મોંઘવારીના આ સમયમાં માણસને બે રૂમનો એક ફ્લેટ ખરીદવા માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેવામાં આલીશાન ઘરમાં રહેવાનું બસ સપના સુધી જ સીમિત રહી જાય છે. કેમ કે તે ખરીદવા દરેકની હેસિયતની વાત નથી. આમ તો હવે તમે ઈચ્છો તો તે સપનાને હકીકતમાં બદલી શકો છો. અને તેના માટે તમારે માત્ર બે સરળ શરતોને પૂરી કરવાની રહેશે. આવો તમને તેના વિષે સંપૂર્ણ હકીકત જણાવીએ છીએ જેથી જો ઈચ્છો તો તમે પણ તેના માટે અરજી કરી શકો છો.
અમે એ વાત કરી રહ્યા છીએ ઇટલીના સુંદર શહેર માંથી એક જગ્યા સામબુકાની, જ્યાં માત્ર 1 યુરો એટલે કે ઇન્ડીયન ચલણમાં લગભગ 80 રૂપિયા ચૂકવીને આલીશાન બંગલાને ખરીદી શકે છે, અને એ વાત એકદમ 100 ટકા સાચી છે.
સામબુકા પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ સ્થળ લાલ રંગની દ્રાક્ષની ખેતી માટે પ્રસિદ્ધ છે. ફૂલો કે ફળોના બગીચાથી ઘેરાયેલા અહિયાંના મકાનોની વાત જ કાંઈક અલગ હોય છે. શાંત વાતાવરણ અને મનમોહક દ્રશ્ય માટે સામબુકાનો કોઈ જવાબ નથી.
હવે વાત કરીએ છીએ એ બે શરતો વિષે, જેને પૂરી કરી તમે 80 રૂપિયા આપીને અહિયાં મકાન ખરીદો શકો છો. પહેલી શરત મુજબ મકાન ખરીદવામાં માત્ર ત્રણ વર્ષની અંદર જ તેને રીનોવેટ કરવાનું રહેશે. અને બીજી શરત અનુસાર સિક્યોરીટી ડીપોઝીટ તરીકે સ્થાનિક પ્રશાસન પાસે 5000 યુરો, એટલે કે ભારતીય મુદ્રાના હિસાબથી લગભગ 4 લાખ, 9 હજાર રૂપિયા જમા કરવાના રહેશે. આમ તો મકાનનું રીપેરીંગ થઇ ગયા પછી આ રકમ પાછી આપી દેવામાં આવશે.
હવે પ્રશ્ન એ છે કે ખરેખર આ સ્કીમ કે ઓફરની પાછળ કારણ શું છે? આવો તેના વિષે પણ અમે તમને જણાવીએ.
ખાસ કરીને છેલ્લા થોડા વર્ષોથી સામબુકાના રહેવાસી આ સ્થળને છોડીને બીજી જગ્યાએ રહી રહ્યા છે, અને એ કારણથી અહિયાંની વસ્તી સતત ઘટતી જઈ રહી છે. એવું અહિયાંના રહેવાસી મજબુરીથી કરી રહ્યા છે, કેમ કે સામબુકામાં જરૂરિયાતોની વસ્તુનો એટલો વિકાસ નથી થઇ રહ્યો. અને સાથે જ અહિયાં સારવારની વ્યવસ્થા પણ એટલી વિકસિત નથી. એટલે લોકો ઈમરજન્સીનો ભય સતાવતો રહે છે. એ કારણથી અહિયાંના સ્થાનિક રહેવાસી સામબુકા છોડીને જવામાં જ પોતાની ભલાઈ સમજે છે.
વસ્તી ઓછી થવાને લીધે અહિયાંના ડેપ્યુટી મેયરે આ લલચામણી સ્કીમ ઉભી કરી છે. ડેપ્યુટી મેયર જ્યુસપે કેસપોનો આ આઈડિયા ખરેખરમાં કામ આવ્યો, અને હવે લોકોએ સામબુકામાં બંગલો ખરીદવો શરુ કરી દીધો છે. ફ્રાંસ, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ જેવા શહેરો માંથી લોકો ઓલરેડી આ લલચામણી ઓફરનો લાભ ઉઠાવવા માટે અરજી જમા કરાવી દીધી છે. હવે એટલી જ રકમમાં આલીશાન બંગલો ખરીદવો આજકાલ ક્યાં શક્ય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.