ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ શોધી કેન્સરની દવા, 48 કલાકમાં અસર શરુ થશે

‘કેન્સર’ આ નામ એક એવી ભયંકર બીમારીનું છે જે થયા પછી જીવતા રહેવું લગભગ શક્ય છે. આ એક એવી ગંભીર બીમારી છે, જેનું નામ સાંભળતા જ સારા સારાનો પરસેવો છૂટી જાય છે. સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ વિષે આ ગંભીર બીમારીના સાંભળવા માત્રથી જ ધારણા બની જાય છે, કે હવે તેનું આ બીમારીથી બચવું શક્ય જ નથી.

એક તરફ તો કેન્સરના દરેક જગ્યાએ પૂરતા ઈલાજ નથી, અને છે પણ તો એટલા મોંધા અને તકલીફ આપવા વાળા છે, કે તેને સહન કરી શકવું જ પીડિત માટે શક્ય નથી હોતું. આ બીમારી લાખો લોકોનો જીવ લઇ ચુકી છે. પણ હવે કેન્સરના દર્દીઓ માટે આશાની એક નવી કિરણ લઈને આવવા તૈયાર છે ઈઝરાયલના વૈજ્ઞાનિકો.

અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે ઇઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એમણે કેન્સરનો નાશ કરે એવી દવા શોધી કાઢી છે. અને એ પહેલા જ દિવસથી પોતાની અસર શરુ કરી દેશે. તો આવો એના વિષે થોડી વધુ માહિતી તમને જણાવી દઈએ.

ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ કેન્સરને જડમૂળ માંથી દૂર કરી દે, એવી દવા શોધી હોવાનો દાવો કર્યો છે. એમણે એ દવાનું પરીક્ષણ કરતા જણાવ્યું, કે અત્યારે તેઓ એના છેલ્લા તબક્કામાં છે. એમણે ઉંદર પર કરેલા પરીક્ષણ સફળ થયા છે. એમણે આ દવા વિષે દાવો કર્યો છે કે જો આ દવા સફળ થશે તો વર્ષ 2020 સુધીમાં દુનિયા માંથી કેન્સરને સંપૂર્ણ પણે નાબૂદ કરી શકાશે.

‘ડબ્ડમુટાટો’ નામથી એનોલ્યુશન બાયોટેક્નોલોજીકલ કંપની સાથે જોડાયેલા વૈજ્ઞાનીનોએ આ દવાનું સંશોધન કર્યુ છે. અને એવું ફોર્બ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ કંપનીની દવા પ્રથમ દિવસથી જ અસર દેખાડશે એવું કંપનીના ચેયરમેન ડેન એરિડોરે ‘ધ જેરુસલેમ ટાઈમ્સ’ ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેમજ એમણે જણાવ્યું હતું કે આ દવાની કોઈ આડ અસર નહિ થાય. અને એ પણ કહ્યું કે આ દવા બજારમાં મળતી દવા કરતા ઘણી સસ્તી છે.

આ દવા પેપ્ટીડેશ અને યુનિક ટોક્સિનનું મિશ્રણ છે, અને તે કેન્સરને નિશાનો બનાવે છે. આ દવા ફક્ત કેન્સર સેલ્સને ટાર્ગેટ કરે છે. આથી તેનાથી શરીરના બીજા હેલ્ધી સેલ્સને કોઈ નુકશાન નથી થતું. એમણે આગળ જણાવ્યું કે 2019 ના અંત સુધીમાં એની માણસ પર ટ્રાયલ લેવામાં આવશે. અને જો તે સફળ થશે, તો એનાથી કેન્સરને કારણે જીવ ગુમાવતા લોકોનો જીવ બચી જશે અને કેન્સરથી પીડાતા લાખો લોકોને રાહત મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.