દેવભૂમિમાં ફરવા આવી હતી જર્મનીની અમીર છોકરી, પહાડમાં રહી અને સરસ્વતી માઈ બની ગઈ જાણો આ ઘટના

જ્યાં આપણે હિંદુ આપણા શાસ્ત્રીય વિધિ વિધાનોનો ત્યાગ કરીને પશ્ચિમી દેશોની સંસ્કૃતિ અપનાવતા જઈ રહ્યાં છીએ, ત્યાં આપણા ધર્મગુરુઓની કૃપાથી લાખો વિદેશી પોતાના કુળ, ધર્મ અને દેશ છોડીને હિંદુ ધર્મ અનુસાર વિભિન્ન ગુરુઓ પાસેથી દીક્ષા લઈને ભારતમાં જ રહીને આત્મકલ્યાણ કરી રહ્યા છે. તમે આ જે ફોટો જોઈ રહ્યા છો, તે ઉત્તરાખંડના કાલીશિલા ધામમાં રહેવાવાળી જર્મની મૂળની સરસ્વતી માઈનો છે.

ઔદ્યોગિક ક્રાંતિવાળા વિકસિત દેશ જર્મનીની મૂળ નિવાસી મહિલાએ પોતાનું સન્યાસી નામ સરસ્વતી માઈ રાખ્યું છે. સરસ્વતી માઈ ઓછામાં ઓછા ત્રીસ વર્ષોથી રુદ્રપ્રયાગ જિલ્લાની ઉખીમઠ તાલુકા અંતર્ગત આવતા કાલીમઠથી 6 કિલોમીટર પગપાળા ઉભી ચઢાણ ચઢ્યા પછી આવતા પર્વતના શિખર પર આવેલ કાલીશિલા નામના શક્તિ પીઠમાં રોજ સાધના કરે છે.

એવું જણાવવામાં આવે છે કે, આ માઈજી જર્મનીના સમૃદ્ધ ઘરમાં જન્મ્યા હતા, પણ હવે એમને સન્યાસને કારણે સાંસારિક વસ્તુઓના સંગ્રહથી કોઈ લેવા દેવા નથી. તે એક સાધારણ ઝૂંપડીમાં રહે છે. સરસ્વતી માઈ પોતાના જમવા માટે શાકભાજી જાતે ઉગાડે છે. તે પૂરી ગઢવાલી અને હિંદી ભાષાને સમજે છે અને બોલે છે. પ્રખ્યાત પત્રકાર શ્રી ક્રાન્તિ ભટ્ટજીની ટિપ્પણીમાં લખવામાં આવ્યું છે કે, સરસ્વતી માઈ વર્ષ 2000 ની નન્દા રાજ યાત્રા પણ કરી ચુકી છે.

દેવભૂમિના કાલીમઠ ક્ષેત્રમાં સરસ્વતી માઈજી પ્રત્યે લોકોની અપાર શ્રદ્ધા છે. આ કાલીશિલા ધામમાં જર્મનીની સરસ્વતી માઈ સાધના કરે છે. કહેવામાં આવે છે કે, એક વાર સરસ્વતી માઈ જયારે જર્મનીમાં હતી, તો એમને કાલીશિલાનું સપનું આવ્યું હતું. એ સપનામાં શું થયું એ પણ જાણી લો.

સપનામાં એમને રસ્તો પણ જણાવવામાં આવ્યો હતો કે, અહીં એમને આ સાંસારિક જીવનથી મુક્તિ મળશે. એ પછી જ તે જર્મનીથી અહીં આવી ગઈ. સરસ્વતી માઈ કહે છે કે, એમને આ જગ્યા પર અસીમ શાંતિ મળે છે. હાલમાં ઘર શું છે? એ માઈ ભૂલી ચુક્યા છે, અને ઉત્તરાખંડની ધરાને જ પોતાનું ઘર બનાવી ચુકી છે. આવી મહાન તપસ્વિનીને અમારા હૃદયથી નમન છે.

હવે તમે એ પણ જાણો કે છેવટે કાલીશિલા દેવભૂમિની કેવી અદ્દભુત જગ્યા છે. વિશ્વાસ છે કે, માં દુર્ગા શુંભ-નિશુંભ અને રક્તવીજનો સંહાર કરવા માટે કાલીશિલામાં 12 વર્ષની કન્યાના રૂપમાં પ્રગટ થયા હતા. કાલીશિલામાં દેવી-દેવતાઓના 64 યંત્ર છે. માન્યતા છે કે, આ સ્થાન પર શુંભ-નિશુંભ દૈત્યોથી પરેશાન દેવી દેવતાઓએ માં ભગવતીની તપસ્યા કરી હતી. ત્યારે માં પ્રગટ થયા હતા. માં એ યુદ્ધમાં બંને દૈત્યોનો સંહાર કરી દીધો હતો.

આ માહિતી રાજ્ય સમીક્ષા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.