જો કોઈપણ પ્રયત્ન વગર જ શરીરનું વજન ચાર થી પાચ કિલો કે તેથી વધુ ઘટી જાય, તો તેને કેન્સરની શરૂઆતના ચિન્હો હોઈ શકે છે.
રાષ્ટ્રીય કેન્સર સંસ્થા ના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2016 માં લગભગ 16 લાખ 85 હજાર 210 અમેરિકનોમાં કેન્સર ડાયગ્નોજ કરવામાં આવેલ હતું. એવું કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ કેન્સર ફેલાઈ રહ્યો છે અને તેનાથી કોઈપણ અસરગ્રસ્ત હશે. પછી ભલે કોઈ મિત્ર, કુટુંબના સભ્ય કે વ્યક્તિગત રીતે તે વ્યક્તિમાં કેન્સર ડાયગ્નોજ કરવામાં આવે. રીપોર્ટમાં કહેવામાં આવે છે કે 39.6 ટકા પુરુષ અને મહિલાઓ પોતાના જીવન દરમિયાન કેન્સરને જાણી શકશે.
જ્યાં સુધી અસરકારક રીતે આપણે તે ન કહી શકીએ કે કોઈપણ કેન્સર નું કારણ શું હોય છે, ત્યાં સુધી આપણે સૌથી સામાન્ય ચિન્હો ને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણા શરીરને જાણવા અને તેની ઉપર ધ્યાન આપીને આપણે કેન્સરના ચિન્હોને ઓળખી શકીશું.
આંતરડામાં તકલીફ :
આંતરડામાં સામાન્ય તકલીફ થવી કોઈ મોટી વાત નથી પણ સતત આંતરડામાં તકલીફ છે તો તે કોલેન કે કોલોરેકટલ કેન્સર ના શરૂઆતના ચિન્હો હોઈ શકે છે. ડાયરિયા અને અપચાની તકલીફ આ ચિન્હોને દર્શાવે છે. તેના કારણે પેટમાં ગેસ અને પેટમાં દુખાવાની તકલીફ પણ થઇ શકે છે.
લોહીનું વહેવું :
સતત લોહી વહેવું પણ કેન્સર ના ચિન્હો હોઈ શકે છે. જો કેન્સર ની શક્યતા છે તો તેને કારણે મળાશય દ્વારા બહાર નીકળે છે. તે કોલેન કેન્સર ના ચિન્હો છે. તેની સાથે જ જો મળ-મૂત્ર બહાર કાઢતી વખતે પીડા થાય કે મૂત્રમાં લોહી જોવા મળે છે તો તે પ્રોસ્ટેટ કેન્સર અથવા ડીંબગ્રંથી કેન્સરના ચિન્હો હોઈ શકે છે. મહિલાઓમાં જો માસિક ચક્ર પછી પણ લોહીનો સ્ત્રાવ નથી અટકતો, તો મહિલાઓએ ધ્યાન આપવાની જરૂર છે.
રાત્રે પરસેવો નીકળવો :
જો રાત્રે સુતી વખતે પરસેવો વધુ નીકળે છે, તો તે કોઈ દવાનું શરીરમાં રીએક્શન કે શરીરની અંદર કોઈ ઇન્ફેકશન નો સંકેત છે. જો આવી પરસ્થિતિ ઘણા અઠવાડિયા સુધી રહે છે અને પરસેવો નીકળવાનું બંધ નથી થતું તો ડોકટરનો સંપર્ક જરૂર કરો.
શરીરમાં દુઃખાવો થવો કે નબળાઈ લાગવી :
કામનું ભારણ અને ખોટી રીતે બેસવાને કારણે શરીરમાં દુખાવો થવો સામાન્ય છે. પણ સતત પીઠમાં દુઃખાવો થઇ રહ્યો હોય તો તે કોલોરેકટલ કે પ્રોસ્ટેટ કેન્સર નું કારણ હોઈ શકે છે. તે ઉપરાંત કમર ની આજુ બાજુ ની માંસપેશીઓ માં પણ દુખાવો થાય છે. વગર કારણે જરૂર કરતા વધુ થાક લાગે છે, તો તે પણ કેન્સરની શરૂઆતના ચિન્હો હોઈ શકે છે.
વજન ઓછું થવું :
જો કોઈ કારણ વગર તમારું વજન ઓછું થઇ રહ્યું છે, તો કેન્સરના શરૂઆતના ચિન્હો હોઈ શકે છે. ભૂખ ઓછી લાગવી, વધુ ખાઈ ન શકવું પણ તેના ચિન્હો છે. જો કોઈ પ્રયત્ન વગર શરીરનું વજન ચાર-પાંચ કિલોથી વધુ ઓછું થઇ જાય, તો તે કેન્સરની શરૂઆતના ચિન્હો હોઈ શકે છે.
સતત ખાંસી આવવી :
શરદી કે તાવ ઉપરાંત ધ્રુમપાન કરનારને ખાંસી આવે છે. પણ વગર કોઈ કારણે સતત ખાંસી આવે તો તે કેન્સરના શરૂઆતના ચિન્હો હોઈ શકે છે. જો ખાંસી સાથે લોહી પણ આવે, તો ડોક્ટર નો તરત સંપર્ક કરવો જોઈએ. ગળામાં તકલીફ થાય તો ખોરાક ગળવામાં તકલીફ થાય તો ડોકટરનો સંપર્ક કરવો.
છાતીમાં બળતરા અને અપચો :
છાતીમાં બળતરા અને અપચો બન્ને થવી સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને વધુ ખાવું, મસાલાદાર ખોરાક ખાવા થી આવું થવું સામાન્ય છે. પણ આવું સતત થઇ રહે છે તો તે ચિન્હો ચિંતાનું કારણ બની શકે છે.
બચવું છે તો કારેલા ખાવ :
ફળ, શાકભાજી, બધા અનાજ અને ફળોથી બનેલ સંતુલિત ખોરાક, જરૂરી વિટામીન અને મિનરલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પણ તમને નવાઈ લાગશે કે આમાંથી એક વસ્તુ એવી છે જે કેન્સર ને હરાવી શકે છે. તમને કારેલા ખાવામાં ભલે કડવા લાગે પણ તેના ખુબ ફાયદા છે. જો તમે તમારા ખોરાકમાં કારેલાનું સેવન કરો છો તો કેન્સરનો ઈલાજ થઇ શકે છે. રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવાથી અગ્નાશ્ય નું કેન્સર ઉત્પન કરનારી કોશિકાઓ નાશ પામે છે. અગ્નાશયી કેન્સર સામે લડવા માટે તેમાં 72% અને 90% સુધી સકારાત્મક પરિણામ જોવા મળેલા છે. તેમાં બનેલ જ્યુસ ગ્લુકોઝ ના કેન્સર કોશિકાઓ થી આપણા શરીરને દુર રાખવામાં મદદ કરે છે.
ઉંદર ઉપર થયેલ સંશોધન માં જાણવા મળેલ છે કે કારેલાનું જ્યુસ ના સેવન થી ઉંદરમાં 64 ટકા ટ્યુમર ઓછું થઇ ગયું જે કેન્સરના ઇલાજમાં કીમોથેરોપી ની ઉપેક્ષા વધુ અસરકારક હતું. સારવાર જગતમાં આ શોધ કરી કેવી રીતે કેન્સર કોશિકાઓને નાશ કરે છે, ખુબ મહત્વપૂર્ણ છે.
એટલું જ નહિ કારેલાના બીજા પણ ફાયદા છે. દમ થાય તો વગર મસાલાનું છોલ્યા વગર કારેલાનું શાક ખાવાથી ફાયદો થાય છે, પેટમાં ગેસ બનવો કે અપચો થાય તો કારેલાનું જ્યુસ પીવું જોઈએ. આ જ્યુસ પીવાથી પાચન ક્રિયા સારી રહે છે જેનાથી ભૂખ વધે છે. ઉલટી-દસ્ત કે હજમ ઉપર કારેલા ના રસમાં થોડું પાણી અને કાળું મીઠું ભેળવીને સેવન કરવાથી તરત લાભ મળશે.