કંબોડીયામાં ઉંદર બન્યા હીરો, આ કામ કરીને બચાવ્યા હજારો લોકોના જીવ

આમ તો ઉંદરનું નામ સાંભળતા જ તેમના દ્વારા થવા વાળા નુકશાન યાદ આવે છે. પણ કંબોડીયામાં હાલના દિવસોમાં આજ નાના ઉંદર હીરો બની ગયા છે. હકીકતમાં આ ઉંદરોએ જમીનની અંદર રહેલ 170 બૉમ્બ વાળી સુરંગ (લેન્ડ માઈન) ને શોધીને નષ્ટ કરી દીધી છે. એનાથી ત્યાં રહેવા વાળા હજારો લોકોના જીવ બચી ગયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઉંદરો કોઈ સામાન્ય જીવ નથી, પણ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત છે. તેમને એંટી પર્સનલ લેન્ડ માઇન્સ ડિટેક્શન પ્રોડક્ટ ડેવલપમેન્ટ (APOPO) નામની સંસ્થા ટ્રેનિંગ આપે છે. આવા ઉંદર સુરંગોને શોધવામાં અને તેમને નષ્ટ કરવામાં મદદ કરે છે.

એક ઉંદરની ટ્રેનિંગ પર દર મહિને લગભગ 400 રૂપિયા ખર્ચ થાય છે. દરેક ઉંદરને અઠવાડિયામાં પાંચ દિવસ સુરંગ શોધવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એક દિવસમાં તે ફક્ત અડધાથી દોઢ કલાકની જ પ્રેક્ટિસ કરે છે.

સંસ્થા અનુસાર આ ઉંદરોએ 170 સુરંગો શોધી અને તેને નષ્ટ કરી દીધી છે. એ પછી તે જમીન 19 કંબોડિયન પરિવારોને પાછી આપવામાં આવી છે. આ ઉંદરોને કંબોડિયાના સિયેમ રીપ પ્રદેશના ત્રાપિયાંગ ક્રાસાંગ ગામમાં 788,257 વર્ગ મીટર જમીનમાં રહેલ લેન્ડ માઇન નષ્ટ કરી છે.

આ ઉંદરોએ ન ફક્ત કંબોડિયામાં પણ એ પહેલા અંગોલા, ઝીમ્બાબ્વે અને કોલંબિયામાં પણ લેન્ડ માઇન શોધીને લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.