તમારા ઘરમાં હાજર છે આ તત્વ જે તમને બનાવી શકે છે કેન્સરના દર્દી, બને તો આવી વસ્તુનો વપરાસ ટાળો.

તમારા ઘરમાં રહેલ છે આ તત્વ જે તમને બનાવી શકે છે કેન્સરના દર્દી !!

કેન્સર આમ તો ઘણા કારણોથી થઇ શકે છે. તેમાં મોટાભાગે આપણે જાણીએ છીએ. પણ ઘણા એવા તત્વો પણ છે જે છુપી રીતે આપણા જીવનમાં ભળીને આપણેને કેન્સરના દર્દી બનાવી શકે છે.

છુપી રીતે આવે છે કેન્સર :

કેન્સરના થોડા સંભવિત કારણો જેવા કે ધ્રુમપાન, પદુષણ, આહાર અને જીવનધોરણ વિષે તો આપણે જાણીએ જ છીએ. પણ તે ઉપરાંત કેન્સરના થોડા એવા પણ કારણ છે, જેના વિષે કદાચ આપણામાંથી કોઈ જાણતા હોય. આ વસ્તુ આપણા રોજીંદા જીવનનો ભાગ છે. પણ આપણા જોત જોતામાં તો તે કેન્સરની ભેટ આપી દે છે.

આવો જાણીએ તેના વિષે :

ડીટર્જટ :

ડીટર્જટ કપડાના ડાઘ કાઢે છે, પણ તે આપણા માટે ઝેરીલા પદાર્થો છોડી જઈ શકે છે. વર્ષ ૨૦૧૧ માં પર્યાવરણ ગ્રુપએ જાણ્યું કે ડીટર્જટમાં મળી આવતા ૧.૪ ડીઓક્સીન આમ તો માનવમાં કેન્સરનું કારણ નથી બનતું. પણ તે ઉંદરમાં નાકનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. સૌથી વધુ નવાઈ વાળી વાત એ છે કે સામાન્ય રીતે ડીટર્જટ કંપનીઓ દ્વારા આ તત્વનો ઉલ્લેખ જોવા નથી મળતો.

રીંકલ ફ્રી શર્ટ :

નીઃસંક્રામક એટલે (Formadehyde) નો ઉપયોગ શબને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં કરવામાં આવે છે. પણ સાથે જ આ રીંકલ ફ્રી શર્ટમાં પણ ઉપયોગ થાય છે. આમ તો જ્યાં શબને આ તત્વથી કોઈ તકલીફ નથી થતી, પણ જીવિત વ્યક્તિઓને તે તત્વ ઘણું નુકશાન પહોચાડી શકે છે. આ વાતને પૂરતા પુરાવા છે કે ફોરમાલ્ડેહાઈડ નાક અને શ્વાસન સબંધી કેન્સરનું કારણ બની શકે છે.

ફ્રેંચ ફ્રાઈસ :

શું તમે ફ્રેંચ ફ્રાઈસ ખાવાના શોખીન છો તો સાવધાન થઇ જજો. ઓકરીલામાઇડ એક પ્રકારનું કેમિકલ છે જે દુષિત પાણીને સાફ કરીને ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેંચ ફ્રાઈસમાં આ તત્વનો ઉપયોગ થાય છે. ઉચ્ચ કાર્બોહાઈડ્રેટથી બનેલ આ તત્વ ઘણું વધુ તાપમાન ઉપર બનાવવામાં આવે છે. તેમાં રહેલ અમીનો એસીડ એસ્પરાજીન આ પદાર્થમાં રહેલ ખાંડથી પ્રતિક્રિયા કરીને એકરીલામાઇડનું નિર્માણ કરે છે. આ તત્વ સાથે શરીરની રાસાયણિક ક્રિયા ડીએનએને નુકશાન પહોચી શકે છે. તેનાથી કેન્સરનો ભય વધી શકે છે.

સ્ટીરોકોમ કપ અને કંટેનર :

સ્ટીરોકોમના કપમાં ચા અથવા કોઈ વસ્તુની ચૂસકી લેવી તમારા માટે કેન્સરના દર્દી બનાવી શકે છે. આ કપ સ્ટીરેનના બનેલા હોય છે. આ એક ખતરનાક તત્વ છે જે તમારા ડીએનએને નુકશાન પહોચાડી શકે છે. નેશનલ ટોકસીલોજી પ્રોગ્રામના રીપોર્ટ કહે છે કે તેનાથી દુર રહેવું તમારા આરોગ્ય માટે સારું છે. તે માનવની કોશિકાઓનો નાશ કરીને કેન્સરને આમંત્રણ આપે છે.

ભૂરા ચોખા :

ભૂરા ચોખામાં ઓર્સેનીક મળી આવે છે, જે તમને કેન્સરના દર્દી બનાવી શકે છે. એક સમય હતો જ્યારે ઓર્સનીક મધ્યયુગના દરેક હત્યારાના હથીયારમાં જોડાયેલા રહેતા હતા. પણ આજે તે તમારા રસોડા સુધી પહોચી ગયેલ છે. વાપરનાર શોધમાં તે વાત સામે આવેલ છે કે થોડી ભૂરા ચોખાની કંપનીઓમાં સફેદ ચોખાની સરખામણીમાં વધુ ઝેરીલા તત્વ મળી આવે છે.

ઓર્સનીક તમારા ડીએનએની રીપેયર સીસ્ટમને નુકશાન પહોચાડે છે. તો કોશિકાઓનો નાશ થયા પછી ડીએનએ નથી બની શકતું. તેનાથી કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે.

ઇલેક્ટ્રિક સિગરેટ :

ઇલેક્ટ્રિક સિગરેટમાં રહેલ નાઈટ્રોસામીન્સ કેન્સરનું કારણ હોઈ શકે છે. અમેરિકાના એફડીએનું માનવું છે કે તમાકુમાં મળી આવતા નાઈટ્રોસેમીન્સ કેન્સર ઉત્પન્ન કરે છે. ઘણી સિગરેટમાં આ તત્વ મળી આવે છે. ભલે તમે બંધની ન હો પણ આ તત્વ છતાપણ તમારા શરીરમાં જોડાઈ શકે છે. પરોક્ષ ધ્રુમપાન તેની એક રીત છે. જયારે આમાશયમાં મળી આવતા નાઈટ્રેટ હોટ ડોગ, બેકોન અને મીટમાં મળી આવતા નાઇટ્રેટથી પ્રતિક્રિયા કરે છે તો તે કેન્સર થઇ શકે છે.

બ્રેડ અને ચિપ્સમાં પણ ઓકરીલામાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધુ હોય છે. આ ખાદ્ય પદાર્થમાં રહેલ અમીનો એસીડ એસ્પરાજીન ખાંડની પ્રતિક્રિયા કરીને આ ખતરનાક તત્વ ઓકરીલામાઈં બનાવે છે. આ તત્વ ડીએનએને નુકશાન પહોચાડી કેન્સરના ભયને વધારી દે છે.