જવાન દીકરો કે દીકરી જયારે દેશની સેવા કરતા વીરગતિને પામે ત્યારે પરિવારને એના પર ગર્વ થાય છે, પણ એથી વધુ દુઃખ પણ થતું હોય છે. કારણ કે એમણે પોતાનો દીકરો કે દીકરીને ખોઈ દીધા હોય છે. આજે અમે તમને એક એવા દીકરા વિષે જણાવીશું જેણે યુવાનીમાં જ દેશની સેવા માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો.
તુર્કી અને રૂસ વચ્ચે સમુદ્રમાં ગઈ 21 જાન્યુઆરીના રોજ બે જહાજોમાં આગ લાગી ગઈ હતી. જાણકારી અનુસાર, અકસ્મતામાં લગભગ 11 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. મરવા વાળામાં ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીના રહેવા વાળા વિક્રમ સિંહ પણ શામેલ હતા.
જણાવી દઈએ કે વિક્રમ સિંહ નેવીમાં રૂસમાં કેપ્ટન પદ પર કાર્યરત હતા. નોકરીના આઠમાં દિવસે જ જહાજમાં આગ લાગવાથી એમનું મૃત્યુ થઇ ગયું હતું. રવિવારે વિક્રમનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો. અને સોમવારે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
નોકરીના આઠમાં જ દિવસે મૃત્યુ : જણાવી દઈએ કે મુખ્તાર સિંહના બે પુત્ર હતા. એક દીકરો ઘરે જ પોતાના પિતાનો કારોબાર સાચવતો હતો. બીજો દીકરો વિક્રમ સિંહ એ જ વર્ષે રૂસમાં નેવીમાં નોકરીએ લાગ્યો હતો. અને કેપ્ટનના પદ પર કાર્યરત હતો. નોકરીના આઠમાં જ દિવસે જહાજમાં આગ લાગવાથી એમનું મૃત્યુ થઇ ગયું.
ઘરવાળાની રડી રડીને થઈ ખરાબ દશા : રવિવારે વિક્રમ સિંહનો પાર્થિવ દેહ એમના ઘરે પહોંચાડવામાં આવ્યો, તો લોકોની ભીડ જામી ગઈ. દૂર દૂરથી સ્થાનિક લોકો અને રાજનેતા પણ ત્યાં પહોંચ્યા. ઘરવાળાની રડી રડીને ખરાબ હાલત થઇ ગઈ હતી. જવાન દીકરાના મૃત્યુથી ગામમાં રોકકળ મચી ગયો હતો. અંતિમ સંસ્કારમાં સાંસદ ચૌધરી બાબુ લાલ અને તમામ પોલીસ દળ હાજર રહ્યા હતા.
કેવી રીતે લાગી હતી જહાજમાં આગ : 21 જાન્યુઆરીના રોજ વિક્રમ સિંહ એમના 23 સાથીઓ સાથે જહાજને લઈને સમુદ્રમાં તુર્કીના રસ્તા પર રવાના થયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમ્યાન જહાજનું ઈંધણ પૂરું થઇ જવા પર બીજા જહાજને ઈંધણ માટે બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તુર્કી અને રૂસની વચ્ચે બંને જહાજ પેટ્રોલ ભરવા માટે પેટ્રોલનું આદાન પ્રદાન કરી રહ્યા હતા. જે જહાજ પેટ્રોલ ટ્રાન્સફર કરી રહ્યું હતું, એમાં અચાનક આગ લાગી ગઈ, જેથી ઘટના સ્થળ પર જ લોકોનો જીવ જતો રહ્યો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.