ચહેરાના વધેલા રોમ છિદ્રોને કેવી રીતે ટાઈટ કરાય, ઘરેલુ ઉપાયોથી લેઈને મેડિકલ ટ્રીટમેંટ સુધી

ચહેરા ઉપર થયેલા રોમ છિદ્રોને કેવી રીતે ટાઈટ કરવા, ઘરેલું ઉપાયોથી લઈને મેડીકલ સારવાર સુધી !!

ત્વચા ઉપર મોટા રોમ છિદ્ર ઘણા ખરાબ લાગી શકે છે. જેને લીધે તમે તમારી ત્વચાને લઈને થોડું અસહજ અનુભવ કરી શકો છો. સંયોગથી આવી ઘણી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને તમારા રોમ છિદ્રોને ભરવા અને તેના આકારને ઓછો કરી શકે છે. જેમ કે ત્વચાની નિયમિત જાણવણી, લેજર સારવારથી લઈને કે ઘરેલું સારવારનો પ્રયોગ કરીને અને વધુ જાણવા માટે નીચે આપવામાં આવેલ પહેલા ભાગથી શરુ કરો.

ફેશ પેક :

ગ્રીન ટી : ગ્રીન ટી ફેસ પેક ત્વચાને ટાઈટ બનાવીને પોર્સને નાના કરે છે. તે લગાવવાથી વધુ પ્રમાણમાં તેલ નીકળવાની તકલીફ દુર થાય છે. સૌથી પહેલા ૧ ચમચી ગ્રીન ટી પાવડર, ૨ ચમચી બેસન અને થોડું ગુલાબજળ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને તમારા ચહેરા ઉપર લગાવો અને ૨૦ મિનીટ પછી તમારો ચહેરો ધોઈ લો.

બેસન અને હળદર પેક : સૌથી પહેલા બેસન ૨ ચમચી,૧ ચમચી દહીં, થોડા ટીપા જેતુનનું(ઓલીવ ઓઈલ) તેલના અને ૧ નાની ચમચી હળદર લઇ લો અને તેને સારી રીતે મિક્સ કરો, અને તેની પેસ્ટ બનાવીને તમારા ચહેરા ઉપર ૨૦ મિનીટ સુધી લગાવેલ રહેવા દો અને ધોઈ લો.

લીંબુ : લીંબુના રસમાં વિટામીન સી હોય છે. લીંબુના રસને રૂ સાથે તમારા ચહેરા ઉપર લગાવો અને સુકાયા પછી તમારો ચહેરો ધોઈ લો. આ એક લકીજિંગ એજન્ટ જેવું કામ કરે છે તેનાથી મોટા પોર્સને નાના કરવામાં મદદ મળે છે.

સંતરાના છોતરા : સંતરાના છોતરા વાટીને તેનો પાવડર બનાવી લો. પછી તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો અને તમારા ચહેરા ઉપર લગાવો. સુકાયા પછી તેને ધોઈ લો. ઘણા દિવસો સુધી આમ કરવાથી ખુલ્લા પોર્સ બંધ થઇ જશે.

બદામ ફેસ પેક : રાત્રે દુધમાં થોડી બદામ પલાળીને રાખી દો અને સવારે તેને વાટીને તમારા ચહેરા ઉપર ફેસ પેક બનાવીને લગાવો. તેનાથી તમારા ચહેરા ઉપર ચમક આવશે અને પોર્સ પણ બંધ થઇ જશે.

ટમેટા ફેસ માસ્ક : ટામેટાનો રસ રોજ સવારે ચહેરા ઉપર લગાવો કે પછી તમે ટમેટા ફેસ માસ્ક પણ બનાવી શકો છો. તેનાથી ચહેરો બ્લીચ થઇ જશે અને પોર્સ ઓછા થઇ જશે, અને તે ખુલ્લા થયેલા પોર્સ બંધ કરવામાં મદદ કરશે. તેમાં વિટામીન સી હોય છે તમારા પોર્સની સાઈઝને નાની કરે છે. ટમેટા ફેસમાસ્ક બનાવવા માટે ૧ ચમચી ટમેટાનો રસ અને ૧ ચમચી મુલતાની માટી જ જોઈએ. આ બન્નેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવી લો.

ઘરેલું નુસખા દ્વારા :

બરફનો ઉપયોગ કરો : ત્વચા ઉપર છિદ્રોની ઉપર બરફના ટુકડાને લગભગ ૧૦ થી ૧૫ સેકન્ડ સુધી ઘસવાથી તમારી થોડા સમય માટે ત્વચા કડક બનશે, છિદ્ર ભરાઈ જશે, અને છિદ્ર નાના લાગશે.

બેકિંગ સોડાનો ઉપયોગ કરી : એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તે જગ્યા ઉપર લગાવો જ્યાં તમારે તકલીફ છે, અને તેને હુફાળા પાણીથી ધોતા પહેલા ૫ થી ૧૦ મિનીટ માટે સુકાવા દો. આ છિદ્રોની ઉપસ્થિતિને ઓછી કરવામાં અને ખીલ સામે લડવામાં મદદ કરશે.

ત્વચાને એક્સફોલીએટ કરો : ત્વચાને એક્સફોલીએટ કરવાથી ચહેરાની મૃત ત્વચાને દુર કરવામાં મદદ મળે છે. સામાન્ય રીતે ત્વચા ઉપર રહેલ ધૂળ માટી અને તેલ સાથે ભળીને રોમ છિદ્રોમાં અડચણ ઉભી કરી દે છે. એક સારા ફેસીઅલ સ્ક્રબનો ઉપયોગ કરી અઠવાડિયામાં બે વખત ચહેરાને એક્સફોલીએટ કરવો જોઈએ.

ધ્યાન રાખશો કે તમારી સ્ક્રબ ઉપયોગ કરી રહેલ છે તે ત્વચા ઉપર વધુ રફ કે ઘર્ષણયુક્ત ન હોય. નહી તો તમારી ત્વચાને નુકશાન પહોચી શકે છે. વૈક્લ્પિક તમે તમારા ચહેરાને એક્સફોલીએટ કરવા માટે એક ધોયેલા ચોખ્ખા કપડાને હળવા હાથે ચહેરા ઉપર ફેરવીને ઉપયોગ કરી શકો છો, કે પછી તમારા રસોડામાં રહેલ સામગીઓમાંથી એક કુદરતી ઘરેલું સ્ક્રબ બનાવીને ઉપયોગ કરો.

જો તમે સમર્થ છો તો સ્પ્લરજિંગ એક મોટરથી ચાલતા બ્રશ વિષે વિચારો, જેમ કે ક્લારીસોનિક જે પણ ત્વચાને સાફ કરવાની સાથે જ પાછા પણ કાઢી દે છે, અને આવું તે તમારા હાથની સરખામણીમાં બમણી ગતિથી તમારા ચહેરાને સાફ કરે છે.

ચહેરા ઉપર વરાળનો પ્રયોગ કરો : રોમ છીદ્રોનું દેખાવું ઓછું કરવા માટે વરાળ સારવાર ઉત્તમ રીત છે. આવું એટલા માટે કેમ કે ગરમ વરાળ છિદ્રોને ખોલી દે છે અને કોઈ પણ ગંદકી કે તેલના જામવાને બહાર કાઢી નાખે છે, વરાળ સારવાર તૈયાર કરવા માટે થોડા પાણીને ઉકાળો અને તેને ગરમીને અટકાવવા વાળા વાટકામાં રાખો.

જો તમારી ત્વચામાં મુંહાસેની તકલીફ છે, તો તેમાં થોડી બે કે ચાર ટીપા ટી ટ્રી ઓઈલ ને ઉમેરો. તમારા ચહેરાને વાટકા ઉપર નમાવો અને તમારા માથા ઉપર એક ટુવાલ નાખી દો. વરાળને તમારા ચહેરા ઉપર લગભગ દસ મિનીટ માટે લાગવા દો. જયારે આ પ્રકિયા પૂરી થઇ જાય તો રમર ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરા માંથી બધી ગંદકી ઓળગી જશે અને તમારા રોમ છિદ્રો ભરાવામાં મદદ મળશે.

ક્લે માસ્કનો પ્રયોગ કરો : કલે માસ્ક તમને રોમ છિદ્રોમાં જામેલ ગંદકી, મૃત અને તેલને બહાર કાઢીને આ છીદ્રોના આકારને ઓછા કરે છે. તમારી કોઈ સ્થાનિક દવા કે સોંદર્ય સામગ્રીની દુકાનમાંથી માટીનું આવરણ ખરીદો કે પછી તમારા ઘરમાં જ એક ચમચી મુલતાની માટી, એક ચમચી ઓટ મિલ અને એક ચમચી પાણી ભેળવીને માસ્ક તૈયાર કરી શકો છો.

તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો પછી આ ફ્લે માસ્કને લગાવો અને તેને ૧૫ મિનીટ માટે મૂકી રાખો જ્યાં સુધી માટી સારી રીતે સુકાઈ ન જાય. તમારા ચહેરાના આવરણની અંદરથી ખેંચાયેલ હોય તેવો અહેસાસ થવો જોઈએ. હુફાળા પાણીથી માટી સાફ કરી લો, પછી થાપેલ કરીને ચહેરાને સુકવી લો. તેનું અઠવાડિયામાં એક વખત ફરી પુનરાવર્તન કરો.

ખીલ અટકાવવા વાળા મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો : સ્વસ્થ ત્વચા માટે મોશ્ચરાઈઝર ખુબ જ જરૂરી હોય છે. તે ત્વચાને શુષ્ક થવાથી અટકાવે છે, જે સામાન્ય રીતે રોમ છિદ્રોને કારણે થાય છે. મોશ્ચરાઈઝર ખરીદતી વખતે “noncomedogenic” લેવલ જેનો અર્થ છે કે રોમમાં અડચણ નહી કરે, તેની ઉપર જરૂર ધ્યાન આપો. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમને રંગ કે સુંગધયુક્ત મોશ્ચરાઈઝર જો કે બળતરા ઉભી કરી શકે છે તેનાથી દુર રહેવું જોઈએ.

રોજ સનસ્ક્રીન લગાવો : ઘણા લોકો તે અહેસાસ નથી કર્તા, સુર્યમાંથી નીકળતા UV કિરણો ત્વચાને ઉપયોગી કોલેજનને નુકશાન પહોચાડે છે. કોલેજન વગર આપણા રોમ છિદ્ર ઘસી શકે છે, અને ખુબ વધુ દેખાવા લાગે છે. તમે રોજ સનસ્ક્રીન પહેરીને આમ થવાથી અટકાવી શકો છો.

તમે SPF યુક્ત રોજના ઉપયોગ માટે મોશ્ચરાઈઝર પણ ખરીદી શકો છો. ત્યારે તે વધુ મુશ્કેલ નહી રહે. જયારે તમે વધુ સમય ઘરેથી બહાર પસાર કરો છો, તો તમે એક ટોપી અને સનગ્લાસ પણ પહેરવા જોઈએ, તે સૂર્યમાંથી નીકળતા નુકશાનકારક કિરણો સામે રક્ષણ કરશે.

બ્લેકહેડ્સ અને પીંપ્લસને ન તો ખેંચો અને ન તો દબાવો : બ્લેકહેડ્સ અને પીંપ્લસને દબાવીને કે ખેંચીને દુર કરવા એક ઘણો જ નકામો વિચાર હશે. જો તમે આવી ખોટી રીતે જ કરો છો તો તમે રોમ છિદ્રોને નુકશાન પહોચાડીને તેને વધુ મોટા બનાવી દો છો.

બ્લેકહેડ્સને ખેંચીને તમે તમારી આંગળીઓ અને નખથી જીવાણુંઓનું આદાન પ્રદાન કરો છો જેથી તમારા બ્લેકહેડ્સ, ગંદા પીંપ્લસમાં બદલાઈ જાય છે. જો બ્લેકહેડ્સને કાઢવા જ છે તો જીવાણુંરહિત બનેલા બ્લેકહેડ્સ એક્સટ્રેક્ટરનો ઉપયોગ કરો, અને તમે તેને ઓનલાઈન કે કોઈ દવાની દુકાનેથી પણ ખરીદી શકો છો.

રેટીનોલ યુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરો : રેટીનોલ વિટામીનએ નો ઉત્પાદ છે, જેનો ઉપયોગ ઘણા એવા એન્ટી એજિંગ અને મુંહાસે વાળા ઉત્પાદનોમાં થાય છે. રેટીનોલ કોશિકાઓનો વધારો કરે છે, જે રોમ છિદ્રોને ખોલીને તેને ઓછા નાના દેખાવામાં મદદ કરે છે. રેટીનોલ માત્ર સલાહ ઉપર જ મળે છે, તો આ ઉપચાર લેતા પહેલા તમારે તમારા ડોક્ટરને કે ત્વચાના નિષ્ણાંતની સલાહ લઇ લેવી જોઈએ.

ત્વચાની નિયમિત જાળવણી કરો :

તમારા ચહેરાને સાફ રાખો : જયારે રોમ છિદ્રો ધૂળ, માટી અને તેલથી ઢંકાઈ જાય છે, ત્યારે તે વધુ મોટા અને ચોખ્ખા દેખાવા લાગે છે. તેથી તમારી ત્વચાની ઉપર જમા થયેલ ધૂળ માટી અને તેલના પ્રમાણને ઓછું કરવા માટે તે જરૂરી છે કે તમે તમારા ચહેરાને ચોખ્ખો રાખો. તમારા ચહેરાને સવારે એક વખત અને સાંજે એક વખત સારી રીતે ધુવો.

તેનાથી વધુ વખત ધોવાથી તમારી ત્વચા સુકી, તેમાં બળતરા અને તેને લીધે રોમ છિદ્રો વધુ મોટા લાગી શકે છે. તમારા ચહેરાને એક (વગર સલ્ફેટ યુક્ત) સોમ્ય ક્લીનરથી ધુવો અને વધુ ગરમ પાણી ની જગ્યાએ હુફાળા પાણીનો ઉપયોગ કરો. ચહેરાને એક ચોખ્ખા અને મુલાયમ ટુવાલથી સોમ્ય્તાથી થપથપાવીને (ઘસવું નહિ) સૂકવો.
સ્કીન સારવારનો ઉપયોગ કરીને

લેઝર સારવાર લો : લેઝર સારવારથી તમારા રોમ છિદ્રોનું સચોટ ઉકેલ થઇ જાય છે. non-એબ્લેટીવ લેઝર સારવાર જેવી કે મેળલાઈટ, જેનસીસ અને ફ્રેક્સ્લ કોલેજનના ઉત્પાદનને વધારે છે, જે રોમ છિદ્રોને ખેંચીને તેને જોવામાં નાના બનાવી દે છે. લેઝર સારવારની કિંમત જ તેની સૌથી મોટી અડચણ છે. તમને લગભગ બે થી ત્રણ વખતમાં જ લગભગ ૩૦ થી ૩૫ હજાર રૂપિયા સુધી દરેક વખતે લાગી શકે છે.

એક્યુટેન માટે સલાહ લો : એક્યુટેન દવાની સલાહ ગંભીર મુંહાસે માટે આપવામાં આવે છે. આ એક માત્ર ઉપચાર છે જે છિદ્રોને જોવામાં નાના કરવાને બદલે તેને ભૌતિક રીતે ઓછા કરે છે. આમ તો એક્યુટેન એક ઘણી જ પ્રબળ દવા છે જે ગંભીર રીતે જ ત્વચાને સુકવી દે છે. અને જયારે સારવાર પૂરી થઇ જાય છે તો છિદ્ર પાછા પોતાના આકારમાં આવી જાય છે.

સલાહ :

તમે તેલ સોષવા અને છિદ્રોને સંકોચવા માટે ખાસ ટીસ્યુ વાઈપ્સ ખરીદી શકો છો. તે ઘણા સસ્તા હોય છે અને સરળતાથી મળી જાય છે. એક ટોનરનો ઉપયોગ કરો. ક્લોજર લગાવ્યા પછી ત્વચાની ટોનિંગ કરીને છિદ્રોમાં ખેંચાણ આવે છે. નક્કી કરો કે તમે તૈલી ત્વચા માટે બનેલ ટોનરનો જ ઉપયોગ કરી રહેલ છો, જેમ કે તેમાં થોડા એવા અવયવ હોય છે જે ત્વચાને ખેંચવામાં મદદ કરે છે.

તમારા ચહેરા ઉપરથી કાઈપણ ન ખંચો તે માત્ર ગાઠા બનાવશે જે મોટા થતા જશે અને ખુબજ જલ્દી તે તમારી ટેવોમાં જોડાઈ જશે.

સાવચેતી :

કોઈપણ ઉત્પાદનને તમારી આંખોમાં જવાથી બચાવો. જો તમારી આંખોમાં જશે તો તરત જ ચોખ્ખા પાણીથી ધોઈ લો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે તમે ડોક્ટરની સલાહ લેવો)