બુમરાહને ‘બેબી બોલર’ બોલવા વાળા પાકિસ્તાની ખિલાડી ની ઉડાવી મજાક, લોકોએ કહ્યું – ‘અબે એક વાર…’

ક્રિકેટની દુનિયામાં જેટલી વધુ મેદાનમાં ધમાલ દેખાય છે, એટલી જ વધુ મેદાન બહાર પણ જોવા મળે છે. મેદાનની અંદર ક્રિકેટર પોતાની રમતથી લોકોના દિલ જીતે છે, તો મેદાનની બહાર જાત જાતના નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. આ કડીમાં હાલના સમયમાં પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાક સમાચારોમાં છે. ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેણે ભારતીય ક્રિકેટરો વિષે ખુલીને પોતાના મંતવ્ય મુક્યા, પરંતુ હવે તે પોતાના જ ઈન્ટરવ્યુંને કારણે જોરદાર ટ્રોલ થઇ રહ્યો છે.

પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે હાલમાં જ ઈન્ટરવ્યુંમાં ઘણા પ્રકારની વાતચીત કરી, જેમાં તેનું પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને જોડાયેલી જોવા મળી. આ ઈન્ટરવ્યુંમાં જ્યાં એક તરફ તેમણે ૬ છોકરીઓ સાથે સંબંધ વિષે ખુલાસો કર્યો, તો બીજી તરફ જસપ્રીત બુમરાહને લઈને થોડા નિવેદન આપ્યા, જેના કારણે જ હવે તે જોરદાર ટ્રોલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ તેના આ નિવેદન ઉપર જોરદાર મીમ્સ બનાવી રહ્યા છે અને ખુબ વાયરલ કરી રહ્યા છે.

જસપ્રીત બુમરાહને લઈને કરી આ વાત :

ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેણે જોરદાર બોલરોનો સામનો કર્યો છે, જેમાં મુરલી, મેકગ્રાથ અને વસીમ અકરમ જેવા બોલરો સામેલ છે, જેને રમવામાં તેને જરાપણ તકલીફ નથી પડી. તેવામાં તેમણે કહ્યું કે, તેને જસપ્રીત બુમરાહને રમવામાં જરાપણ તકલીફ નહિ પડે, કેમ કે હજુ તે બાળક છે. અબ્દુલ રજ્જાકના આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઇ ગયા. ત્યાર પછી ભારતીય ફેંસે તેનો જાત જાતનો અંદાઝ લગાવી લીધો અને તેના જોરદાર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

લોકોએ આવી રીતે લીધી મજા :

અબ્દુલ રજ્જાકનું એ નિવેદન સાંભળીને સોશિયલ મીડિયા ઉપર તસ્વીરો અને મીમ્સનું પુર જ આવી ગયું. લોકો જાત જાતની મીમ્સ બનાવી રહ્યા છે, જેમાંથી એક છે કે માધુરી દીક્ષિત અબ્દુલ રજ્જાકને કહેતી જોવા મળી રહી છે કે, તમારી હિંમત કેવી રીતે થઇ? તો તેના જવાબમાં અબ્દુલ કહે છે કે, સોરી માફ કરી દો.

કામ ધંધો છે નહિ, તો થોડો ટાઈમ પાસ કરી લઉં છું. તે ઉપરાંત એક તસ્વીરમાં જસપ્રીત બુમરાહ કહેતા જોવા મળી રહ્યા છે કે, એક વખત સામનો કરી લો, પછી જણાવો કે હું શું છું અને શું નથી. આવા પ્રકારની મીમ્સ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

વિરાટ અને સચિનને લઈને પણ આપ્યું મોટું નિવેદન :

તે દરમિયાન જયારે તેને પૂછવામાં આવ્યું કે વિરાટ અને સચિન માંથી કોણ ઉત્તમ છે? તો તેમણે જવાબમાં કહ્યું કે, આજના સમયમાં વિરાટ ઘણા સારા બેટ્સમેન છે અને ઝડપથી રન બનાવી રહ્યા છે. પરંતુ સચિન તેંદુલકર સાથે તેની સરખામણી કરવી એકદમ ખોટુ છે, કેમ કે તેંદુલકર પાસે એક અલગ જ ક્લાસ હતો, જેને કોઈ બીટ નથી કરી શકતા. અબ્દુલ રજ્જાકનો આ ઈન્ટરવ્યું સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.