આ મહિલાને ડોક્ટર કહીએ કે માણસાઈની મૂર્તિ, દીકરી જન્મવા પર નથી લેતી ફી, આખી હોસ્પિટલમાં વહેંચે છે મીઠાઈ

આજની પેઢી ભલે ભણેલી ગણેલી બનતી જતી હોય, પરંતુ તેમ છતાંપણ લોકો છોકરા અને છોકરીઓમાં ફરક કરવાની ટેવને ભૂલ્યા નથી. દીકરીઓને જ્યાં માં બાપના માથા ઉપરનો બોજ સમજવામાં આવે છે, તો દીકરાને ઘરના વારસદાર સમજીને પૂજા કરવામાં આવે છે. આજની દીકરીઓ દીકરાથી કોઈ બાબતમાં ઓછી નથી, અને દરેક શક્ય પ્રયત્ન કરીને તેમના ખંભેથી ખંભો મેળવી રહી છે. પરંતુ છતાંપણ કોઈપણ દિવસે સમાચારોમાં દીકરીઓ સાથે કાળજું કંપાવનારા સમાચાર વાંચીને આત્મા કંપી ઉઠે છે. આજે પણ ન જાણે કેટલા લોકો ગર્ભમાં જ દીકરીની હત્યા કરી દે છે. પરંતુ તે થોડા લોકો એવા પણ છે જેમનો જીવ તેમની દીકરીઓમાં વસેલો છે, અને તે દીકરીઓને જ પોતાની તમામ ખુશીઓનું કારણ સમજે છે.

દીકરી ભગવાનની એક ભેંટ છે, જેનો માણસે એક ભેંટ સમજીને સ્વીકાર કરવો જોઈએ. પરંતુ ઘણા લોકો ભગવાનના આ વરદાનની કદર કરવાનું ભૂલી ગયા છે. પણ દુનિયામાં એક એવી ડોક્ટર પણ રહેલી છે, જે દીકરી થવા ઉપર સૌથી વધુ ખુશીઓ વહેંચે છે. આ ડોક્ટરનું નામ શિપ્રા ઘર છે, જે પોતાના નર્સિંગ હોમમાં દીકરીનો જન્મ થવા ઉપર સૌને મીઠાઈઓ ખવરાવે છે. એટલું જ નહિ પરંતુ જે પણ મહિલાને દીકરી જન્મે છે તે તેની કોઈ ફી નથી લેતી. કળિયુગમાં માણસાઈ બનીને આવેલી શિપ્રા ઘરને લોકો ભગવાનનું રૂપ માની રહ્યા છે.

ભ્રુણ હત્યા વિરુદ્ધ અભિયાન :

હાલમાં અમારી ન્યુઝ ટીમ સાથે થયેલી વાતચીત દરમિયાન ડો. શિપ્રાએ જણાવ્યું કે તેમણે બી.એચ.યુથી એમ.બી.બી.એસ અને એમ.ડીનો અભ્યાસ પૂરો કર્યો અને હાલમાં તે વારાણસીના પહાડીયા નામના વિસ્તારમાં પોતાનું એક નર્સિંગ હોમ ચલાવી રહી છે. આ નર્સિંગ હોમમાં તે ભ્રુણ હત્યાનો વિરોધ કરવા માટે એક વિશેષ અભિયાન પણ ચલાવી રહી છે, જેની હેઠળ તે દીકરીના જન્મ થવાની ખુશીમાં અને લોકોને જાગૃત કરવા માટે આખા નર્સિંગ હોમમાં મીઠાઈ વહેંચે છે. સાથે જ તે દીકરીને જન્મ આપવાની શરુઆતને પ્રોત્સાહન આપવા માટે લોકોને દીકરી થવા ઉપર એમની પાસેથી કોઈ પ્રકારની કોઈ ફી નથી લેતી.

આજે પણ દીકરીઓને સમજવામાં આવે છે બોજ :

ડૉ. શિપ્રા ઘરના જણાવ્યા મુજબ લોકોમાં દીકરીઓને લઇને આજે પણ નકારાત્મક વિચારસરણી ઉભી થયેલી છે. તેને ઘણી વખત લોકોના એવા શબ્દો સાંભળવા મળ્યા છે કે, મેડમ એ શું કહો છો, પેટ ચીરીને દીકરીઓ કાઢું. શિપ્રા ઘરના જણાવ્યા મુજબ તેની સામે એવા ઘણા કેસ આવ્યા છે, જ્યાં દીકરીના જન્મ તા જ ઘરવાળાના ચહેરા ઉપર ખુશીને બદલે ઉદાસી છવાઈ જાય છે. એટલું જ નહિ પોતાની ગરીબીને કારણે પણ ઘણા બધા લોકો દીકરી જન્મવા ઉપર રડવા લાગે છે. એ વિચારસરણીને બદલવા માટે શિપ્રા ઘર દિવસ રાત પ્રયાસ કરી રહી છે. જેથી લોકો દીકરીને બોજ ન સમજે અને તેને દીકરાની જેમ અપનાવે.

મોદીજી પણ થઇ ગયા છે ખુશ :

સમાચારો ના જણાવ્યા મુજબ હજુ સુધી આ મહિલા ડોક્ટરે પોતાના નર્સિંગ હોમમાં ૧૦૦ દીકરીઓનો જન્મ કરાવી ચુકી છે. જેની તેણે ક્યારે પણ ફી નથી લીધી. તે ઉપરાંત તે દીકરી થવા ઉપર હોસ્પિટલમાં બેડ ચાર્જ પણ નથી લેતી. જયારે તેના નર્સિંગ હોમ વિષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ખબર પડી તો તે પણ ઘણા પ્રભાવિત થયા. ગયા વર્ષે જયારે મોદીજી વારાણસી ગયા હતા, ત્યારે તે ડૉ. શિપ્રાને મળીને ગયા હતા, અને પોતાના સંબોધનમાં દેશના તમામ ડોકટરોને માહિતગાર કર્યા હતા, કે તેઓ દર મહિનાની નવ તારીખે જન્મ લેતી દીકરીઓ માટે કોઈ ફી ન લે તેથી બેટી પઢાવો અભિયાનને પ્રોત્સાહન મળશે.