કાર ધોવા માટે ૧૦ ઉત્તમ ટીપ્સ, આવી રીતે કરશો સફાઈ તો હમેશા ચમકતી રહેસે કાર

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે જેવી રીતે તમે તમારી કાર સાફ કરો છો તે ગાડીને નુકશાન પણ પહોચાડી શકે છે. તમારી કાર સાફ કરવાની પદ્ધતિ સાચી છે કે નહી. કારને સાફ કરવાની પદ્ધતિ ઘણી સરળ છે પણ જો તમે આ પદ્ધતિનો સાચી રીતે નહી કરો તો તેનાથી કારના કલરથી લઈને બીજા પાર્ટ્સ ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કારને સાફ કરતી વખતે તમારે શું ન કરવું જોઈએ.

પહેલા સાફ થવી જોઈએ ધૂળ

કારના બહારના ભાગ ઉપર જામેલી ધૂળ સાફ કરવા માટે ક્યારેય સુકા કોટનના કપડાનો ઉપયોગ ન કરવો. તેનાથી તમારી કાર ઉપર સ્ક્રેચ પડી શકે છે અને કારની ચમક પણ જઈ શકે છે. તેથી કારને પાણીથી સાફ કરવી વધુ સારું રહેશે.

શું ગરમીમાં ઠંડુ પાણી કામ આવશે?

ગરમી વધુ છે તો તમે ધારો તો તમારી કારને ઠંડી થઇ જાય તો કેમ ન તેને ઠંડા પાણીથી સાફ કરી. આવું ન કરો તો સારું રહેશે. ગરમ કાર ઉપર જો તમે ઠંડુ પાણી નાખશો તો તેનાથી કલર ઉખડવાની શક્યતા વધી જશે. તેથી તમારી કારને તડકામાં સાફ ન કરો પણ છાયડા માં  કારને સાફ કરો.(છાંયડા માટે એક વૃક્ષ જરૂર ઉગાડજો)

શેમ્પુ કે વોશિંગ પાવડર

તમે તમારી કારને સાફ કરવા માટે તેનો ઉપયોગ કરો છો શેમ્પુ કે વોશિંગ પાવડર કે ડીશ સાબુ. વોશિંગ પાવડર કે ડીશ સાબુ બન્ને નકામાં હોય છે. જો તમે આ બન્ને થી કાર સાફ કરો છો તો આવું બિલકુલ ન કરો કે તે સ્વભાવમાં કડક પણ હોય છે અને તેનાથી કારના સરફેસ ને નુકશાન પહોચી શકે છે.

કપડાને આવી રીતે ફેરવો

વોટરલેસ વોશ સોલ્યુશન ને સ્પ્રે કર્યા પછી સીધી લાઈન માં હળવા દબાણ સાથે સાફ કરો એટલે માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો. કપડું કેટલું સાફ છે તેની ઉપર ધ્યાન આપતા રહો. જો તે ગંદુ થઇ ગયું હોય છે તો કપડાની બીજી બાજુથી સાફ કરવાનું શરુ કરી દો. કપડાને ગોળ ગોળ ફેરવવાથી ધૂળ પાછી ફરીને આવી શકે છે. કારને સાફ કરનારા સ્પંજ/કપડું હમેશા સીધું રાખો. તેનાથી કાર ની ચમક લાંબા સમય સુધી ટકે છે.

ડોલ નહી પાણીની ધાર છે વધુ ઉત્તમ

જે લોકો ડોલ દ્વારા કાર ને ધોવે છે તે આ વાત ઉપર ધ્યાન આપે કે ડોલમાં પાણી ભરીને કાર ધોતી વખતે વારંવાર સ્પંજ નાખવાથી પાણી ગંદુ થઇ જાય છે અને ધૂળના કણ સ્પંજમાં ચોંટી જાય છે. તેનાથી તમારી કાર ઉપર સ્ક્રેચ પડવાની શક્યતા વધુ રહે છે. તેથી પાણીની ધાર થી કારને ધોવી સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. ધોતી વખતે ગાડીના કાચ હમેશા બંધ કરો જેથી પાણી કારની અંદર ન જાય.

કોટનને બદલે આ કપડાનો કરો ઉપયોગ

ધોયા પછી કારમાંથી વધારાનું પાણી સાફ કરવા માટે કોટન ને બદલે સાબર લેદર કે ટેરી ના રૂમાલનો ઉપયોગ કરો. તે પાણીને સારી રીતે શોષી લેશે અને કારને જલ્દી સુકાવા માં મદદ કરશે. લાંબા સમય સુધી પાણીના ટીપા રહી જવાથી પણ કારનો રંગ ખરાબ થઇ શકે છે.

કાચ રાખો બંધ

કાર ધોતી વખતે ધ્યાન રાખશો કે બધી બારીઓના કાચ બંધ હોય. પાણી અંદર જવાથી ઈંટીરીયર કે ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઇ શકે છે.

ઉપરથી કરો કાર ધોવાની શરૂઆત

પાણી ની ધાર હમેશા પહેલા ઉપરની તરફ થી મારો પછી નીચેની તરફ લઇ જાવ. તેનાથી સાફ થઇ ગયેલ જગ્યા ઉપર ફરી ગંદકી નહી જામે.

એક વખતમાં એક જ ભાગ

કારની સફાઈ કરતી વખતે ધ્યાન રાખશો કે એક વખતમાં ઘણા ભાગની સફાઈ ન કરવી. એક વખતમાં આખી કાર સાફ કરવાથી શેમ્પુ સુકાઈ જાય છે. એક વખતમાં એક ભાગ ની સારી રીતે સફાઈ કર્યા પછી જ બીજા ભાગ ની સફાઈ કરો.

સમય સમયે થાય પોલિશિંગ

૩ મહિના માં એક વખત કારની પોલિશિંગ જરૂરી હોય છે. પોલીશ તમારી કાર ઉપર એક રક્ષણ કવચ જેમ ચોંટી જાય છે અને બહારના પરીબળ સામે લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.