આ જ્યોતિષીય ઉપાય કરવાથી મંદબુદ્ધિ પણ બની શકે છે ‘ઇન્ટેલીજન્ટ’

મંદબુદ્ધિ લોકોને પણ ‘ઇન્ટેલીજન્ટ’ બનાવી શકે છે આ જ્યોતિષીય ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ વ્યક્તિની કોઈ વિશેષતાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય ગ્રહ તેને સમાજમાં સન્માન આપે છે, તો શુક્ર શારીરિક સુંદરતા આપે છે. ગુરુ તેને ધન આપે છે, તો બુધ તેની બુદ્ધીને વધારી દે છે.

તેનો અર્થ જો કોઈ મગજ તેજ છે કે નબળું છે, તો તેની પાછળ તેની કુંડળીનું બુધ ગ્રહનું શુભ કે અશુભ હોવું જવાબદાર છે. જો કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી છે, દરેક તેની સમજણ અને સુજબુજની પ્રસંશા કરે છે, તો કોઈ તકલીફ નથી હોતી.

પરંતુ જ્યાં તેનું મગજ નબળું હોય, તે ભણવા ગણવામાં કે સમજણમાં એટલો આગળ ન હોય, તો દરેક તેની ખરાબ વાત કરે છે. જો તેનું બાળક કે પછી પોતે જ આ તકલીફ માંથી પસાર થાય છે કે પછી કોઈ પણ એવો વ્યક્તિ જે પોતાના નબળા મગજને કારણે શરમ અનુભવે છે, તો અમારી પાસે એક ઉપાય છે.

નબળું મગજ :-

જો વ્યક્તિ પોતાની કુંડળીના બુધ ગ્રહને મજબુત બનાવી લે, તો તે પણ લલ્લુ માંથી સમજદાર વ્યક્તિમાં ફેરવાઈ શકે છે. કુંડલીના બુધ ગ્રહને ઠીક કરવા માટે ઘણા ઉપાયો હોય છે.

બુધ ગ્રહના ઉપાય :-

ઘણા જ્યોતિષી તમને દાન પુણ્ય કરવાનું કહેશે, મોંઘા મોંઘા રત્ન પહેરવાનું પણ કહેશે. પરંતુ અમે તમને સૌથી સરળ અને સસ્તો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવામાં તમારે એક પૈસો પણ ખર્ચ કરવાની જરૂર નથી.

તમારે માત્ર એક મંત્રનો જાપ કરવાનો છે અને આ જાપ દરમિયાન તમારે ફટકડીની જરૂર પડશે. ફટકડીનો એક નાનો એવો ટુકડો તમારા હાથમાં લો અને આ મંત્રના ૧૦૮ વખત જાપ કરો “ॐ चपलाय नम:” આ મંત્ર દરરોજ જાપ કરવાથી જ અફલિત સિદ્ધ થશે.

હિંદુ માન્યતાઓ મુજબ મંત્રોમાં ઘણી શક્તિ હોય છે. તેનું ઉચ્ચારણ કરતા સમયે ખાસ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિની ચારે તરફ રક્ષા કવચ બનાવી દે છે. તે રક્ષા કવચ તેને ગ્રહોના અશુભ પ્રભાવથી બચાવે છે અને સાથે જ સાથે ગ્રહોને મજબુત પણ બનાવે છે.

આ માહિતી સ્પીકિંગ ટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.