બસ કંડકટરની દીકરી છે મેજર ખુશ્બુ, આર્મી પરેડ પછી એમણે જે કહ્યું એ દરેક છોકરીએ વાંચવું જોઈએ

આજના સમયમાં સ્ત્રી પુરુષની સમોવડી બની ગઈ છે અને દરેક કામમાં આગળ છે. આવી જ એક વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આ વખતે સ્વાતંત્ર્ય દિવસની પરેડમાં આસામ રાયફલ્સની મહિલાની ટુકડીના નેતૃત્વમાં નારી શક્તિનું પણ પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું. જેમણે પહેલી વખત રાજપથ ઉપર તાલબદ્ધ પ્રદર્શન કરી ઈતિહાસ બનાવી દીધો. આ પરેડમાં મેજર ખુશ્બુ કંવર આસામ રાયફલ્સની મહિલા ટુકડીની કમાંડર હતી.

એક બાળકની માં એવી ૩૦ વર્ષીય મેજર ખુશ્બુના નેતૃત્વમાં દેશના સૌથી જુના અર્ધસૈનિક દળ આસામ રાયફલ્સની ૧૪૭ મહિલા સૈનિકની ટુકડીએ રાજપથ ઉપર નારી શક્તિનું ગૌરવ રજુ કર્યુ. રાજપથ ઉપર પહેલી વખત ૧૮૩ વર્ષ જૂની આસામ રાઈફલ્સની મહિલા ટુકડીએ પોતાનો દબદબો દેખાડ્યો. આસામ રાઈફલ્સની સ્થાપના ૧૮૩૫ માં થઇ હતી. આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી વખત આસામ રાઈફલ્સની મહિલા ટુકડીએ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો.

મેજર ખુશ્બુ કંવરે કહ્યું, આસામ રાયફલ્સની મહિલાની ટુકડીનું નેતૃત્વ કરવું મારા માટે ઘણું જ સન્માન અને ગર્વની વાત છે. અમે કઠોર અભ્યાસ કર્યો હતો. પરંતુ જો હું આવું કરી શકું છું તો કોઈપણ છોકરી પોતાનું સપનું પૂરું કરી શકે છે. હું બીજી મહિલાઓને જણાવવા માગું છું, કે સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી હોતો.

બસ કંડકટરની દીકરી : ખુશ્બુએ જણાવ્યું, હું રાજસ્થાનના એક બસ કંડકટરની દીકરી છું. મારી આ સિદ્ધી ઉપર મારા પિતા ગર્વ અનુભવે છે. પિતાએ પોતાના જીવનમાં જેટલો સંઘર્ષ કર્યો છે, તેના બદલામાં આ તેમના માટે એક નાની એવી ભેંટ છે.

પતિ પણ છે મેજર : મેજર ખુશ્બુ હાલના સમયમાં મણીપુર રાજ્યના અખરુલમાં રહેલી છે. જયપુરમાં જન્મેલી ખુશ્બુના સસરા મહેન્દ્ર સિંહ સેનાના નિવૃત્ત કેપ્ટન છે. તેમના લગ્ન મેજર રાહુલ કંવર સાથે થયા છે. ખુશ્બુ કંવરને ૨૦૧૨ માં પ્રમોશન મેળવ્યું છે અને તે ૨૦૧૮ માં મેજર બની. એમબીએ કરનારી ખુશ્બુનું ધ્યેય પહેલેથી જ સેના તરફ હતું.

૫-૬ મહિનાની મહેનત : સ્વાતંત્ર્ય દિવસ ઉપર મહિલા સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરનારી મેજર ખુશ્બુ કંવરે આ પરેડ માટે લગભગ સતત ૬ મહિના સુધી સખ્ત મહેનત કરી. તે પોતાની મહિલા ટુકડી સાથે વહેલી સવારે જાગીને મેદાનમાં ૮ થી ૧૦ કલાક અભ્યાસ કરતી હતી. સાથે જ દરરોજ ૧૨ થી ૧૮ કી.મી. નું અંતર પસાર કરતી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.