શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ.

ભગવાન શિવની કૃપા ઝડપથી મેળવવા માટે શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, બની રહશે કૃપા દ્રષ્ટિ

શ્રાવણના સોમવાર પશ્ચિમ અને દક્ષિણ ભારત અનુસાર.

27 જુલાઈ.

03 ઓગસ્ટ.

10 ઓગસ્ટ.

17 ઓગસ્ટ.

ભારતમાં દરેક મહિનાનું એક અલગ મહત્વ છે. પણ શ્રાવણ મહિનાને ભગવાન શંકર સાથે જોડીને જોવામાં આવે છે. એટલા માટે તેનું મહત્વ વધી જાય છે. શ્રાવણ મહિનાના દિવસો ભગવાન શિવની આરાધના માટે સૌથી ખાસ માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ મહિનામાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવાથી અથવા દર સોમવારે નિયમપૂર્વક શિવલિંગ પર પાણી અર્પણ કરવાથી દરેક મનોકામના પુરી થાય છે, અને ઘણા લાભ મળે છે. જે કામ પુરા કરવા માટે તમે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હોય, અને તે થતા-થતા રહી જાય છે, તો શ્રાવણ મહિનામાં શિવની આરાધનાથી તે પુરા થઈ જાય છે.

પ્રકૃતિની દૃષ્ટિએ પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે. પ્રકૃતિ લીલી-છમ રહે છે અને એવું માનવામાં આવે છે કે, આ મહિનામાં જે લોકો પોતાને પ્રકૃતિની નજીક અનુભવે છે, તેમને પ્રકૃતિની દેવીનો પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રાવણના સોમવારે ખરીદો આમાંથી કોઈ પણ એક વસ્તુ, થશે ભાગ્યોદય :

1. ભસ્મ : પહેલા સોમવારે અથવા શ્રાવણના કોઈ પણ સોમવારે શિવ મૂર્તિની સાથે જો ભસ્મ રાખો તો શિવ કૃપા મળશે.

2. રુદ્રાક્ષ : એવી માન્યતા છે કે, રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ હતી. એટલા માટે જો તમે શ્રાવણના સોમવારે રુદ્રાક્ષ ઘરે લાવો છો, અને ઘરના મુખીના રૂમમાં રાખો છો, તો ભગવાન શિવ ન ફક્ત અટકેલા કામને પુરા કરે છે, પણ તેનાથી આર્થિક લાભ પણ થાય છે. તેનાથી પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય છે.

3. ગંગા જળ : ભગવાન શંકરે ગંગા માં ને પોતાની જટામાં સ્થાન આપ્યું હતું. એટલા માટે જો તમે શ્રાવણના સોમવારે ગંગાજળ લાવીને ઘરના રસોડામાં રાખો છો, તો ઘરમાં સમૃદ્ધિ વધશે અને પ્રગતિ અને સફળતા મળે છે.

4. ચાંદી અથવા તાંબાનું ત્રિશુળ : ઘરના હૉલમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશુલ સ્થાપિત કરીને તમે ઘરની બધી નકારાત્મક ઉર્જા ખતમ કરી શકો છો. આ વખતે શ્રાવણમાં તેને જરૂર લાવો.

5. ચાંદી અથવા તાંબાનો નાગ : નાગને ભગવાન શિવનું અભિન્ન અંગ માનવામાં આવે છે. ઘરના મેઈન ગેટની નીચે નાગ-નાગણના જોડાને દબાવવાથી એટકેલા કામ પુરા થાય છે.

6. ડમરુ : ઘરમાં ડમરુ રાખવાથી નકારાત્મક શક્તિની અસર નથી થતી. ખાસ કરીને જો તમે તેને બાળકોના રૂમમાં મુકશો તો વધારે સારું રહેશે. બાળકો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી બચેલા રહેશે અને તેમને દરેક કામમાં સફળતા પણ પ્રાપ્ત થશે.

7. પાણીથી ભરેલો તાંબાનો લોટો : ઘરના જે ભાગમાં પરિવાર સૌથી વધારે રહે છે, ત્યાં એક તાંબાના લોટામાં પાણી ભરીને મુકો. તેનાથી ઘરના લોકો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ બન્યો રહેશે. ધ્યાન રાખો કે સમય-સમય પર તેમાં પાણી બદલતા રહો. અને તે પાણીને ફેંકી દેવાની જગ્યાએ તેને કોઈ ઝાડ અથવા છોડમાં નાખવું જોઈએ.

8. ચાંદીના નંદી : જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્વ છે, તે જ રીતે ઘરમાં ચાંદીના નંદી રાખવાનું પણ ખાસ મહત્વ છે. પોતાની તિજોરી અથવા કબાટમાં જ્યાં તમે પૈસા અથવા ઘરેણાં રાખો છો, ત્યાં ચાંદીના નંદી રાખો. તેનાથી તમને ધન લાભ થશે અને તમારી આર્થિક સમૃદ્ધિ વધશે.

શ્રાવણ મહિનામાં ભક્ત 3 પ્રકારના વ્રત રાખે છે.

1. શ્રાવણ સોમવાર વ્રત.

2. સોળ સોમવાર વ્રત.

3. પ્રદોષ વ્રત.

શ્રાવણ મહિનામાં સોમવારે જે વ્રત રાખે છે તેને શ્રાવણનો સોમવાર વ્રત કહેવામાં આવે છે. તેમજ શ્રાવણના પહેલા સોમવારથી 16 સોમવાર સુધી વ્રત રાખો તેને સોળ સોમવાર વ્રત કહે છે, અને પ્રદોષ વ્રત ભગવાન શિવ અને માં પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે પ્રદોષના દિવસે કરવામાં આવે છે.

વ્રત અને પૂજન વિધિ :

સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરી સ્વચ્છ કપડાં પહેરો.

પૂજા સ્થળની સફાઈ કરો.

આસપાસ કોઈ મંદિર છે, તો ત્યાં જઈને ભોલેનાથના શિવલિંગ પર જળ અર્પણ કરો.

ભોલેનાથની સામે આંખ બંધ કરી શાંતિથી બેસો અને વ્રતનો સંકલ્પ લો.

દિવસમાં બે વાર સવારે અને સાંજે ભગવાન શંકર અને માં પાર્વતીની અર્ચના જરૂર કરો.

ભગવાન શંકર સામે તલના તેલનો દીવો પ્રગટાવો અને ફળ અને ફૂલ અર્પણ કરો.

ૐ નમઃ શિવાય મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા ભગવાન શંકરને સોપારી, પંચામૃત, નારિયેળ અને બીલીપત્ર ચડાવો.

શ્રાવણ સોમવાર વ્રત કથાનો પાઠ કરો અને બીજાને પણ વ્રત કથા સંભળાવો.

પૂજાનો પ્રસાદ વહેંચો અને સાંજે પૂજા કરી વ્રત ખોલો.

અંતમાં ભગવાન શિવની આરતી ઉતારો અને પ્રસાદ વહેંચો.

વિશેષ : કોરોના કાળને ધ્યાનમાં રાખીને તમે આ પૂજા પોતાના ધરે બેસીને પણ કરી શકો છો. મંદિરોમાં સામાજિક અંતર અને સ્વચ્છતા વગેરેનું કડકાઈથી પાલન કરો. હિંદુ ધર્મના અનુયાયીઓએ પહેલા પણ ઇતિહાસમાં દેશ કાળ અનુસાર પોતાને સારી રીતે ઢાળ્યા છે, અને આ કાળમાં પણ ઢાળી શકે છે.