જીવનમાં સફળ થવા માટે માત્ર થોડી બાબતો જરૂરી હોય છે જે છે ધગશ અને જુસ્સો. જો તમારા મનમાં આ બન્ને વસ્તુ છે અને સાથે જીવનમાં સફળ થવા માટે કંઈક કરવાની ઈચ્છા છે, તો તમે ક્યારે પણ અસફળ નહિ થાવ. તમારી મહેનત અને ધગશની તાકાત ઉપર તમે તમારા તમામ સપનાને પુરા કરી શકો છો.
તમે હંમેશા ફિલ્મોમાં જોયું હશે કે કેવો કોઈ છોકરો એક નાના એવા ગામ અને ઘર માંથી નીકળીને એક મોટો પોલીસ ઓફિસર બની જાય છે અને દેશની સેવા કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એવું માત્ર ફિલ્મોમાં જ નથી બનતું પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો સાથે થાય છે, અને તેની પાછળ હોય છે તેમનો દ્રઢ વિશ્વાસ અને મહેનત. આજે અમે તમને એવી જ એક છોકરી વિષે જણાવીશું જે એક નાના એવા ગામ માંથી નીકળીને આઈપીએસ ઓફિસર બની ગઈ.
હિમાચલના ઉનાના ઠઠ્ઠલ ગામમાં જન્મેલી શાલીની અગ્નિહોત્રીનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૮૯ માં થયો હતો. બાળપણમાં જ શાલીનીએ દેશની સેવા કરવાનું સપનું જોયું હતું, અને આજે તેણે પૂરું કરી બતાવ્યું છે. શાલીની આજે એક આઈપીએસ અધિકારી બની ગઈ છે. ન માત્ર આઈપીએસ અધિકારી પરંતુ શાલીનીએ આઈપીએસની સર્વશ્રેષ્ઠ ટ્રેનીનો એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. શાલીની પોતાના બેચમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ટ્રેની તરીકે પસંદ કરવામાં આવી છે. જેના માટે તેને પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત બેટન અને ગૃહમંત્રીની સર્વશ્રેષ્ઠ રિવોલ્વર આપીને સન્માનિત કરવામાં આવી છે.
શાલીનીના પિતા એચઆરટીસી બસમાં કંડકટર છે અને તેની માં હાઉસવાઈફ છે. શાલીનીનો નાનપણનો અભ્યાસ ધર્મશાળાની ડીએવી માંથી થયો હતો. ત્યારબાદ તેમણે હિમાચલ પ્રદેશ એગ્રીકલ્ચર યુનીવર્સીટી માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. ત્યાર પછી શાલીની UPSC નો અભ્યાસ કરવા લાગી. શાલીનીને ખબર હતી કે તે પરીક્ષા ઘણી અઘરી હોય છે અને તેને પસાર કરવા માટે લોકો ન જાણે કેટલા વર્ષો કાઢી નાખતા હોય છે. પરંતુ શાલીનીએ પોતાની પૂરી મહેનત અને ધગશ સાથે ન માત્ર અભ્યાસ કર્યો પરંતુ આ પરીક્ષાને પાસ કરી દેખાડી. શાલીની આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી તે વાતની ખબર તેમના ઘર વાળાને પણ ન હતી.
શાલીનીએ વર્ષ ૨૦૧૧ માં પરીક્ષા આપી અને રીટન ક્વોલીફાઈ કર્યા પછી, વર્ષ ૨૦૧૨ માં ઈન્ટરવ્યું આપ્યું જે ક્લિયર થઇ ગયું. અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર શાલીનીએ ૨૮૫ મો રેન્ક પ્રાપ્ત કર્યો. ડીસેમ્બરમાં જ શાલીની હૈદરાબાદ પોતાની ટ્રેનીંગ માટે જતી રહી, શાલીની પોતાની બેચમાં ટોપર હતી. હાલના સમયે શાલીનીનું પોસ્ટીંગ કુલ્લુ છે અને ત્યાં તે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પુલીસ ની સેવા આપી રહી છે.
શાલીનીએ જણાવ્યું કે તેની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમના ઘર વાળાને જાય છે. તેમના માતા પિતાએ હંમેશા તેને સપોર્ટ કર્યો અને ક્યારેય કોઈ પ્રકારની રોક ટોક ન કરી. એટલા માટે આજે તે આ સ્થાન ઉપર પહોચી શકી છે. શાલીનીએ જણાવ્યું કે આજે જયારે તે કોઈ કેસને સોલ્વ કરી લે છે અને ગુનેગારને સજા મળે છે તો તેને ઘણો આનંદ પ્રાપ્ત થાય છે.