કોઈ બીજું ગલીપચી કરે તો હસવું આવે છે, પરંતુ પોતે કરીએ તો એવું થતું નથી, જાણો કેમ?

આપણે પોતે પોતાને ગલીપચી કરીએ તો હસવું નથી આવતું, અને કોઈ બીજા કરે તો હાસ્ય અટકતું નથી, જાણો તેનું કારણ.

કોઈને ગલીપચી કરવી ઘણો જ મસ્તી ભરેલો અનુભવ હોય છે. જયારે આપણે કોઈ બીજાને ગલીપચી કરીએ છીએ તો તે જોરથી ઉછળીને હસી પડે છે. સામાન્ય રીતે કમર, ગરદન, પગના તળિયા વગેરે જગ્યાઓ ઉપર ગલીપચી વધુ થાય છે. એ કારણ છે કે તે શરીરના સૌથી સેંસટીવ અંગ હોય છે.

બીજાને ગલીપચી કરવાથી તે ઘણું હસે છે, પણ આપણે પોતાને જ ગલીપચી કરીએ તો હસવું નથી આવતું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? એ વાતનું કારણ જાણતા પહેલા એ સમજવું પડશે કે, ખરેખર આ ગલીપચી થાય છે કેમ?

આ કારણે થાય છે ગલીપચી : ગલીપચીનું રહસ્ય આપણા મગજના બે ભાગ somatosensory cortex અને Anterior cingulate cortex માં છુપાયેલુ છે. પહેલો ભાગ આપણા શરીરની સંવેદનાઓ માટે જવાબદાર હોય છે, જ્યારે બીજો ભાગ આપણી ખુશી અને હાસ્યનો અનુભવ ઉત્પન કરે છે.

જ્યારે જ્યારે કોઈ બીજા વ્યક્તિ આપણને ગલીપચી કરવા માટે સ્પર્શ કરે છે, તો cerebellum તરત cortex ને સિગ્નલ મોકલીને જોખમની ઘંટડી વગાડી દે છે. તેનાથી આપણે પોતાને સંકોચવા લાગીએ છીએ. આ રીતે મગજનો એક ભાગ ડર અનુભવે છે કે હવે આપણને પીડા થશે. તેમજ બીજા ભાગને કારણે આપણે હસવા લાગીએ છીએ. આ તમામ વસ્તુઓ એટલી ઝડપથી થતી હોય છે કે, આપણને દુઃખાવામાં પણ હસવું આવી જાય છે. એક રીતે આ શરીરના ડીફેંસ મેકેનિઝમનો ભાગ છે.

પોતે સ્પર્શ કરવા પર કેમ નથી થતી ગલીપચી? જયારે આપણે પોતાને ગલીપચી કરીએ છીએ તો એવું નથી થતું. તેનું કારણ આપણું મગજ છે. મગજ શરીરની તમામ એક્ટીવીટીને કંટ્રોલ કરે છે. તેને પોતાના અને બીજાના સ્પર્શમાં અંતર ખબર હોય છે. તે એ સમજી જાય છે કે, આપણે પોતાને જ નુકશાન નહીં પહોંચાડીએ. આપણને આપણાથી કોઈ સંકટ નથી. એટલા માટે જયારે આપણે પોતાને ગલીપચી કરીએ છીએ, તો cortex પહેલાથી એલર્ટ થઇ જાય છે અને કોઈ પ્રતિક્રિયા નથી આપતું. એટલા માટે પોતાને જ ગલીપચી કરીને હસવું લગભગ અશક્ય હોય છે.

તમારા શરીરના કયા ભાગ ઉપર વધુ ગલીપછી થશે એ પણ તે વાત ઉપર આધાર રાખે છે કે, તમારી શરીરમાં કયા અંગ સૌથી વધુ સંવેદનશીલ છે. સામાન્ય રીતે જ્યાં હાડકા ઓછા હોય છે ત્યાં વધુ ગલીપચી થાય છે, જેમ કે પેટ અને પગના તળિયા.

એટલા માટે બીજી વખતે જયારે કોઈને ગલીપચી કરો તો તેની પાછળનું વિજ્ઞાન પણ મગજમાં રાખજો. તમને વધુ સરળતા રહેશે. મિત્રો આ જાણકારી પસંદ આવી હોય તો બીજા સાથે શેર જરૂર કરજો.

આ માહિતી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.