીઝર અને ટ્રેલર જોઇને અપેક્ષા રાખવામાં આવી હતી.

‘બુલબુલ’ કહાનીની પૃષ્ઠભૂમિમાં 19 મી સદીના અંતના બંગાળી સમાજ અને તે સમયગાળાની તમામ દુષ્ટતાઓ છે, જેને દુર કરવા માટે ઘણા વર્ષોથી ઈશ્વરચંદ્ર વિદ્યા સાગર જેવા ઘણા મહાન સમાજ સુધારકોએ આંદોલન ચલાવ્યું હતું. ઉદાહરણ તરીકે, બાળ લગ્ન, પુરુષવાદી વિચારસરણી અને તેના કારણે જ મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને તે અત્યાચારોને પોતાનું નસીબ સમજીને સ્વીકાર કરવાનારી સ્ત્રીની મજબૂરી. ‘બુલબુલ’ એ તમામ સામાજિક અનિષ્ટીઓ સાથે સંઘર્ષ કરતી એક યુવતીની અંદર જાગી ઉઠેલા ક્રોધની પરાકાષ્ઠા છે.

‘બુલબુલ’ એ બાળ લગ્ન એક જમીનદાર કુટુંબમાં પોતાના કરતા ઘણા મોટા ઇન્દ્રનીલ સાથે થાય છે. ઇન્દ્રનીલનો નાનો ભાઈ સત્યા બુલબુલની લગભગ સરખી ઉંમરનો છે. તે તેની સાથે રમીને તે મોટી થાય છે. બાળપણની ચંચળતા અને જોડાણ યુવાનીમાં આકર્ષણમાં ફેરવાઈ જાય છે. બુલબુલ મનમાં ને મનમાં સત્યાને પ્રેમ કરવા લાગે છે.

ઇન્દ્રનીલને તેના જોડિયા મંદબુદ્ધિવાળા ભાઈ મહેન્દ્રની પત્ની બિનોદિની દ્વારા તે વાતનો અહેસાસ થાય છે. જમીનદારી લોહીમાં ઉકળે છે અને ઇન્દ્રનીલ સત્યાને લંડન મોકલી દે છે. સત્યાથી અલગ થવું એ બુલબુલ માટે ત્રાસથી ઓછું નથી હોતું. સત્યાના ગયા પછી એક રાત ઇન્દ્રનીલે નશાની હાલતમાં બુલબુલને મારીને અધમરી કરી દે છે.

તેના પગને ગંભીર ઇજાઓ પહોંચાડી દે છે. ત્યાર પછી ઇન્દ્રનીલ ઘર છોડીને નીકળી જાય છે. મંદબુદ્ધી ધરાવતો મહેન્દ્ર ઈજાગ્રસ્ત બુલબુલ ઉપર બલાત્કાર કરે છે. ગામનો એક ડોક્ટર સુદીપ બુલબુલની સારવાર કરે છે. કહાની જેમ જેમ આગળ વધતી જાય છે, ઇન્દ્રનીલ ના ગયા પછી મોટી વહુ હોવાને નાતે બુલબુલ ઘરની મુખ્ય વ્યક્તિ બની જાય છે. મહેન્દ્રનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થઇ ગયું છે. બિનોદિની માને છે કે, તેને ચૂડેલ દ્વારા મારી નાખવામાં આવી છે.

સત્યા લંડનથી પરત ફરે છે. બુલબુલ ખુશ થાય છે, પરંતુ તેની અંદર ઘણો ફેરફાર થઇ ગયો હોય તેવું લાગે છે. તેના શબ્દો અને હાસ્યમાં હવે રહસ્યનું એક સ્તર જોવા મળે છે. બીજી બાજુ ગામમાં પુરુષોની હત્યા થવા લાગે છે. ચર્ચા થઇ રહી છે કે જંગલમાં ઉલટા પગ વાળી એક ચૂડેલ છે, જે પુરુષોના જીવ લઇ રહી છે.

લંડન રીટર્ન સત્યાને આ બધી વાતો વાહિયાત લાગે છે અને તે સ્થાનિક પોલીસ સાથે મળીને સત્ય શોધવા માટે અભિયાનમાં આગળ નીકળી પડે છે. તે દરમિયાન ડોક્ટર સુદિપ સાથે બુલબુલને હળીમળી જતા જોઈ સત્યાને પહેલા ઈર્ષ્યા થાય છે, ત્યાર બાદ જમીનદારીનો ઘમંડ જાગૃત થાય છે અને તે બુલબુલને તેના પિયર મોકલવાનો નિર્ણય કરે છે. સત્યાની તપાસ દરમિયાન એવી ઘટનાઓ બને છે કે કહાની ફરી વળાંક લે છે અને ઘણા રહસ્યો બહાર આવે છે. ચૂડેલના ઉલટા પગના પણ.

સુપર નેચરલ થ્રિલર કહીને બનાવવામાં આવેલી બુલબુલ એક ધીમી ગતિની ફિલ્મ છે. ફિલ્મના મોટા ભાગમાં એવા દ્રશ્યો ઓછા છે, જે હોરર અથવા ગર્જના ઉત્પન્ન કરે. છેલ્લી વીસ મિનિટમાં કહાની ગતિ પકડે છે અને કેટલાક પ્રભાવશાળી દ્રશ્યો ઉભરી આવે છે. ફિલ્મ લેખનની દ્રષ્ટીએ નબળી લાગે છે.

પટકથા શરૂઆતમાં નિસ્તેજ લાગે છે. હા, થોડા સંવાદો થોડી અસર ઉભી કરે છે. ખાસ કરીને, તે દ્રશ્ય જ્યારે બિનોદિની બુલબુલ ઉપર થયેલા ત્રાસ પછી તેને સમજાવતા પોતાનું દુઃખ હવેલીઓ અને જમીનદારો ઉપર મેણા દ્વારા વ્યક્ત કરે છે.

ફિલ્મનું દિગ્દર્શન અન્વિતા દત્તે કર્યું છે, જેમણે ફિલ્મ લખી પણ છે. ‘અન્વિતાએ ડિરેક્ટર તરીકે સારી કામગીરી બજાવી છે. તેણે બુલબુલમાં પહેલીવાર ડિરેક્ટરની જવાબદારી સંભાળી છે. આ પહેલા તેમણે ઘણા સફળ ગીતો લખ્યા છે. બુલબુલના પાત્રના પાસાઓને પ્રકાશિત કરવામાં તૃપ્તિ ડિમરી સફળ રહ્યા.’

સત્યાની ભૂમિકામાં અવિનાશ તિવારી, મહેન્દ્ર અને ઇન્દ્રનીલની ડબલ ભૂમિકામાં રાહુલ બોઝ પ્રભાવિત કરે છે. બિનોદિનીની ભૂમિકામાં પાઉલી દામ અને ડોક્ટર સુદીપની ભૂમિકામાં પરમબ્રત ચેટર્જીએ અસર ઉભી કરી છે. અનુષ્કા શર્માની બુલબુલ મહિલા સશક્તિકરણને જુસ્સા સાથે દર્શાવે છે, પરંતુ હોરર ફિલ્મનો રોમાંચ ઉભો કરવામાં નિષ્ફળ ગઈ છે. એવું પણ કહી શકાય કે ‘બુલબુલ’ ની ચૂડેલ કરતાં વધુ ભયાનક તેના પુરુષ પાત્રો છે, જે સીધા પગવાળી ‘લક્ષ્મી’ ને ઉલટા પગ વાળી ‘ચૂડેલ’ બનવાની ફરજ પાડે છે.

કલાકારો – તૃપ્તિ ડિમરી, રાહુલ બોઝ, અશ્વની તિવારી, પરમબ્રત ચટર્જી, પાઉલી દામ વગેરે.

દિગ્દર્શક- અન્વિતા દત્ત

નિર્માતા- અનુષ્કા શર્મા, કર્ણેશ શર્મા.

વલણ – 3 સ્ટાર

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.