માં માટે ફ્રીઝ ખરીદવા 35 કિલો સિક્કા લઈને ગયો, બે હજાર ઓછા નીકળ્યા તો શો રૂમ વાળા એ…

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, જેમ એક માં પોતાના સંતાન માટે કાંઈ પણ કરી શકે છે, તો એક સંતાન પણ પોતાની માં માટે કાંઈ પણ કરી શકે છે. અને આજે અમે તમને જે કિસ્સો જણાવવાં જઈ રહ્યા છીએ, તે આ વાત સાચી સાબિત કરે છે. આવો જાણીએ આજના લેખમાં શું ખાસ છે?

જોધપુરના સહારન નગરના નિવાસી એવા 17 વર્ષના રામસિંહે સવારે ન્યુઝ પેપરમાં ફ્રીઝની જાહેરાત જોઈ તો તેણે શો રૂમમાં ફોન કર્યો. તેણે ફોન પર કહ્યું કે, તે આજે તેની મમ્મીનો જન્મ દિવસ છે અને તે એમને ફ્રીઝ ગિફ્ટમાં આપવા માંગે છે. પણ તે ફક્ત સિક્કાથી જ એની ચુકવણી કરી શકશે. તો શો રૂમના સંચાલક હરિકિશન ખત્રીએ એને સિક્કા સ્વીકારવાની હા પાડી. અને ત્યારબાદ રામસિંહ એક ગુણમાં લગભગ 35 કિલો સિક્કા લઈને શોરૂમ પર આવ્યો હતો. એ સિક્કામાં એક, બે, પાંચ અને દશના સિક્કા સામેલ હતા.

શોરૂમના સંચાલકે સ્ટાફ પાસે પૈસા ગણાવ્યા તો એમાં 2 હજાર રૂપિયા ઓછા નીકળ્યા. પણ કિશોરની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હરિકિશને રામસિંહને ન ફક્ત 2 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું, પણ એક ગિફ્ટ પણ આપ્યું.

12 વર્ષમાં 13,500 રૂપિયા ભેગા કર્યા :

રામસિંહને બાળપણથી જ ગલ્લામાં પૈસા ભેગા કરવાનો શોખ છે. ગલ્લો ભરાઈ જતો તો એમાંથી નોટ કાઢીને પોતાની માં પપ્પુદેવીને આપી દેતો, પણ સિક્કા સાચવીને રાખતો. અને આ રીતે લગભગ 12 વર્ષમાં તેણે 13,500 રૂપિયાના સિક્કા ભેગા કરી દીધા. અને એ જ સિક્કા લઈને તે શિવ શક્તિ નગરમાં આવેલી ઈલેક્ટ્રોનિકના શો રૂમમાં ફ્રીઝ લેવા પહોંચ્યો હતો.

માં ને પોતાના પૈસાથી ફ્રીઝ અપાવવાનો વાયદો કર્યો હતો :

એણે પોતાની માં ને વાયદો કર્યો હતો કે તે, પોતાના પૈસાથી ફીઝ લઈને એમને ગિફ્ટ આપશે. રામસિંહનું ગિફ્ટ જોઈને તેની માં અને પિતા ઘણા ખુશ થઈ ગયા. શો રૂમ તરફથી રામસિંહને એક ગિફ્ટ પણ આપવામાં આવ્યું. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર રામસિંહ બીએસસીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે, અને તેના પિતા પ્રોપર્ટી ડીલર છે.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.