1 લીટર પાણીથી 70 કિલોમીટર સુધી ચાલે છે આ પુરુષોત્તમ કાકાની કાર

મોંઘા થઇ રહેલા પેટ્રોલ અને ડીઝલથી સુરતના પુરુષોત્તમ ભાઈ પીપળીયાને કોઈ ફરક નથી પડતો. પડે પણ કેવી રીતે. કેમ કે તે પોતાની મારુતિ ૮૦૦ કાર પાણીથી જ ચલાવી રહ્યા છે. સુરતના કતારગામમાં ફોર વ્હીલર વર્કશોપ ચલાવવા વાળા ૫૭ વર્ષના મીકેનીકલ એન્જીનીયર પુરુષોત્તમ ભાઈનો દાવો છે, કે તેમણે પોતે જ પેટ્રોલને બદલે હાઈડ્રોજન ગેસથી કાર ચલાવવાનો ફોર્મ્યુલા બનાવી લીધો હતો.

તેમની કારમાં પાણીની ટાંકી હોય છે, જે પાણીથી હાઈડ્રોજન બનાવતી રહે છે અને કાર ચાલતી રહે છે. દાવો એ પણ છે કે એવરેજ પણ પેટ્રોલ કારોની સરખામણીએ બમણાથી પણ વધુ. અને ખર્ચા નહિ બરોબર. તે કહે છે કે એક લીટર પાણીથી બનતા હાઈડ્રોજનથી ૬૦ થી ૭૦ કી.મી. સુધી કાર ચાલી શકે છે. તેનાથી વાયુ પદુષણ પણ થતું નથી. આમ તો તેમની કારમાં પેટ્રોલની જરૂર રહે છે, પરંતુ માત્ર વાહન સ્ટાર્ટ અને બંધ કરતી વખતે. તે પણ બે થી ત્રણ મિનીટ માટે. જે ઓટો ઓપરેટેડ કરેલું છે.

કાર રન બાય વોટર નામથી તેની પેટેન્ટ છેલ્લી પ્રક્રિયામાં છે. તેના પહેલા તે ડીઝલ એન્જીનને પાણીથી ચલાવવા અને માઈલેજ ૪૦ ટકા સુધી વધારવા વાળી બે પેટેન્ટ પ્રાપ્ત કરી ચુક્યા છે. તેમનો દાવો છે કે પાણીથી ચાલતી આ કારથી પાંચ વર્ષોમાં અત્યાર સુધી ૫૦ હજાર કી.મી. ની મુસાફરી કરી ચુક્યા છે. હવે તે કોઈ ઓટોમોબાઈલ કંપની પાસેથી સારી ઓફરની રાહ જોઈ રહ્યા છે, જેથી તે ટેકનીક સામાન્ય લોકો માટે ઉપયોગ આવી શકે.

રાજકોટના રહેવાસી પુરુષોત્તમ ભાઈનું પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલું છે. મોંઘા થઇ રહેલા પેટ્રોલ ડીઝલ અને ઓટોમોબાઈલમાં રસ હોવાથી વેક્લ્પિત ઇંધણનો આઈડિયા એમને આવ્યો હતો. કારને ગેસ મોડથી ચલાવવા માટે એન્જીનના ક્રીટીકલ પાર્ટ પીસ્ટન, સિલેંડર, ટાઈમિંગ વગેરેને મોડીફાઈ કરવા પડ્યા. તેમાં ૧૦ વર્ષ લાગી ગયા. પાણીના વિઘટનથી ઉત્પન થવા વાળા હાઈડ્રોજનથી પદુષણ અડધું રહી જાય છે. એમાં કોઈ પણ સાદુ પાણી કામ આવી શકે છે. પણ આમ તો તે મિનરલ વોટરનો જ ઉપયોગ કરે છે.

પાણીની ટાંકીથી ૧૨ વોલ્ટની બેટરી તાંબાના બે સળિયા + – સાથે જોડાયેલા હોય છે. પેટ્રોલથી એક વખત એન્જીન સ્ટાર્ટ થયા પછી પાણીથી હાઈડ્રોજન બનવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે. હાઈડ્રોજનના બે અને ઓક્સીજનના એક મોલીફયુલના વિઘટનની પ્રક્રિયાને ઇલેક્ટ્રોલીસીસ કહે છે. અહિયાંથી બનનારા હાઈડ્રોજન બીજી ટાંકીમાં સ્ટોર થવા લાગે છે. ત્યાંથી પ્રેશર પછી કમ્બશન ચેમ્બરમાં જઈને ઉર્જા ઉત્પન કરે છે જે સીલીન્ડરને ચલાવે છે. હાઇડ્રોજન સ્ટોર ન રહેવાથી વિસ્ફોટનો ભય પણ નથી રહેતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.