કર્ક રાશી વાળા માટે વર્ષ ૨૦૧૯ ની કુંડલી કહે છે, કે આ વર્ષ પ્રેમ અને રોમાન્સની બાબતમાં તમારા માટે યાદગાર સાબિત થવાનું છે. તમે કુદરતી રીતે એક ઘણા સંવેદનશીલ અને ભાવુક વ્યક્તિ છો. આ વર્ષમાં તમે તમારા સાથીને સારી રીતે સમજવા અને તેની ભાવનાઓની કદર કરવાની સ્થિતિમાં રહેશો. સાથે જ પ્રેમની બાબતમાં તમારા સમય, તમારા વિચાર અને અધિકારની વાત કરી શકશો.
આ વર્ષમાં જયારે તમે ઘણા જ વ્યવહારિક રીતે જ તમારા પ્રેમ સંબંધ વિષે વિચાર કરશો, તો મેળવી શકશો કે તમે સતત સારા થતા જઈ રહ્યા છો. એટલે તમને લાગશે કે ખાસ કરીને સાથી અને જીવનસાથી તરીકે તમે પહેલાથી ઘણા સારા માણસ બની ગયા છો. તમે તમારા સાથી દ્વારા સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક સાધન દ્વારા હંમેશા સંપર્કમાં જળવાઈ રહેશો.
મજબુત હશે બંધન
તમે તમારા સાથી સાથે સમય પસાર કરી શકશો અને તેમની સામે તમારા મનની વાતો રજુ કરશો. આ વર્ષે તમે તમારા સાથીની ભાવનાઓને પહેલાની અપેક્ષાએ વધુ ગંભીરતાથી સમજશો. એ તમારા મજબુત બનતા સંબંધના સંકેત છે. આ વર્ષે તમારા બન્ને વચ્ચે ભાવનાત્મક રીતે વધુ મજબુત બંધન બંધાવા જઈ રહ્યા છે. કર્ક રાશીમાં જન્મ લઇને તમે તો પહેલાથી જ ઘણા ભાવુક છો, અને આ વર્ષ પરિપક્વ થવાની સાથે સાથીની ભાવનાઓને પણ સમજી શકશો. તમારી વર્ષ ૨૦૧૯ ની કુંડલી કહી રહી છે, કે કર્ક રાશીના લોકો લાંબા ગાળાની રીલેશનશીપમાં છે. તેમના સંબંધ પણ આ વર્ષે ઘણા જ સામાન્ય રીતે અને સહજ રીતે ચાલશે. કોઈપણ કચવાટ વગર.
દરેક પક્ષ ઉપર મળશે સાથ :
આ વર્ષે તમારે તમારા પાર્ટનર દ્વારા ન માત્ર પર્સનલ ફ્રન્ટ ઉપર પરંતુ પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર પણ મદદ મળશે. તમે અને તમારા પાર્ટનર એક જ દિશામાં આગળ વધશો, તેનાથી તમારા વિચારોમાં સમાનતા જળવાઈ રહેશે. તમારા બન્ને પાસે એક બીજા સાથે ચર્ચા કરવા માટે લગભગ એક જેવા જ આઈડિયા હશે, તે કારણે મળીને સારી રીતે પ્લાનિંગ કરશો. તમે બન્ને મળીને પોતાના માટે સારી રીતે જ વસ્તુનો પ્લાન કરી શકશો.
કર્ક રાશી વાળા જે લોકો હજુ સુધી સિંગલ છે તેમની વર્ષ ૨૦૧૯ માં લવ કુંડલી કહી રહી છે, કે તેમનું પોતાના કાર્યક્ષેત્ર કે ઓફીસમાં જ અફેયર શરુ થઇ શકે છે. આમ તો તમારે આવા પ્રકારના આકર્ષણથી દુર રહેવું જોઈએ. કેમ કે આ સંબંધ ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કર્ક રાશીના વિદ્યાર્થીઓ જે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, કે પ્રતિયોગીતા વાળી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તે પોતાના ક્લાસમેટ્સ કે ફ્રેન્ડ પ્રત્યે આકર્ષિત થઇ શકે છે. આ સમય કર્ક રાશીમાં જન્મેલા લોકો માટે શુભ ફળદાયક રહેશે. એ લોકો માટે આ સમય સારો જે આ સમયમાં કોઈ નવા સંબંધની શરૂઆત કરવાં જઈ રહ્યા છે. આ સમય જ તમારા બન્ને વચ્ચે આકર્ષણ ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ સમય રહેશે મહત્વપૂર્ણ :
કર્ક રાશી વાળા માટે આ વર્ષ જાન્યુઆરીથી માર્ચ અને ઓક્ટોમ્બરથી ડીસેમ્બરનો સમય ઘણો મહત્વપૂર્ણ રહેશે. આ સમયમાં તમામ સ્થિતિઓ તમારા હીતમાં રહેશે. એક વાતનું ખાસ ધ્યાન રાખો, કે આ વર્ષમાં તમારા સંબંધ ત્યારે સુંદર બનશે, જયારે તમે તમારા પાર્ટનરની ભાવનાઓને મહત્વ આપશો. જો તમે તેની ઉપર તમારી ઇચ્છાઓ બળજબરીથી ઠોકી બેસાડશો તો તમારા સંબંધમાં તણાવ ઉભો થઇ શકે છે.
વર્ષ ૨૦૧૯ માં તમારા સંબંધની તકલીફો દુર કરવા માટે તમે તમારા પાર્ટનરની જરૂરિયાતોને સમજો, નહિ કે તમારા વિચાર તેની ઉપર ઠોકી બેસાડો. ક્યારે ક્યારે સંબંધોમાં સ્થિતિઓને સારી બનાવવા માટે સમાધાન કરવું પડે છે, તેમાં પાછા ન પડવું જોઈએ. જો તમે બન્ને મળીને આગળ વધવાનો વિચાર કરશો તો તમે કોઈ પણ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો.
જોડાઈ શકે છે તૂટી ગયેલા દિલ :
તમારા ભાવુક સ્વભાવને કારણે કર્ક રાશી વાળા લોકો આ વર્ષમાં થોડા એવા નિર્ણય લેશે, જે સંબંધોમાં મળેલા તેમના જુના અનુભવો ઉપર આધારિત હશે. આ સમય તમારા વચ્ચે આવેલા અંતર અને તિરાડને દુર કરવા માટે એકદમ સારો છે. તમે તમારા સંબંધોને ફરી વખત સારા કરવા માટે પ્રયત્ન કરી શકો છો. કર્ક રાશીના જે કપલ થોડા દિવસોથી જુદા જુદા રસ્તા ઉપર નીકળી ગયા હતા, તે જો ફરી વખત પોતાના પાર્ટનર અને પરિવાર સાથે એક નવી શરુઆત કરવા માંગે છે, તો વર્ષ ૨૦૧૯ તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે છે.