આ મરચું ખાવાથી ડાયાબીટીસ અને કેન્સર ના દર્દીઓ ને મળી શકે છે લાભ

ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર. એક એવા મરચાની શોધ કરવામાં આવી છે, જે ડાયાબીટીસ અને કેન્સરના દર્દીઓ માટે લાભદાયક છે. છત્તીસગઢના રાયપુરના શાસકીય નાગાર્જુન વિજ્ઞાન મહાવિદ્યાલયમાં એમએસસીના છેલ્લા વર્ષ (બાયોટેકનોલોજી) ના વિદ્યાથી લહરેએ આ મરચાની શોધ કરી છે. રામલાલ લહરે સરગુજાના વાદ્રફનગરમાં આ મરચાની ખેતી કરી રહ્યા છે. આ મરચાની એક ખાસિયત એ પણ છે કે તેનો પાક ઠંડા વિસ્તારમાં થાય છે અને ઘણા વર્ષો સુધી તેનો પાક થાય છે.

છત્તીસગઢ જીલ્લાના બલરામપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી અને વિદ્વાન વેજ્ઞાનિક ડૉ. કે. આર. સાહુએ વિદ્યાર્થી રામલાલ લહરેને શોધમાં ટેકનીકી મદદ અને માર્ગદર્શન આપવાનું આશ્વાસન આપ્યું છે. એના માટે શાસકીય વિજ્ઞાન મહાવિદ્યાલય માંથી પ્રસ્તાવિક કાર્યયોજના બનાવીને વિભાગના અધ્યક્ષ પાસે મંજુરી મેળવવાની રહેશે.

રામલાલ લહેરેએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે ડુંગરાળ વિસ્તારમાં મળી આવતા તીખા મરચાને સરગુજા વિસ્તારમાં જઈયા મરચાના નામથી ઓળખવામાં આવે છે. રામલાલ લહરે આ દિવસોમાં જઈયા મરચા ઉપર શોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મરચામાં પુષ્કળ પ્રમાણમાં ક્રેપ્સેસીન નામનું અલ્કોઇડ મળી આવે છે, જે શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ બની શકે છે. આ મરચાના ગુણ બેક્ટેરીયલ અને કેન્સર પ્રત્યે લાભદાયક હોવાની પણ શક્યતા છે.

તેમાં વિટામીન એ, બી અને સી પણ મળી આવે છે. તેના તમામ આરોગ્યવર્ધક ગુણોને લઈને રીસર્સ કરવામાં આવી રહ્યું છે. રામલાલ લહેરેએ કહ્યું કે આ મરચાના છોડની ઊંચાઈ બે થી ત્રણ મીટર હોય છે સાથે જ તેનો સ્વાદ સામાન્યથી વધુ તીખો હોય છે. તેનો રંગ આછો પીળો હોય છે અને આકાર ૧.૫ થી ૨ સે.મી. સુધી હોય છે. તેના ફળ ઉપરની દિશામાં આખું વર્ષ લાગેલા રહે છે.

ચિલ્લીએસ એસ ફ્રુડ સ્પાઈસ એન્ડ મેડીસીન પર્સપેક્ટીવ, સુરેશદાદા જૈન ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, જામનેર જીલ્લા જલગામ મહારાષ્ટ્રના વર્ષ ૨૦૧૧ માં થયેલા એક રીસર્ચમાં કહ્યું, કે મરચામાં પુષ્કળ પ્રમાણમાં કેપ્સેસીન નામનું અલ્કોઇડ યોગિક મળી આવે છે, જેના કારણે મરચું તીખું હોય છે.

આ તત્વ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થઇ શકે છે, પરંતુ આ મરચામાં તે વધુ પ્રમાણમાં મળી આવે છે એટલા માટે આ મરચાના ગુણ એન્ટી બેક્ટેરીયલ અને કેન્સર પ્રત્યે લાભદાયક હોવાની શક્યતા છે. તેમાં વિટામીન એ, બી, સી પણ મળી આવે છે. તેમાં તમામ આરોગ્યવર્ધક ગુણોને લઈને રીસર્ચ કરવામાં આવી રહ્યું છે.

રાયપુરના શાસકીય નાગાર્જુન વિજ્ઞાન મહાવિદ્યાલયના બાયોટેકનોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજના ભગતએ કહ્યું, કે ઉપરોક્ત રીસર્ચ પર પેપરના આધારે એ દાવો કરી શકાય છે, પરંતુ જ્યાં સુધી મરચા ઉપર રીસર્ચ પૂરું નહિ થાય કેન્સર પ્રત્યે લાભદાયક હોવાનો દાવો નથી કરવામાં આવી શકતો, હમણાં મરચા ઉપર રીચર્સ ચાલુ છે.

રામલાલ લહેરેએ કહ્યું કે આ મરચાની તીખાશને ચાખીને જ જાણી શકાય છે. તે સ્થળ અને આબોહવાના આધારે સામાન્ય મરચાથી અલગ છે. સામાન્ય રીતે ઠંડી આબોહવામાં જેમ કે છત્તીસગઢના સરગુજા, બસ્તર, મેનપાટ, બલરામપુર અને પ્રતાપપુર વગેરે ઠંડા વિસ્તારમાં તેનો પાક થાય છે. તેના પાક માટે કુદરતી વાતાવરણ અને ઠંડા પ્રદેશમાં ઉત્પાદન થશે. કૃષિ વિશ્વવિધ્યાલય કેન્દ્ર અંબિકાપુરના પ્રોફેસર ડૉ. રવીન્દ્ર તીગ્ગાએ કહ્યું, કે આ મરચું દુર્લભ નથી અને કુદરતી કારણોથી વિલુપ્ત થઇ રહી છે.

એને ઘણા વિસ્તારમાં ધન મરચાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મરચામાં સિંચાઈની જરૂર નથી પડતી. ચોમાસાનો વરસાદ પુરતો રહે છે. માત્ર ભેજમાં આ છોડ વર્ષો સુધી જીવતો રહે છે અને વિકસતો રહે છે. તીગ્ગાએ કહ્યું કે આ મરચું દુર્લભ નથી, પહેલા ગોરૈયા-ચીરૈયા(એક જાતની ચકલી) બહુતાયતમાં રહેતી હતી અને તે મરચું પસંદ કરીને ખાતી અને મરચું લઈને ઉડી જતી હતી. જ્યાં જ્યાં ચકલી ઉડતી હતી, ત્યાં ત્યાં મરચાના બીજ ફેલાઈ જતા હતા અને મરચાના ઝાડ ઉગી જતા હતા.

હવે ગોરૈયા-ચીરૈયા લુપ્ત થવાની અણી ઉપર છે અને ગામ તાલુકા અને શહેરોમાં ફેરવાઈ જવા લાગ્યા છે, જેના કારણે આ મરચું ઓછું ઉત્પન થઇ રહ્યું છે. પહેલા ડુંગરાળ વિસ્તારમાં ઘરે ઘરે ધન મરચા (જઈયા મરચું) ના છોડ હતા. તેને ધંધાકીય રીતે પણ ઉત્પન કરી શકાય છે.