કાર અથવા બાઈક ખરીદવા વાળા થઈ જાય એલર્ટ? 31 માર્ચ પછી બદલાઈ રહ્યા છે નિયમ

જો તમે કાર અથવા બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે એક વાર ફરી કહ્યું છે કે, 31 માર્ચ 2020 પછી બીએસ4 (BS4) વાહનો નહિ વેચાય. શુક્રવારે કોર્ટે આ વાત ઓટોમોબાઈલ ડીલર્સની યાચિકાને બહિષ્કૃત કરતા કહી છે.

કહેવાનો અર્થ છે કે, જો તમે નવી કાર અથવા બાઈક ખરીદવા જઈ રહ્યા છો, તો બીએસ નંબરને લઈને સતર્ક રહો. તેમજ જો કોઈ સેકન્ડ હેન્ડ ગાડી પણ ખરીદી રહ્યા છો, તો તેના બીએસ એન્જીનનું ધ્યાન રાખવું પડશે. નહિ તો તમારે બીએસ 4 ને બીએસ 6 માં અપગ્રેડ કરાવવું પડી શકે છે. આ અપગ્રેડેશનમાં 10 હજારથી 20 હજાર રૂપિયા સુધી ખર્ચ થવાની સંભાવના છે.

શું છે બીએસ વાહનનો અર્થ?

જયારે પણ ગાડીની વાત થાય છે, તો તેની સાથે જોડાયેલું એક નામ ‘BS’ નો ઉલ્લેખ થાય છે. હકીકતમાં, બીએસનો અર્થ ભારત સ્ટેજ સાથે છે. આ એક એવો માપદંડ છે, જેનાથી ભારતમાં ગાડીઓના એન્જીનથી ફેલાતા પ્રદુષણને માપવામાં આવે છે.

આ માપદંડને ભારત સરકારે નક્કી કર્યો છે. તેમજ બીએસની આગળ નંબર પણ લાગે છે. જેમ કે, BS-3, BS-4, BS-5 અથવા BS-6. બીએસની આગળના નંબરના વધતા જવાનો અર્થ છે ઉત્સર્જનનું સારું માપદંડ, જે પર્યાવરણ માટે સારું છે.

સરળ ભાષામાં સમજીએ તો બીએસની આગળ જેટલો મોટો આંકડો હોય છે, તે ગાડીથી એટલું ઓછું પ્રદુષણ થવાની સંભાવના હોય છે. હકીકતમાં આગામી 1 એપ્રિલથી બીએસ-6 વાહનને ફરજીયાત કરી દેવામાં આવ્યા છે.

આ માપદંડની ગાડીથી પ્રદુષણ એકદમ ઓછું થવાની આશા છે. આને ધ્યાનમાં રાખીને હવે ઓટો કંપનીઓ બીએસ-6 ગાડીઓ લોન્ચ કરી રહી છે.

આ દરમિયાન, ઓટો કંપનીઓ BS-4 વાહનના સ્ટોકને ખાલી કરવા માટે બંપર ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહી છે. જો કે, આ ઓફરના ચક્કરમાં ગાડી ખરીદવાથી તમારી મુશ્કેલી વધી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.