ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે બુંદી દહીં, છુપી રીતે દહીંમાં નાખી દે છે આ 1 સિક્રેટ મસાલો

ફક્ત આ એક મસાલો નાખીને તમે પણ ઘરે બનાવી શકો છો ભંડારામાં બનેલ બુંદી દહીંનો સ્વાદ, જાણી સિક્રેટ મસાલો

દહીં સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવ્યું છે. તે પેટને ઠંડુ રાખે છે અને પાચનની પ્રક્રિયાને પણ સુધારે છે. દહીંમાંથી બનતું રાયતું ઘણું સ્વાદિષ્ટ હોય છે. સાથે જ તેને બનાવવું ઘણું સરળ હોય છે. પણ જો તમે ક્યારેય ભંડારામાં ભોજન કર્યું હોય, તો તમે ત્યાંના રાયતાનો સ્વાદ પણ માણ્યો હશે.

ઘરે બનાવવામાં આવતા રાયતા અને ભંડારાના રાયતામાં ઘણું અંતર હોય છે. માત્ર 1 મસાલો નાખવાથી રાયતાનો સ્વાદ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. આવો તમને જણાવીએ કે, ભંડારામાં બુંદીનું રાયતું કઈ રીતે બનાવવામાં આવે છે.

બુંદીનું રાયતું બનાવવા માટે જરૂરી સામગ્રી :

1 કપ બુંદી,

2 કપ દહીં,

1 નાની ચમચી શેકેલો જીરા પાવડર,

સ્વાદ અનુસાર લાલ મરચાનો પાવડર ,

સ્વાદ અનુસાર મીઠું.

ભંડારા સ્ટાઇલમાં બુંદીનું રાયતું બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દહીં લો.

હવે તેને સારી રીતે વલોવી લો. દહીં ન તો વધારે ઘટ્ટ રાખવાનું છે, કે ન તો વધારે પાતળું રાખવાનું છે.

હવે આ દહીંમાં બુંદી નાખી દો. સાથે જ દહીંમાં લાલ મરચું અને મીઠું મિક્સ કરી દો.

હવે આવે છે સિક્રેટ મસાલો નાખવાનો સમય. તેના માટે તવા પર જીરું નાખીને તેને શેકી લો.

હવે તે શેકેલું જીરું હાથથી મસળવા પર તેનો પાવડર બની જશે. હવે તેને તૈયાર દહીંમાં મિક્સ કરો.

હવે આ સંપૂર્ણ મિશ્રણને સારી રીતે વલોવી દો. સર્વ કરતા પહેલા રાયતાને પંદર મિનિટ માટે મૂકી રાખો જેથી બુંદી નરમ થઈ જાય.

લો તૈયાર છે તમારું બુંદીનું રાયતું. એક મસાલો અને તેનો સ્વાદ તમારી જીભ પરથી નથી ઉતરે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.