ટ્રેનમાં ખરીદ્યું પાવર બેન્ક, અંદર જે નીકળ્યું તે જોઈને થઇ જશો ચકિત ને લેવામાં ધ્યાન રાખશો જુઓ

સ્માર્ટફોનના આ જમાનામાં તેની જલ્દી જલ્દી બેટરી ખલાસ થવી લોકો માટે કોઈ સમસ્યાથી ઓછું નથી. પરંતુ લોકો તેનાથી છુટકારો મેળવવા માટે પાવર બેન્ક ખરીદે છે, જેથી ક્યાંય પણ અને ક્યારે પણ પોતાના ફોનને ફરીથી ચાર્જ કરી દુનિયા સાથે જોડાયેલા રહે. પોતાના ફોનને ચાર્જ કરવા માટે લોકો હજારો રૂપિયા આપીને પ્રસિદ્ધ કંપનીઓના પાવર બેન્ક ખરીદે છે. પરંતુ જયારે પાવર બેન્કના નામ ઉપર તમને લોટથી ચોંટાડેલી એક નકલી બેટરી વાળો ડબ્બો પકડાવી દેવામાં આવે તો વિચારો તમે કેવું અનુભવશો.

એવું જ થયું એક વ્યક્તિ સાથે જયારે તેણે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પોતાના મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે પ્રસિદ્ધ રેડમી કંપનીની પાવર બેન્ક ખરીદી. તે વ્યક્તિને થયું કે તેનાથી તેની મુશ્કેલી દુર થઇ જ જશે, અને તે જયારે ઈચ્છે ત્યારે તેનાથી પોતાનો ફોન ચાર્જ કરી લેશે. પરંતુ જયારે તેની સામે નકલી પાવર બેન્કનું સત્ય આવ્યું, તો તે આશ્ચર્યચકિત થઇ ગયો. હવે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ખાસ કરીને પાવર બેન્ક ખરીદવા વાળા વ્યક્તિએ જયારે તેનાથી ફોન ચાર્જ કરવાનું શરુ કર્યું તો થોડી વાર પછી જ ફોન બંધ થઇ ગયો. ત્યાર પછી તેણે પાવર બેન્કને ખોલીને જોયું તો સંપૂર્ણ સત્ય બહાર આવી ગયું. ખાસ કરીને કોઈએ તેને રેડમી કંપનીની પાવર બેન્કના નામ ઉપર તેનું કવર વેચી દીધું હતું, જેની ઉપર એમઆઈનો લોગો હતો.

તમે ફોટામાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે તે કોઈ પાવર બેન્ક ન હતી, પરંતુ તેની બનાવટ પાવર બેન્ક જેવી હતી. તે કોઈ ફોનને થોડી વાર માટે ચાર્જ કરવા બનાવવામાં આવ્યું હતું. તેમાં એક બેટરી હતી જેને પાવર બેન્કના કવરમાં રાખવામાં આવી હતી અને લોટના લોયાથી ચોંટાડી દેવામાં આવી હતી. તે રહસ્ય ખુલ્યું તો તે ખરીદવા વાળો વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગયો.

ત્યાર પછી જયારે તેની સાથે જ પ્રવાસ કરી રહેલા બીજા વ્યક્તિએ પોતાની સેમસંગની પાવર બેન્ક ખોલીને જોઈ તો તેના પણ હોંશ ઉડી થયા. સેમસંગના નામ ઉપર વેચવામાં આવેલી બનાવટમાં પણ બેટરીને લોટના લોયાથી ચોંટાડીને કવરની અંદર રાખવામાં આવી હતી. આમ તો આ વિડીયો કઈ ટ્રેનનો છે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું.

જે વ્યક્તિ સાથે છેતરપીંડીની આ ઘટના બની હતી તે ફતેહાબાદથી દિલ્હી કોઈ અંગત કામથી આવ્યો હતો, અને પ્રવાસ દરમિયાન જ તેણે પાવર બેન્ક ખરીદી હતી. પીડિતના જણાવ્યા મુજબ પાવર બેન્ક વાળાએ પહેલા તેની કિંમત ૮૫૦ રૂપિયા જણાવી હતી, પરંતુ પાછળથી માત્ર ૧૦૦ રૂપિયામાં વેચીને ભાગી ગયો.

નકલી વસ્તુઓને લઈને આ કોઈ પહેલી ઘટના નથી જે સામે આવી છે. તેના પહેલા પણ ઓનલાઈન શોપિંગ દ્વારા ગ્રાહકો સાથે ઘણી વખત ઉંચી કિંમત વસુલ કરી તેને નકલી વસ્તુ મોકલવામાં આવી ચુકી છે. ઘણી વખત તો મોબાઈલ ફોનને બદલે ડબ્બામાં સાબુ કે પછી ઈંટનો ટુકડો મૂકીને પણ ગ્રાહકોને છેતરવાની બાબતો સામે આવી ચુકી છે.

ગયા જુલાઈમાં ઈ-કોમર્સ કંપની Snapdeal એ પોતે ખુલાસો કર્યો હતો કે, તેના થોડા સેલર્સ ગ્રાહકોને નકલી વસ્તુ વેચી રહ્યા છે. તેની ઉપર કાર્યવાહી કરતા Snapdeal એ છેલ્લા ૮ મહિના દરમિયાન પોતાના પ્લેટફોર્મમાંથી ૮,૦૦૦ વેપારીઓને દુર કરી દીધા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.