ઈ-કોમર્સ વેબસાઈટસ નાના વેપારીઓ માટે કમાણીનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. હરિયાણાની રીતુ કૌશિક પણ તેમાંથી એક છે જે દર મહીને ૮ લાખ રૂપિયા સુધી કમાણી કરે છે.
ભારતમાં ઈ-કોમર્સ વેબસાઈટસએ પોતાનું સામ્રાજ્ય સારું એવું ઉભું કરી દીધું છે. હવે તમારી જરૂરીયાતની દરેક વસ્તુ તમારી બસ એક ક્લિકના અંતરે છે. તમારે ઘર કે ઓફીસમાં બેઠા બેઠા ટેસ્ટી ખાવાથી લઇને તમારી જરૂરિયાતની દરેક નાની મોટી વસ્તુ સરળતાથી મળી રહે છે. આ ઈ-કોમર્સ વેબસાઈટસ આવ્યા પછી તમારે બજારમાં કલાકો ધક્કામુક્કી સહન નથી કરવી પડતી. ભારત જ નહિ પરંતુ દુનિયા આખીમાં ઓનલાઈન વસ્તુ ખરીદવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. વર્ચ્યુઅલ બજાર દિવસેને દિવસે વધી રહ્યું છે. તમે તેનો અંદાજો એ વાત ઉપરથી જ લગાવી શકો છો, કે હાલ દુનિયાના સૌથી મોટા પૈસાદાર વ્યક્તિ એક ઈ-કોમર્સ વેબસાઈટના માલિક છે. એ વ્યક્તિનું નામ જેફ બેઝોસ છે અને તેની કમાણીનો એક મોટો ભાગ ઈ-કોમર્સ ધંધા માંથી જ આવે છે.
ઈ-કોમર્સ વેબસાઈટસએ વધારી ધંધાની તક :
તેને જોઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક અને ભારતના સૌથી મોટા પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ ઈ-કોમર્સ બજારમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. એક તરફ આ ઓનલાઈન બજારથી સુવિધા વધી ગઈ છે. અને બીજી તરફ તેનાથી રોજગારીની પણ તકો વધી ગઈ છે. નાના માં નાના વેપારીઓ માટે પોતાની વસ્તુ વેચવાનું પ્લેટફોર્મ મળી ગયું છે. આજે અમે તમને એવી જ એક મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એવા રાજ્ય માંથી આવે છે જ્યાં મહિલાઓને કામ કરવવા માટે ઘણી મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. તમને જાણીને નવાઈ થશે કે આ મહિલા ફ્લીપકાર્ટ દ્વારા દર મહીને ૮ લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. આ મહિલા ફ્લીપકાર્ટ ઉપર બેગનું વેચાણ કરી કમાણી કરે છે.
ફ્લીપકાર્ટ ઉપર હેંડબેગનો ધંધો કરે છે રીતુ :
ઉત્તર ભારતનું એક રાજ્ય હરિયાણા જ્યાંનો જાતિ ગુણોત્તર ઘણો ઓછો મળી આવે છે. અહિયાં મહિલાઓએ પોતાનું સ્થાન બનાવવા માટે માત્ર કઠોર મહેનત જ નહિ પરંતુ ઘણા પ્રકારની સામાજિક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ આ રાજ્યની મહિલા જેનું નામ રીતુ કૌશિક છે, તે ઈ-કોમર્સ કંપની ફ્લીપકાર્ટ સાથે જોડાઈને પોતાનો ધંધો કરે છે અને દર મહીને ૮ લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. રીતુ હરિયાણાના સાનીપત જીલ્લા માંથી આવે છે. રીતુ હેંડબેગ બનાવીને ફ્લીપકાર્ટ સાથે એક સેલર તરીકે ધંધો કરે છે.
રીતુએ પોતાનો ધંધો ૨૦૧૬ માં શરુ કર્યો હતો. એક વેબસાઈટ યોર સ્ટોરી ડોટ કોમને આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં રીતુ જણાવે છે, કે મેં મારા શોખ માટે જ મારો ધંધો ઉભો કર્યો. પોતાનો ધંધો શરુ કરતા પહેલા રીતુએ એક મોટો નિર્ણય એ લીધો કે તેણે ગેજ્યુએશન પૂરું કર્યુ. પોતાના બે બાળકોને સાચવવાની સાથે સાથે રીતુ કોલેજ પણ જતી હતી. ૧૬ વર્ષની ઉંમરમાં જ લગ્ન કરવા વાળી રીતુના પતિએ તેને પૂરો સાથ આપ્યો.
ઓનલાઈન શોપિંગ દ્વારા આવ્યો ધંધાનો આઈડિયા :
મારી આસપાસના લોકોને ઓનલાઈન શોપીંગ કરતા જોઈને રીતુને આ ધંધાનો આઈડિયા આવ્યો. પરંતુ તે દરમિયાન પણ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રીતુ કહે છે કે મારા પડોશીઓ અને સંબંધિઓનું કહેવું હતું કે મારા પતિ નોકરી કરે છે, તો મારે કમાવાની શું જરૂર છે. તેઓ એવું એટલા માટે કહેતા હતા કેમ કે હું એક મહિલા છું. તે આગળ જણાવે છે, કે ફ્લીપકાર્ટએ મને મદદ અને ટ્રેનીંગ પૂરી પાડી જેની મને ઘણી જરૂર હતી. ફ્લીપકાર્ટએ જ મને શીખવાડ્યું કે પોતાની પ્રોડક્ટને કેવી રીતે પ્રોમોટ કરવાની છે. ફ્લીપકાર્ટએ મને લોનની પણ ઓફર આપી હતી. પરંતુ મેં મારી બચતના પૈસાથી જ પોતાનો ધંધો શરુ કર્યો.
રીતુ એ ૨૦ લાખ દર મહીને કમાણીનું લક્ષ્ય રાખ્યું :
રીતુએ પોતાના પતિ પાસેથી જ પહેલા તો કોમ્પ્યુટર ચલાવતા શીખ્યું, અને પછી પોતે જ જાતે પ્રેક્ટીસ કરવાનું શરુ કરી દીધું. પોતાના ધંધાના પહેલા વર્ષમાં જ રીતુને દર મહીને એક લાખ રૂપિયા સુધીની કમાણી થવાનું શરુ થઇ ગયું. તેની પ્રોડક્ટને ફ્લીપકાર્ટ ઉપર ગ્રાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. એ કારણ છે કે આજે તેમની એક મહિનાની કમાણી ૮ લાખ રૂપિયા સુધીની થઇ ગઈ છે. ધંધાના લગભગ ૩ વર્ષ પછી રીતુએ પોતાની પ્રોડક્ટના ભાવ ૨૦૦ રૂપિયાથી લઇને ૧૫૦૦ રૂપિયા રાખ્યા છે. તેનું કહેવું છે કે દક્ષીણ ભારતમાં તેની પ્રોડક્ટ ઘણી લોકપ્રિય છે. હવે તો તે પોતાના ધંધાને ઉત્તર-પૂર્વ ભારતમાં વધારવા માંગે છે. સાથે જ તેમણે પોતાના રેવન્યુને ૨૦ લાખ રૂપિયા સુધી દર મહીના સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે.
વીડિઓ :